scorecardresearch
Premium

Gujarati News 11 April 2025 : ચીનનો વળતો જવાબ, અમેરિકા પર 125 ટકા ટેરિફ લગાવ્યો

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 11 April 2025: ચીને અમેરિકા પર 125 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. ચીનના નાણા મંત્રાલયને ટાંકીને રોઇટર્સના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, 12 એપ્રિલથી ચીન અમેરિકાના માલસામાન પર 125 ટકા ટેરિફ લાદશે

trade war, donald trump
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની શરૂઆત થઇ છે (તસવીર – સોશિયલ મીડિયા)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 11 April 2025, આજના તાજા સમાચાર: ચીને અમેરિકા પર 125 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. ચીનના નાણા મંત્રાલયને ટાંકીને રોઇટર્સના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, 12 એપ્રિલથી ચીન અમેરિકાના માલસામાન પર 125 ટકા ટેરિફ લાદશે, જે અગાઉ જાહેર કરાયેલા 84 ટકાથી વધારે છે. અમેરિકાના વહીવટીતંત્ર ઘણા દેશો પર 90 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવાનો નિર્ણય લીધાના એક દિવસ પછી આ વાત સામે આવી છે.

જો કે અમેરિકા એ ચીન 145 ટકા ટેરિફ લાદી છે. રોઇટર્સના એક અહેવાલ મુજબ, ચીનના નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચીન પર અમેરિકા દ્વારા અસામાન્ય રીતે ઊંચા ટેરિફ લાદવાથી આંતરરાષ્ટ્રીય અને આર્થિક વેપાર નિયમો, મૂળભૂત આર્થિક કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન થાય છે અને તે સંપૂર્ણપણે એકપક્ષીય ગુંડાગીરી અને બળજબરી છે.

તમિલનાડુમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન

તમિલનાડુમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે AIADMK અને BJP ના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી AIADMK, BJP અને NDA ના રૂપમાં બધા સહયોગી પક્ષો સાથે મળીને લડશે.

સેન્સેક્સ 1200 પોઇન્ટ ઉછળી 75000 પાર, ટાટા મોટર્સ 5 ટકા વધ્યો

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે જબરદસ્ત ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 73847 સામે 1000 પોઇન્ટ ઉછળી શુક્રવારે 74835 ખુલ્યો હતો. ટાટા ગ્રૂપ શેર સહિત રિલાયન્સ શેરમાં તેજીથી માર્કેટ ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ ઉછળી 75100 લેવલ ક્રોસ કરી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22399 સામે આજે 22695 ખુલ્યો હતો. બ્લુ ચીપમાં તેજીથી 390 પોઇન્ટ જેટલો ઉછળી 22787 સુધી વધ્યો હતો. સેન્સેક્સ ટોપ 5 ગેઇનર શેરમાં ટાટા મોટર્સ 4.6 ટકા, સન ફાર્મા 4 ટકા, ટાટા સ્ટીલ 3.7 ટકા, ટેક મહિન્દ્રા 2.6 ટકા અને એચસીએલ ટેક 2.5 ટકા વધ્યા હતા. બેંક નિફ્ટી 700 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 330 પોઇન્ટ વધ્યા હતા.

અમેરિકાના ન્યુયોર્કમાં બેકાબૂ હેલિકોપ્ટર નદીમાં પડ્યું, 6 લોકોના કરૂણ મોત

અમેરિકાના ન્યુયોર્કમાં એક ખતરનાક અકસ્માત થયો છે. ન્યુયોર્ક સિટીના ગગનચુંબી ઇમારતો અને ચમકતા આકાશ વચ્ચે ગુરુવારે બપોરે (સ્થાનિક સમય) એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. એક પ્રવાસી હેલિકોપ્ટર હડસન નદીમાં તૂટી પડતાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયાં છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે કેટલાક લોકોએ હેલિકોપ્ટરના ટુકડા હવામાં પડતા જોયા. અહેવાલો અનુસાર, અકસ્માત સ્થાનિક સમય અનુસાર બપોરે 3:15 વાગ્યે થયો જ્યારે બેલ 206 હેલિકોપ્ટર ડાઉનટાઉન મેનહટનમાં હેલીપોર્ટ પરથી ઉડાન ભરી. તેનો માર્ગ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઉપર અને ન્યુ જર્સી તરફ હતો. તેમાં સ્પેનિશ પરિવારના પાંચ સભ્યો અને એક પાઈલટ સવાર હતા.

