scorecardresearch
Premium

Pinaki Misra Marriage: ટીએમસીના 51 વર્ષના સાંસદ મહુઆ મોઇત્રાએ કર્યા લગ્ન, જાણો 66 વર્ષીય પતિ પિનાકી મિશ્રા કોણ છે?

Pinaki Misra Mahua Moitra Marriage: 51 વર્ષીય મહુઆ મોઇત્રા અને 66 વર્ષના પિનાકી મિશ્રાના લગ્નની વાયરલ તસવીરમાં બંને એકબીજાના હાથ પકડીને જોઈ શકાય છે. આ દરમિયાન, મહુઆએ ગોલ્ડ અને આછા ગુલાબી રંગની સાડી પહેરી છે. જોકે લગ્ન અંગે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી

Pinaki Misra Wife News
Mahua Moitra Marriage : મહુઆ અને પિનાકીના લગ્નની વાયરલ તસવીરમાં બંને એકબીજાના હાથ પકડીને જોઈ શકાય છે ફોટો: X)

Pinaki Misra Mahua Moitra Marriage : તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રાએ જર્મનીમાં લગ્ન કર્યા કરી લીધા હોવાના અહેવાલ છે. તેમણે એક ખાનગી સમારંભમાં બીજુ જનતા દળ (BJD) ના ભૂતપૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. મહુઆએ 3 મેના રોજ પિનાકી સાથે લગ્ન કર્યા હતા. પિનાકી મિશ્રા બીજુ જનતા દળમાંથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ પહેલી વાર 1996 માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ 2009 થી 2019 સુધી સાંસદ રહ્યા હતા.

મહુઆ અને પિનાકીના લગ્નની વાયરલ તસવીરમાં બંને એકબીજાના હાથ પકડીને જોઈ શકાય છે. આ દરમિયાન, મહુઆએ ગોલ્ડ અને આછા ગુલાબી રંગની સાડી પહેરી છે. જોકે લગ્ન અંગે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. લગ્નના સમાચાર ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતા, તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ પણ દાવો કર્યો હતો કે તેઓ આ વિશે અજાણ હતા.

12 ઓક્ટોબર 1974 ના રોજ આસામમાં જન્મેલી મહુઆએ ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 2010 માં મમતા બેનર્જીની ટીએમસીમાં જોડાયા હતા. મોઇત્રા 2019 માં પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 2024માં પણ સાંસદ તરીકે ચૂંટાયા હતા. મહુઆ મોઇત્રા બંગાળના કૃષ્ણનગરથી બે વખત સાંસદ છે.

મહુઆ મોઇત્રાના પતિ કોણ છે?

મહુઆ મોઇત્રાના પતિ પિનાકી મિશ્રા બીજેડીના એક કદાવર નેતા છે. તેમનો જન્મ 1959 માં થયો હતો. તેઓ 1996 માં પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે તત્કાલીન કેન્દ્રીય મંત્રી બ્રજેશ કિશોર ત્રિપાઠીને હરાવ્યા હતા.

આ પણ વાંચો – વિશ્વ પર્યાવરણ દિવસ કેમ મનાવાય છે? જાણો ઇતિહાસ, થીમ અને મહત્વ

પિનાકી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. તેમની લગભગ ત્રણ દાયકાની લાંબી રાજકીય અને કાનૂની કારકિર્દી છે. તેઓ ઘણી હાઇ પ્રોફાઇલ સમિતિઓના સભ્ય પણ રહ્યા છે.

Web Title: Tmc mp mahua moita married to pinaki misra in germany know who is pinaki misra ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×