Today Latest News Update in Gujarati 30 July 2025: નોઈડાના પ્રખ્યાત નિઠારી સિરિયલ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે નિઠારી હત્યાના આરોપી મોનિન્દર સિંહ પંઢેર અને તેના ઘરેલુ નોકર સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કર્યા હતા. સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. કોર્ટે નિર્દોષ જાહેર કરવા સામે સીબીઆઈ, ઉત્તર પ્રદેશ સરકાર અને પીડિત પરિવારોની અપીલો ફગાવી દીધી હતી.
અગાઉ નીચલી કોર્ટે સુરેન્દ્ર કોલીને 12 કેસોમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. મોનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ પુરાવાના અભાવે અલ્હાબાદ હાઈકોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે પણ આ જ નિર્ણયને માન્ય રાખ્યો છે.
નોઈડાના પ્રખ્યાત નિઠારી સિરિયલ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે નિઠારી હત્યાના આરોપી મોનિન્દર સિંહ પંઢેર અને તેના ઘરેલુ નોકર સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કર્યા હતા. સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. કોર્ટે નિર્દોષ જાહેર કરવા સામે સીબીઆઈ, ઉત્તર પ્રદેશ સરકાર અને પીડિત પરિવારોની અપીલો ફગાવી દીધી હતી.
અગાઉ નીચલી કોર્ટે સુરેન્દ્ર કોલીને 12 કેસોમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. મોનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ પુરાવાના અભાવે અલ્હાબાદ હાઈકોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે પણ આ જ નિર્ણયને માન્ય રાખ્યો છે.
બુધવારે સવારે રશિયાના કામચટકા દ્વીપકલ્પમાં 8.7 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના થોડા સમય પછી, રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના મોટા ઉત્તરીય ટાપુ હોકાઇડો પર સુનામી ત્રાટક્યો. જાપાન હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો છે કે લગભગ ૩૦ સેમી (લગભગ એક ફૂટ) ઊંચા સુનામીનું પહેલું મોજું હોકાઇડોના પૂર્વ કિનારે નેમુરો સુધી પહોંચ્યું હતું.
સ્થાનિક ગવર્નર વેલેરી લિમારેન્કોના જણાવ્યા અનુસાર, પ્રથમ સુનામી મોજું પેસિફિક મહાસાગરમાં રશિયાના કુરિલ ટાપુઓના મુખ્ય વસાહત સેવેરો-કુરિલ્સ્કના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટક્યું હતું. તેમણે કહ્યું કે લોકો સુરક્ષિત છે અને ભય દૂર ન થાય ત્યાં સુધી તેમને ઊંચા સ્થળોએ રહેવાનું કહેવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 29 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 30 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 2.13 ઈંચ નોંધાયો હતો.
આજે બુધવારે સંસદના ચોમાસુ સત્રમાં આઠમો દિવસ છે. લોકસભામાં ઓપરેશન સિંદૂર ઉપર લાંબી ચર્ચા થઈ હતી. લોકસભામાં વિરોધ પક્ષે સત્તા પક્ષને ઓપરેશન સિંદૂર પર અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જેનો જવાબ અમિત શાહ અને રાજનાથ સિંહે આપ્યો હતો. જ્યારે પીએમ મોદીએ સમાપન ભાષણ આપ્યું હતું. જ્યારે આજે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. રાજ્યસભામાં પણ ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. આ મુદ્દો વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.