Live Updates
18:58 (IST) 11 Apr 2025
Today News live : દિલ્હીના હવામાનમાં અચાનક પલટો આવ્યો.

દિલ્હીના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડતી જોવા મળી હતી.

https://platform.twitter.com/widgets.js

17:22 (IST) 11 Apr 2025
Today News live : તમિલનાડુમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન

તમિલનાડુમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે AIADMK અને BJP ના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી AIADMK, BJP અને NDA ના રૂપમાં બધા સહયોગી પક્ષો સાથે મળીને લડશે.

14:06 (IST) 11 Apr 2025
Today News live : ચીને અમેરિકા પર 125 ટકા ટેરિફ લાદી, શનિવારથી લાગુ

ચીને અમેરિકા પર 125 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. ચીનના નાણા મંત્રાલયને ટાંકીને રોઇટર્સના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, 12 એપ્રિલથી ચીન અમેરિકાના માલસામાન પર 125 ટકા ટેરિફ લાદશે, જે અગાઉ જાહેર કરાયેલા 84 ટકાથી વધારે છે. અમેરિકાના વહીવટીતંત્ર ઘણા દેશો પર 90 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવાનો નિર્ણય લીધાના એક દિવસ પછી આ વાત સામે આવી છે. જો કે અમેરિકા એ ચીન 145 ટકા ટેરિફ લાદી છે. રોઇટર્સના એક અહેવાલ મુજબ, ચીનના નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચીન પર અમેરિકા દ્વારા અસામાન્ય રીતે ઊંચા ટેરિફ લાદવાથી આંતરરાષ્ટ્રીય અને આર્થિક વેપાર નિયમો, મૂળભૂત આર્થિક કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન થાય છે અને તે સંપૂર્ણપણે એકપક્ષીય ગુંડાગીરી અને બળજબરી છે.

14:02 (IST) 11 Apr 2025
Today News live : પીએમ મોદીએ વારાણસી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ મામલે કમિશનર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો

શુક્રવારે વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર જ જિલ્લામાં અપરાધની ઘટનાઓ પર કડક વલણ અપનાવ્યું હતું. તેમણે તેમના વલણ દ્વારા સ્પષ્ટ કર્યું કે હવે ગુના પ્રત્યે કોઈ નમ્રતા દાખવવામાં આવશે નહીં. તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની આ તેમની 50મી મુલાકાત હતી, પરંતુ આ વખતે તેમની પ્રાથમિકતા માત્ર વિકાસ પરિયોજના જ નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થા પર પણ નજર રાખવાની હતી.

14:01 (IST) 11 Apr 2025
Today News live : દિલ્હીમાં પ્રોપર્ટી ડીલર પર ઝડપી ગોળીબાર

અજાણ્યા હુમલાખોરોએ આજે ​​સવારે દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં ફોર્ચ્યુનર કારમાં મુસાફરી કરી રહેલા પ્રોપર્ટી ડીલર પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે કાર સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હુમલાખોરોએ મૃતક પર ખૂબ જ નજીકથી હુમલો કર્યો હતો, જેના કારણે પોલીસ તેને આયોજિત હત્યા માની રહી છે.

વાસ્તવમાં, આ ઘટના સવારે 7:15 વાગ્યે બની હોવાનું કહેવાય છે, જ્યારે રાજકુમાર દલાલ નામનો પ્રોપર્ટી ડીલર જીમ જવા માટે તેના ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીઓ ચલાવી હતી. 8-10 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ તેઓ ભાગી ગયા હતા.

09:30 (IST) 11 Apr 2025
Today News live : સેન્સેક્સ 1200 પોઇન્ટ ઉછળી 75000 પાર, ટાટા મોટર્સ 5 ટકા વધ્યો

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે જબરદસ્ત ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 73847 સામે 1000 પોઇન્ટ ઉછળી શુક્રવારે 74835 ખુલ્યો હતો. ટાટા ગ્રૂપ શેર સહિત રિલાયન્સ શેરમાં તેજીથી માર્કેટ ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ ઉછળી 75100 લેવલ ક્રોસ કરી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22399 સામે આજે 22695 ખુલ્યો હતો. બ્લુ ચીપમાં તેજીથી 390 પોઇન્ટ જેટલો ઉછળી 22787 સુધી વધ્યો હતો. સેન્સેક્સ ટોપ 5 ગેઇનર શેરમાં ટાટા મોટર્સ 4.6 ટકા, સન ફાર્મા 4 ટકા, ટાટા સ્ટીલ 3.7 ટકા, ટેક મહિન્દ્રા 2.6 ટકા અને એચસીએલ ટેક 2.5 ટકા વધ્યા હતા. બેંક નિફ્ટી 700 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 330 પોઇન્ટ વધ્યા હતા.

