Today Latest News Update in Gujarati 4 August 2025: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન થયું છે. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “શ્રી શિબુ સોરેનજી એક પાયાના નેતા હતા જેમણે જાહેર જીવનમાં લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે ઊંચાઈઓ હાંસલ કરી હતી.
હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નથી લાગતા. આજે સવારે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુધા રામકૃષ્ણનની ચેઈન છીનવાઈ ગઈ. તમિલનાડુના મયિલાદુથુરાઈના સાંસદ રામકૃષ્ણને કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે તે એક સાથી સાંસદ સાથે ચાલી રહી હતી. દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
રામકૃષ્ણને આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે. લોકસભા સાંસદે કહ્યું, ‘સવારે 6.15 થી 6.20 વાગ્યાની વચ્ચે, જ્યારે અમે પોલેન્ડ દૂતાવાસના ગેટ-3 અને ગેટ-4 પાસે હતા, ત્યારે હેલ્મેટ પહેરેલો અને ચહેરો સંપૂર્ણપણે ઢંકાયેલો એક વ્યક્તિ સામેથી સ્કૂટી પર અમારી પાસે આવ્યો અને મારી સોનાની ચેઈન છીનવીને ભાગી ગયો.’
સુપ્રીમ કોર્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ઠપકો આપ્યો છે. ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ બાદ તેમણે કરેલી કથિત ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે આ ઠપકો આપ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 4 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભરૂચના નેત્રંગમાં 0.67 ઈંચ વરસાદ નોંધાયો.
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન થયું છે. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “શ્રી શિબુ સોરેનજી એક પાયાના નેતા હતા જેમણે જાહેર જીવનમાં લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે ઊંચાઈઓ હાંસલ કરી હતી. તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે સમર્પિત હતા. તેમના નિધનથી દુઃખી છું. મારા સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનજી સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ.”
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું અવસાન થયું છે, તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, ડોક્ટરોની આખી ટીમ તેમની દેખરેખ રાખી રહી હતી. પરંતુ સોમવારે સવારે તેમણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું. પછાત વર્ગના આટલા મોટા નેતાના નિધનથી રાજકીય ગલિયારાઓમાં શોકનું મોજું છે, તેને ઝારખંડ માટે પણ એક મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 4 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભરૂચના નેત્રંગમાં 0.59 ઈંચ વરસાદ નોંધાયો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 3 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 4 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 93 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ભાવનગરમાં 1.97 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ઉત્તર પ્રદેશના ગાઝીપુર પોલીસે મોટી કાર્યવાહી કરીને મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આખો મામલો નકલી દસ્તાવેજો સાથે જોડાયેલો છે. ગાઝીપુર જિલ્લાના મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશનમાં ઉમર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે તેણે માત્ર નકલી દસ્તાવેજો જ આપ્યા નહીં પરંતુ છેતરપિંડી પણ કરી.