scorecardresearch
Premium

Today News Live: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી, સોનિયા-રાહુલ અને ખડગે પણ હાજર રહ્યા

Today Latest Live News Update in Gujarati 21 August 2025: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીએ પોતાનું ઉમેદવારી નોંધાવી છે.

B Sudarshan Reddy files nomination
બી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી – photo- X ANI

Today Latest News Live Update in Gujarati 21 August 2025: સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ટ્રમ્પ વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે ભારત-અમેરિકા સંબંધો એક મહત્વપૂર્ણ વળાંક પર છે અને જો વોશિંગ્ટનને ચીનની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને નિયંત્રિત કરવી હોય, તો આ સંબંધોને શક્ય તેટલી વહેલી તકે સુધારવા પડશે. બુધવારે ન્યૂઝવીકમાં પ્રકાશિત એક લેખમાં હેલીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન તેલ અને ટેરિફ વિવાદના મુદ્દાને વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓ વચ્ચે તિરાડ ઊભી કરવા દેવી જોઈએ નહીં. તેણીએ લખ્યું, ‘યુનાઇટેડ સ્ટેટ્સે તેની સૌથી મહત્વપૂર્ણ વસ્તુને અવગણવી જોઈએ નહીં. ચીનનો સામનો કરવા માટે, અમેરિકાને ભારત જેવા મિત્રની જરૂર છે.’

Live Updates
19:08 (IST) 21 Aug 2025
Gujarat Rain : રાજ્યના 180 તાલુકામાં મેઘમહેર, સાબરકાંઠાના તલોદમાં 1.69 ઇંચ વરસાદ
Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 21 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 180 તાલુકામાં વરસાદ વરસ્યો છે …અહીં વાંચો
18:39 (IST) 21 Aug 2025
એથરે બતાવી EL પ્લેટફોર્મની ઝલક, 30 ઓગસ્ટે ઇલેક્ટ્રિક સ્કૂટર થશે લોન્ચ
એથર એનર્જી 30 ઓગસ્ટના રોજ બેંગલુરુમાં તેના વાર્ષિક કોમ્યુનિટી ડે પર ઓછી કિંમતના EL ઇલેક્ટ્રિક સ્કૂટરને રજૂ કરશે. તે એક ફેમિલી સ્કૂટરનો સંકેત આપે છે …સંપૂર્ણ વાંચો
17:57 (IST) 21 Aug 2025
સરકારનો નિર્ણય, પાકિસ્તાન સાથે રમતના સંબંધો ખતમ, પણ એશિયા કપમાં રમવા પર પ્રતિબંધ નહીં
India vs Pakistan Match : કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના સ્પોર્ટ્સના સંબંધો નહીં રાખે. રમત મંત્રાલયે ગુરુવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાન કોઈ પણ દ્વિપક્ષીય રમત મેચમાં સામેલ નહીં થાય, પરંતુ ક્રિકેટ ટીમને આવતા મહિને એશિયા કપ રમવાથી રોકવામાં આવશે નહીં …બધું જ વાંચો
17:03 (IST) 21 Aug 2025
અભિનેત્રીનો આરોપ, મને અશ્લિલ મેસેજ મોકલી હોટલમાં બોલાવી…યુવા કોંગ્રેસ અધ્યક્ષનું રાજીનામું
અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો તેનો એક યુવા રાજનેતા સાથે ખરાબ અનુભવ રહ્યો, આ નેતા ટીવી ચેનલો પર સક્રિય રહે છે અને આંદોલનોમાં સૌથી આગળ રહે છે. તેણે તેને અશ્લિલ મેસેજ મોકલ્યા હતા અને હોટલના રૂમમાં બોલાવી હતી …વધુ વાંચો
15:22 (IST) 21 Aug 2025
Bank Bharti 2025 : કોલેજ પાસ ઉમેદવારો માટે બેંકમાં તગડા પગાર વાળી નોકરી મેળવવાની તક
Bank of Maharashtra recruitment 2025, BOM ભરતી 2025 : બેંક ઓફ મહારાષ્ટ્રા ભરતી અંતર્ગત જનરલિસ્ટ અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. …સંપૂર્ણ વાંચો
13:21 (IST) 21 Aug 2025
Today News Live: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીએ પોતાનું ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન સોનિયા-રાહુલ, ખડગે, સપા નેતા રામગોપાલ યાદવ, એનસીપીના વડા શરદ પવાર, શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉત અને વિપક્ષના ઘણા મોટા નેતાઓ તેમની સાથે હાજર રહ્યા હતા.