09:22 (IST) 11 Apr 2025
Today News live : સુરતમાં આઠ માળે બિલ્ડિંગમાં આગ, ત્રણ માળ આગની ચપેટમાં

સુરતમાં આગની મોટી ઘટના સામે આવી છે. સુરતના વેસુ વિસ્તારમાં એક્સેલેન્સિયા ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે બિલ્ડીંગના 3 માળ આગની ચપેટમાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે હાજર છે. ઉલ્લેખનીય છે કે, જ્યાં આગ લાગી છે તેની સામેની બાજુમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રહે છે.

09:17 (IST) 11 Apr 2025
Today News live : હથિયારોનું બોગસ લાઇસન્સ મેળવનારા 16 શખસ અરેસ્ટ

ગુજરાતમાં હથિયારોનું બોગસ લાઈસન્સ મેળવવાનું રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસે અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 15 હથિયાર સાથે 489 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. જ્યારે આ પ્રકરણમાં આરોપીઓનો આંકડો વધી શકે છે તેવું ATS પાસેથી જાણવા મળી રહ્યું છે. ગુજરાત ATSએ પકડેલા આરોપીઓ હથિયારના શોખીન છે. જેમણે 50 હજારથી 10 લાખ સુધીના રૂપિયા ચૂકવી બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યા હતા.

08:25 (IST) 11 Apr 2025
Today News live : અમેરિકાના ન્યુયોર્કમાં બેકાબૂ હેલિકોપ્ટર નદીમાં પડ્યું

અમેરિકાના ન્યુયોર્કમાં એક ખતરનાક અકસ્માત થયો છે. ન્યુયોર્ક સિટીના ગગનચુંબી ઇમારતો અને ચમકતા આકાશ વચ્ચે ગુરુવારે બપોરે (સ્થાનિક સમય) એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. એક પ્રવાસી હેલિકોપ્ટર હડસન નદીમાં તૂટી પડતાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયાં છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે કેટલાક લોકોએ હેલિકોપ્ટરના ટુકડા હવામાં પડતા જોયા. અહેવાલો અનુસાર, અકસ્માત સ્થાનિક સમય અનુસાર બપોરે 3:15 વાગ્યે થયો જ્યારે બેલ 206 હેલિકોપ્ટર ડાઉનટાઉન મેનહટનમાં હેલીપોર્ટ પરથી ઉડાન ભરી. તેનો માર્ગ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઉપર અને ન્યુ જર્સી તરફ હતો. તેમાં સ્પેનિશ પરિવારના પાંચ સભ્યો અને એક પાઈલટ સવાર હતા.

08:25 (IST) 11 Apr 2025
Today News live : પટિયાલા હાઉસ કોર્ટે તહવ્વુર રાણાના 18 દિવસના રિમાંડ કર્યા મંજૂર

તહવ્વુર રાણાને ગુરુવારે મોડી રાત્રે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં NIAએ કોર્ટ પાસેથી તહવ્વુર રાણાના 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. NIAની માંગણી પર કોર્ટે 18 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. NIAના વકીલે બંધ બારણે સુનાવણી દરમિયાન કોર્ટમાં કેસ સાથે સંબંધિત તથ્યો રજૂ કર્યા હતા. તહવ્વુર રાણા, લીગલ સર્વિસ ઓથોરિટી અને NIA લીગલ ટીમ દ્વારા પૂરા પાડવામાં આવેલ તેમના વકીલ ઉપરાંત જજ અને તેમનો સ્ટાફ કોર્ટમાં હાજર હતો. NIA વતી વરિષ્ઠ વકીલ દયાન ક્રિશ્નને કોર્ટમાં દલીલ કરી હતી.

Web Title: Today latest news in gujarati live 11 april 2025 an out of control helicopter crashed into a river in new york america ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×