ઉત્તર પ્રદેશના બરેલીમાં કોર્ટે એક એવો ફેંસલો સંભળાવ્યો છે, જેમે જાણ્યા બાદ દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે. ખરેખરમાં એવું ભાગ્યે જ જોવા મળે છે કે આરોપી વ્યક્તિને કોર્ટ છોડી મૂકે અને આરોપ લગાવનાર વ્યક્તિને કોર્ટ સજા સંભળાવે. કંઈક આ પ્રકારનો મામલો સામે આવ્યો છે જ્યાં બરેલી કોર્ટે એક યુવતીને 4 વર્ષની સજા સંભળાવી છે. કારણ કે યુવતીએ યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પરંતુ કોર્ટમાં મામલો પુરવાર થયો નહીં. જેના પછી કોર્ટે આ ફેંસલો સંભળાવ્યો છે.
કોર્ટની સામે આ કેસની સુનાવણી દરમિયાન યુવતી પોતાના દ્વારા જ લગાવવામાં આવેલા આરોપોથી ફરી ગઈ. જેના પછી જજે કહ્યું કે જે વ્યક્તિ પર આરોપ લાગ્યો છે તે જેટલા સમય સુધી જેલમાં રહી ચુક્યો છે તેટલો જ સમય હવે તમારે પણ જેલમાં રહેવું પડશે. આ સાથે જ જજે યુવતી પર પાંચ લાખ રૂપિયાનો અર્થદંડ પણ ફટકાર્યો હતો.
આવો તમને આખી ખબર વિશે જણાવીએ- આજતકની રિપોર્ટ અનુસાર, બરેલીનો રહેવાસી વ્યક્તિ વર્ષ 2009માં શ્રાવણના પ્રોગ્રામ દરમિયાન યુવતીની મોટી બહેનને મળ્યો હતો. જેના પછી યુવક(અજય ઉર્ફ રાઘવ) યુવતીની બહેન નીતુના ઘરે જવા લાગ્યો. નીતુએ રાઘવને પ્રોગ્રામના વિષય અંતર્ગત પોતાના ઘરે બોલાવ્યો હતો. જેના પછી નીતુ અન રાઘવ ઘણા સ્થાને પ્રોગ્રામમાં ગયા હતા. જોકે નીતુની સાથે તેનો પતિ પણ જતો હતો.
જ્યાં પણ જાવ છું લોકો શંકાની નજરે જોવે છે
રાઘવનું માનીએ તો નીતુના ઘરે જવાની વાત તેની માતા અને તેનો ભાઈ પણ જાણતો હતો. આ દરમિયાન તે ગાયબ થઈ ગઈ. જેના પછી મારા પર અપહરણ અને રેપનો કેસ નોંધવામાં આવ્યો હતો. મારી કારકીર્દિ સમાપ્ત થઈ ગઈ. મને બદનામ કરવામાં આવ્યો. આજના સમયમાં પણ હું ક્યાંય પણ જાવ છું તો લોકો મને શંકાની નજરે જોવે છે.પરંતુ કોર્ટે જે સજા સંભળાવી છે કે ઐતિહાસિક છે.
કોર્ટે કહ્યું કે જેટલા દિવસ યુવકે સજા ભોગવી છે તેટલા જ દિવસ હવે યુવતીએ જેલમાં રહેવું પડશે. આ સાથે જ યુવક જેલમાં ન હોત તો તે બહાર કામ કરીને કમાઈ શકતો હોત. આવામાં કોર્ટે યુવતી પર 5,88,000નો દંડ પણ લગાવ્યો છે. કોર્ટે કહ્યું કે યુવકને ભલે કોર્ટમાંથી છોડી દેવામાં આવ્યો હોય પરંતુ યુવતી દ્વારા લગાવવામાં આવેલા ખોટા આરોપો ક્યારેય હટશે નહીં.
યુવતીએ કોર્ટને ગેરમાર્ગે દોરી
યુવકે જણાવ્યું કે, પહેલા તો યુવતીએ કોર્ટમાં જણાવ્યું કે તે ભણેલી નથી. જેના પછી તેના સહી કરવાની વાત આવી તો યુવતીએ અંગ્રેજીમાં સહી કરી. જેને જોતા જ જજ સાહેબ ભડકી ગયા. આ સાથે જ યુવતીએ જુબાની આપતા સમયે પોતાની વાત પરથી જ ફરી ગઈ. આવામાં જજ સાહેબે યુવતીને કોર્ટમાં ખોટુ બોલવા અને જાણી જોઈને ફસાવવાના આરોપમાં સજા સંભળાવી. જ્યારે યુવકને છોડી દેવાયો.