અગાઉ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને ગઈકાલે ઉમેદવારી નોંધાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુદર્શન રેડ્ડીએ ચાર સેટમાં ઉમેદવારી નોંધાવી હતી. સેટમાં 20 પ્રસ્તાવકો અને 20 સમર્થકો હતા. બી. સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવતા પહેલા સ્વતંત્રતા સેનાનીઓ અને મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

12:40 (IST) 21 Aug 2025
Gujarat rain : ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો, 70 ડેમ હાઈએલર્ટ પર, સરદાર સરોવર ડેમની શું છે સ્થિતિ?
Gujarat average rainfall data : ગુજરાતમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. …અહીં વાંચો
12:24 (IST) 21 Aug 2025
Constitution 130th Amendment Bill 2025 : 30 દિવસ પછી PM, CM કે મંત્રીઓને પદ પરથી દૂર કરવાના બિલ વિશે 5 મોટી વાતો
Constitution 130 Amendment Bill 2025 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને રજૂ કર્યો હતો અને વિપક્ષે તેના પર હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ, આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. …સંપૂર્ણ માહિતી
12:13 (IST) 21 Aug 2025
Ahmedabad Bharti 2025 : ધો.9 પાસ સ્ત્રી-પુરુષો માટે અમદાવાદમાં નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી
Ahmedabad Traffic Brigade Recruitment 2025 : અમદાવાદ ભરતી 2025 અંતર્ગત ટ્રાફિક બ્રિગેડ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, માનદ વેતન, અરજી પ્રક્રિયા, શારીરિક લાયકાત સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. …બધું જ વાંચો
10:51 (IST) 21 Aug 2025
Today News Live: દિલ્હીની શાળાઓને ફરી ધમકી, ચાર દિવસમાં ત્રીજી વખત ઇમેઇલ આવ્યા

દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇમેઇલ મળ્યા છે. ગુરુવારે સવારે રાજધાનીની ઓછામાં ઓછી છ શાળાઓમાં આવા ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા, જેના પછી સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. શાળાઓને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટી ટીમોએ તપાસ શરૂ કરી હતી.

ધમકીઓ મળેલી શાળાઓમાં પ્રસાદ નગરમાં આંધ્ર એજ્યુકેશન સોસાયટી સિનિયર સેકન્ડરી સ્કૂલ, દ્વારકા સેક્ટર-5માં બીજીએસ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, છાવલામાં રાવ માન સિંહ સિનિયર સેકન્ડરી સ્કૂલ, દ્વારકા સેક્ટર-1માં મેક્સફોર્ટ સ્કૂલ અને દ્વારકા સેક્ટર-10માં ઇન્દ્રપ્રસ્થ ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. આ ઇમેઇલ્સમાં લખવામાં આવ્યું હતું કે શાળાઓમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે, ત્યારબાદ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

08:41 (IST) 21 Aug 2025
Google Pixel 10 : ગૂગલ પિક્સેલ 10 સિરીઝના શક્તિશાળી સ્માર્ટફોન લોન્ચ, જાણો તમામ મોડલની કિંમત અને ફીચર્સ વિશે
Google Pixel Phones Launched in india : આખરે રાહ જોવાની ઘડી પૂરી થઈ અને નવા પિક્સેલ સ્માર્ટફોન્સ મેડ બાય ગૂગલ 2025 ઓફ ધ યર ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ગૂગલ પિક્સેલ 10 સિરીઝમાં, ગૂગલે નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન સહિત કુલ 4 નવા હેન્ડસેટનું અનાવરણ કર્યું છે. …વધુ માહિતી
08:24 (IST) 21 Aug 2025
Gujarat Rain : ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ, 226 તાલુકામાં વરસાદ, જૂનાગઢ- પોરબંદરમાં 10 ઈંચથી વધુ નોંધાયો
Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાજ્યમાં જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. બંને જિલ્લાઓમાં 10 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. …બધું જ વાંચો
08:15 (IST) 21 Aug 2025
Today News Live: ગુજરાતમાં 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડ પ્રમાણે 20 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 21 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યા વચ્ચે 24 કલાકમાં ગુજરાતમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને રાજ્યમાં જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. બંને જિલ્લાઓમાં 10 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

07:41 (IST) 21 Aug 2025
Today News Live: નિક્કી હેલીએ ટ્રમ્પ વહીવટી તંત્રને આપી ચેતવણી

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ટ્રમ્પ વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે ભારત-અમેરિકા સંબંધો એક મહત્વપૂર્ણ વળાંક પર છે અને જો વોશિંગ્ટનને ચીનની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને નિયંત્રિત કરવી હોય, તો આ સંબંધોને શક્ય તેટલી વહેલી તકે સુધારવા પડશે. બુધવારે ન્યૂઝવીકમાં પ્રકાશિત એક લેખમાં હેલીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન તેલ અને ટેરિફ વિવાદના મુદ્દાને વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓ વચ્ચે તિરાડ ઊભી કરવા દેવી જોઈએ નહીં. તેણીએ લખ્યું, ‘યુનાઇટેડ સ્ટેટ્સે તેની સૌથી મહત્વપૂર્ણ વસ્તુને અવગણવી જોઈએ નહીં. ચીનનો સામનો કરવા માટે, અમેરિકાને ભારત જેવા મિત્રની જરૂર છે.’

Web Title: Today latest live news update in gujarati 21 august 2025 nikki haley warns trump administration ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×