Today Latest News Update in Gujarati 29 July 2025: લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ટ્રમ્પ 29 વાર કહી ચૂક્યા છે કે અમે યુદ્ધ અટકાવ્યું છે. જો તેમનામાં હિંમત હોય તો વડાપ્રધાન અહીં સદનમાં એ બોલી કે તેઓ ખોટું બોલી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રક્ષામંત્રીએ સદનમાં કહ્યું કે અમે 1.35 વાગ્યે પાકિસ્તાનને કહ્યું કે અમે આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ એસ્કેલેટરી ન હતી. હવે કોઈ એસ્કેલેશન ન થવું જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું કહું છું કે તમે 35 મિનિટમાં જ પાકિસ્તાન સામે સરેન્ડર કરી દીધું. તે બતાવે છે કે તમારામાં લડવાની ઇચ્છાશક્તિ નથી. સરકારે પાયલટોના હાથ-પગ બાંધી દીધા. રાહુલે કહ્યું કે જો પીએમમાં ઈન્દિરા ગાંધીની જેમ 50 ટકા પણ તાકાત છે તો તે કહે કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનમાં સીઝફાયર કરાવ્યું નથી. ઓપરેશન સિંદૂરમાં એક પણ ભારતીય ફાઇટર જેટ પડ્યું નથી.
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ટ્રમ્પ 29 વાર કહી ચૂક્યા છે કે અમે યુદ્ધ અટકાવ્યું છે. જો તેમનામાં હિંમત હોય તો વડાપ્રધાન અહીં સદનમાં એ બોલી કે તેઓ ખોટું બોલી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રક્ષામંત્રીએ સદનમાં કહ્યું કે અમે 1.35 વાગ્યે પાકિસ્તાનને કહ્યું કે અમે આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ એસ્કેલેટરી ન હતી. હવે કોઈ એસ્કેલેશન ન થવું જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું કહું છું કે તમે 35 મિનિટમાં જ પાકિસ્તાન સામે સરેન્ડર કરી દીધું. તે બતાવે છે કે તમારામાં લડવાની ઇચ્છાશક્તિ નથી. સરકારે પાયલટોના હાથ-પગ બાંધી દીધા. રાહુલે કહ્યું કે જો પીએમમાં ઈન્દિરા ગાંધીની જેમ 50 ટકા પણ તાકાત છે તો તે કહે કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનમાં સીઝફાયર કરાવ્યું નથી. ઓપરેશન સિંદૂરમાં એક પણ ભારતીય ફાઇટર જેટ પડ્યું નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું, ‘ગઈકાલના ઓપરેશનમાં, ત્રણેય આતંકવાદીઓ – સુલેમાન, અફઘાન અને જિબ્રાન માર્યા ગયા હતા, જે લોકો તેમને ખોરાક પહોંચાડતા હતા તેમને પહેલાથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જ્યારે આ આતંકવાદીઓના મૃતદેહ શ્રીનગર લાવવામાં આવ્યા, ત્યારે અમારી એજન્સીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા લોકોએ તેમની ઓળખ કરી.’
લોકસભામાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘પહલગામ હુમલા પછી તરત જ, હું અસરગ્રસ્ત પરિવારોને મળ્યો. મેં મારી સામે એક મહિલા ઉભી જોઈ, જે તેના લગ્નના 6 દિવસ પછી જ વિધવા બની ગઈ હતી – હું તે દ્રશ્ય ક્યારેય ભૂલી શકતો નથી. હું આજે બધા પરિવારોને કહેવા માંગુ છું કે મોદીજીએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓ મોકલનારાઓને મારી નાખ્યા, અને આજે આપણા સુરક્ષા દળોએ હત્યા કરનારાઓને પણ મારી નાખ્યા.’
ગઈકાલે તેઓ (કોંગ્રેસ) અમને પૂછી રહ્યા હતા કે આતંકવાદીઓ ક્યાંથી આવ્યા અને આ માટે કોણ જવાબદાર છે. અલબત્ત, તે અમારી જવાબદારી છે કારણ કે અમે સત્તામાં છીએ. મને ખૂબ જ દુઃખ થયું કે ગઈકાલે આ દેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમજીએ પ્રશ્ન ઉઠાવ્યો કે આ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેનો શું પુરાવો છે. તેઓ શું કહેવા માંગે છે? તમે કોને બચાવવા માંગો છો? પાકિસ્તાનને બચાવીને તમને શું મળશે?
સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓપરેશન સિંદૂર પર લોકસભાને સંબોધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે સમાપન ભાષણ આપશે. તે જ સમયે, પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા આજથી રાજ્યસભામાં શરૂ થઈ ગઈ છે.
આજે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલુ રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે 12 વાગ્યે લોકસભામાં બોલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોમવારે ચર્ચા શરૂ કરી હતી. ચર્ચા મોડી રાત સુધી 1 વાગ્યા સુધી ચાલુ રહી. લોકસભાના ઉપનેતા ગૌરવ ગોગાઈએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો અને ગઈકાલે નીચલા ગૃહમાં પોતાના ભાષણ દરમિયાન સરકાર પર નિશાન સાધ્યું હતું. લોકસભામાં ચર્ચા સોમવારે શરૂ થઈ હતી, જ્યારે રાજ્યસભામાં આ 16 કલાક લાંબી ચર્ચા આજે શરૂ થશે.
વિદેશ મંત્રાલયે એ સમાચારનું ખંડન કર્યું છે જેમાં જણાવ્યું હતું કે ભારતી નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા રદ્દ કરવામાં આવી છે. કેરળની આ નર્સને હત્યાના એક મામલામાં મોતની સજા સંભળાવવામાં આવી હતી. સોમવાર 28 જુલાઈ 2025એ સુન્ની નેતા કંથાપુરમ એપી અબૂબકર મુસલિયારના એક કાર્યાલયે દાવો કર્યો હતો. કે મલયાલી નર્સ નિમિષા પ્રિયાને, જે યમની નાગરિક તલાલ અબ્દો મહદીની કથિત હત્યા માટે મોતની સજા ફટકારવામાં આવી છે. તેને યમની રાજધાની સનામાં હૌથી મિલિશિયા દ્વારા ફાંસીની સજા રદ્દ કરી છે.
ઝારખંડના દેવઘરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે માર્ગ અકસ્માતમાં 18 કાવડીઓના મોત થયા છે. તેમણે કહ્યું, “મારી લોકસભાના દેવઘરમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રક અકસ્માતમાં 18 ભક્તોના મોત થયા છે. બાબા વૈદ્યનાથજી તેમના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.”
નિશિકાંત દુબે પહેલા, ઝોનલ આઈજી સંથાલ પરગણા એસકે સિન્હાએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું હતું કે બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં પાંચ કાવડીઓના મોત થયા છે. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 29 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધાર વરસાદ સુરતના માંગરોળમાં 0.39 ઈંચ નોંધાયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 29 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 4.92 ઈંચ નોંધાયો હતો.
સપ્તાહના પહેલા દિવસે સોમવારે લોકસભામાં ઓપરેશન સિંદૂર ઉપર ચર્ચા થઈ હતી. વિપક્ષે પોતાના આકરા વિરોધ સાથે હોબાળો મચાવ્યો હતો. જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરની માહિતી આપી હતી. જોકે, આજે મંગળવારે પણ સંસદમાં ચાલતા ચોમાસું સત્રમાં ઓપરેશન સિંદૂરનો મુદ્દો ગુંજશે એવી ધારણા છે. વિપક્ષ આ મુદ્દાને લઈને અડગ છે.