scorecardresearch
Premium

કોંગ્રેસને બંગાળમાં આંચકો, ટીએમસી તમામ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે; યુસુફ પઠાણ અધીર રંજન ચૌધરી સામે ટકરાશે

TMC Candidates Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે ટીએમસી વડા મમતા બેનર્જી દ્વારા પશ્ચિમ બંગાળના 42 ઉમેદવારની ઘોષણા કરવામાં આવી છે. જેમાં યુસુફ પઠાણ, એનર્જી અભિષેક અને મહુઆ મોઈત્રા, શત્રુધ્ન સિંહા સહિત દિગગ્જ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

Mamata Banerjee | Mamata Banerjee TMC | West Bengal CM Mamata Banerjee
તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. (Photo – @MamataOfficial)

TMC Candidates Lok Sabha Elections 2024 : પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે ટીએમસી એ કોલકત્તાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી પોતાના લોકસભા ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે.બંગાળમાં 42 લોકસભા બેઠક છે અને તૃણમુલ કોંગ્રેસ તમામ બેઠકો પર ચૂંટણી લડશે. ટીસીએમના ઉમેદવારોમાં ક્રિકેટર યુસુફ પઠાણનો સમાવેશ થાય છે.

ટીએમસીના આ કાર્યક્રમમાં પક્ષના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પક્ષના મહાસચિવ અભિષેક બેનર્જી અને લોકસભાના ઉમેદવારો હાજર રહ્યા હતા.

ટીએમસી દ્વારા લોકસભા ચૂંટણી માટે 42 ઉમેદવાર જાહેર

કોલકત્તાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજી ટીએમસી લોકસભા ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે. આ દરમિયાન ટીએમસીએ રાજ્યની 42 લોકસભા બેઠક માટે 42 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનને મમતા બેનર્જીનો ઝટકો

ટીએમસીના મહાસચિવ અને મમતા બેનર્જી ના ભત્રીજા અભિષેક બેનર્જી મહત્વપૂર્ણ ભાષણ આપ્યુ હતું. આ દરમિયાન ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીએ ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. અભિષેક બેનર્જીએ કહ્યું કે, માત્ર ભાજપ સાથે જ નહીં, અમારી લડાઈ કોંગ્રેસ અને લેફ્ટ સાથે પણ છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે, કોંગ્રસ સહિત વિવિધ વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનનો ટીએમસી એક હિસ્સો છે. તેમ છતાં તેણે બંગાળમાં તમામ બેઠકો ચૂંટણી લડવાની ઘોષણા કરી છે.

ટીએમસીના ક્યા ઉમેદવાર ક્યાંથી લડશે

લોકસભા બેઠકઉમેદવાર
કૂચ બિહારજગદીશ ચંદ્ર બસુનિયા
અલીપુરદ્વારપ્રકાશ ચિકબરાઈ
જલપાઈગુડીનિર્મલ રોય
દાર્જિલિંગગોપાલ લામા
રાયગંજકૃષ્ણા કલ્યાણી
બાલુરઘાટબિપ્લબ મિત્ર
માલદા આન્સરપ્રસુન બેનર્જી
માલદા દક્ષિણશાનવાઝ અલી રહેમાન
જાંગીપુરખલીલુલ રહેમાન
બહેરામપુરયુસુફ પઠાણ
મુર્શિદાબાદઅબુ તાહેર ખાન
કૃષ્ણનગરમહુઆ મૈત્રા
રાણાઘાટક્રાઉન જ્વેલ પ્રોસેસર
બાણગાંવબિશ્વજીત દાસ
બેરકપુરપાર્થ ભૌમિક
દમ દમસૌગાત રોય
બારાસતકાકલી ઘોષ દસ્તીદાર
બસીરહાટહાજી નુરુલ ઈસ્લામ
જયનગરપ્રતિમા મંડળ
મથુરાપુરબાપી હલદર
ડાયમંડ હાબરાઅભિષેક બેનર્જી
જાદવપુરસયાની ઘોષ
કોલકાતા દક્ષિણમાલા રોય
કોલકાતા ઉત્તરસુદીપ બેનર્જી
હાવડાપ્રસુન બેનર્જી
ઉલુબેરિયાસજના અહેમદ
શ્રીરામપુરકલ્યાણ બેનર્જી
હુગલીરચના બેનર્જી
આરામબાગમિતાલી બાગ
તમલુકદેવાંશુ ભટ્ટાચાર્ય
કંઠીગુડ હાઉસકિપર
ઘાટલદીપક અધિકારી
ઝારગ્રામકાલિપદ સરન
મેદિનીપુરજૂને માલિયા
પુરુલિયાશાંતિરામ મહતો
બાંકુરાઅરૂપ ચક્રવર્તી
બર્દવાન પૂર્વડૉ. શર્મિલા સરકાર
બર્દવાન આન્સરકીર્તિ આઝાદ
આસનસોલશત્રુઘ્ન સિંહા
બોલપુરઅસિતકુમાર માલ
બીરભૂમશતાબ્દી રોય
બિષ્ણુપુરસુજાતા મંડળ

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ફટકો, સાંસદ બ્રિજેન્દ્ર સિંહનું રાજીનામું; કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો

તમને જણાવી દઇયે કે, પશ્ચિમ બંગાળ માં કુલ 42 લોકસભા બેઠકો છે. જેમા 32 બિન અનામત બેઠકો છે. તો 10 અનુસૂચિત જાતિ (એસસી) અને 2 અનુસૂચિત જનજાતિ (એસટી) ઉમેદવારો માટે અનામત છે.

Web Title: Tmc 42 candidates lok sabha elections 2024 mamata banerjee abhishek banerjee cricketer yousuf pathan as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×