Today Latest News Update in Gujarati 10 August 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગ્લોર મુલાકાતે જવાના છે. આજે પીએમ મોદી બેંગ્લોરના KSR રેલવે સ્ટેશન પર 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. ઉપરાંત બેંગ્લોર મેટ્રોની યલો લાઇન સેવાનું ઉદઘાટન કરશે. ત્યારપછી એક જાહેર સભાને પણ સંબોધિત કરી શકે છે.
દિલ્હીમાં થાર ચાલકે રસ્તે જતા 2 વ્યક્તિને કચડી નાંખ્યા, એકનું કરુણ મોત
નવી દિલ્હીમાં 11 મૂર્તિ પાસે ચાણક્યપુરીના પોશ વિસ્તારમાં રવિવારની સવારે ફુલ સ્પીડમાં આવતા થાર કાર ચાલકે રસ્તા પર ચાલીને જઇ રહેલા બે લોકોને કચડી નાંખવાની ઘટના બની છે. આ એક્સિડેન્ટમાં 1 વ્યક્તિનું કરુણ મોત થયું છે અને બીજો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, જ્યાં ગંભીર એક્સિડેન્ટ થયો છે, જે રાષ્ટ્રપતિ ભવનથી માત્ર 2 કિમી દૂર છે. થારને સ્પીડ એટલી વધારે હતી કે આગળનું ટાયર પણ નીકળી ગયું હતું.
ભાજપ લોકતંત્ર અને સંવિધાન ખતમ કરી રહી છે, SIR બહું મોટું કૌભાંડ છે : તેજસ્વી યાદવ
બિહારમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે ભાજપ આકરા પ્રહાર કર્યા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવે કહ્યું કે, અમે વારંવાર કહી રહ્યા છીએ કે, લોકતંત્ર અને સંવિધાનને ભાજપ ખતમ કરી રહી છે, SIR બહું મોટું કૌભાંડ છે, અદાલતમાં આ મામલો છે અને અમે પુરાવા સાથે અમારી વાત રજૂ કરીશું કે કેવા પ્રકારની ગેરરીતિઓ ચાલી રહી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હા પાસે બે EPIC નંબર છે, તે પણ અલગ અળગ વિધાનસભા ક્ષેત્રના, 1માં 57 વર્ષ ઉંમર છે તો બીજામાં 60 વર્ષ છે. ચૂંટણી પંચની એપ્લિકેશન પર આ ઓનલાઇન પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગ્લોરમાં 3 રોડ શો કર્યો હતો. ઉપરાંત 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી શુભારંભ કરાવ્યો છે. નવી 3 વંદે ભારત ટ્રેનમાં બેંગ્લોરથી બેલગાયી, અમૃતસર થી શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને નાગપુર (અજની) થી પુના સુધીની ટ્રેન સામેલ છે. ઉપરાંત 15160 કરોડ રૂપિયાથી વધુ ખર્ચથી નિર્માણધીન બેંગ્લોર મેટ્રો ફેઝ 3 પ્રોજેક્ટની આધારશીલા મૂકી હતી. બેંગ્લોર મુલાકાત દરમિયાન પીએમ મોદી એ કર્માટકના મુખ્યમંત્રી સિદ્ધરામૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે યેલો લાઇન મેટ્રોની મુસાફરી કરી હતી.
https://platform.twitter.com/widgets.js#watch कर्नाटक: प्रधानमंत्री नरेंद्र मोदी ने बेंगलुरु के बेल्लारी रोड पर रोड शो किया।(सोर्स: ANI/DD) pic.twitter.com/FTPT1lD7eE
— ANI_HindiNews (@AHindinews) August 10, 2025
બિહારમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે ભાજપ આકરા પ્રહાર કર્યા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવે કહ્યું કે, અમે વારંવાર કહી રહ્યા છીએ કે, લોકતંત્ર અને સંવિધાનને ભાજપ ખતમ કરી રહી છે, SIR બહું મોટું કૌભાંડ છે, અદાલતમાં આ મામલો છે અને અમે પુરાવા સાથે અમારી વાત રજૂ કરીશું કે કેવા પ્રકારની ગેરરીતિઓ ચાલી રહી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હા પાસે બે EPIC નંબર છે, તે પણ અલગ અળગ વિધાનસભા ક્ષેત્રના, 1માં 57 વર્ષ ઉંમર છે તો બીજામાં 60 વર્ષ છે. ચૂંટણી પંચની એપ્લિકેશન પર આ ઓનલાઇન પણ છે.
https://platform.twitter.com/widgets.js#watch पटना, बिहार: राजद नेता तेजस्वी यादव ने कहा, "हम बार-बार इस बात को कह रहे हैं कि लोकतंत्र और संविधान को भाजपा खत्म कर रही है…SIR बहुत बड़ा फर्जीवाड़ा है…कोर्ट में भी यह मामला है और हम पूरे प्रमाण के साथ कोर्ट में भी अपनी बात रखेंगे कि किस तरह का फर्जीवाड़ा चल रहा है…" pic.twitter.com/kINUTbEWbN
— ANI_HindiNews (@AHindinews) August 10, 2025
નવી દિલ્હીમાં 11 મૂર્તિ પાસે ચાણક્યપુરીના પોશ વિસ્તારમાં રવિવારની સવારે ફુલ સ્પીડમાં આવતા થાર કાર ચાલકે રસ્તા પર ચાલીને જઇ રહેલા બે લોકોને કચડી નાંખવાની ઘટના બની છે. આ એક્સિડેન્ટમાં 1 વ્યક્તિનું કરુણ મોત થયું છે અને બીજો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, જ્યાં ગંભીર એક્સિડેન્ટ થયો છે, જે રાષ્ટ્રપતિ ભવનથી માત્ર 2 કિમી દૂર છે. થારને સ્પીડ એટલી વધારે હતી કે આગળનું ટાયર પણ નીકળી ગયું હતું.
https://platform.twitter.com/widgets.js#watch | New Delhi | One person dead, another injured, after they were hit by a car on 11 Murti Road earlier today. The car driver has been detained: Delhi Police pic.twitter.com/uD1QWsEGW7
— ANI (@ANI) August 10, 2025