Jammu and Kashmir Terrorists Attack: જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રવાસન સ્થળ ગુલમર્ગ નજીક કાશ્મીરના બોટા પાથરી ગામમાં સૈન્યના કાફલા પર આતંકવાદીઓએ એક વાહન પર હુમલો કરતાં બે સૈનિકો શહીદ થયા છે. જ્યારે બે પોર્ટરના મોત થયા છે. આ વિસ્તાર ગુલમર્ગથી લગભગ સાત કિલોમીટર દૂર છે અને નિયંત્રણ રેખાની નજીક છે. આ વિસ્તારમાં નાગરિકોની અવરજવર પ્રતિબંધિત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ત્રણ સૈનિકો પણ ઘાયલ થયા છે.
આ વાહન 18 રાષ્ટ્રીય રાઈફલ (આરઆર)નું હતું. જ્યારે આતંકીઓએ હુમલો કર્યો ત્યારે વાહન બોટાપાથથી આવી રહ્યું હતું. હુમલા દરમિયાન એક કપલી પણ ગંભીર રૂપે ઘાયલ થયો છે.
પોલીસ અનુસાર, નિયંત્રણ રેખા (એલઓસી) પાસે ગુલમર્ગના બુટાપથરીના નાગિન પોસ્ટ ક્ષેત્રની પાસે સેનાના વાહન પર ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક આતંકીના ઘાયલ થયાની પણ ખબર છે. જાણકારી મળી છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસને શંકા છે કે આ એલઓસી પાસે ઘૂસણખોરીનો મામલો હોઈ શકે છે.
પોલીસ સૂત્રોએ ઘટનાની પુષ્ટી કરી છે, જોકે સેના તરફથી અત્યાર સુધીમાં કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ મામલો જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી મુલાકાત કરવા તથા જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની ભલામણ કરનાર કેબિનેટ પ્રસ્તાવ રજુ કરવાના થોડા કલાકો બાદ થયો છે.
આ પણ વાંચો: અંતરિક્ષમાં એક સેટેલાઈટ તૂટીને વિખેરાઈ ગયો અને કોઈને ખબર નથી કે આવું કેમ થયું?
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ કાશ્મીરમાં ગૈર-સ્થાનિય મજુરો પર હુમલાઓ વધી ગયા છે. નવો હુમલો ગુરૂવારે સવારે થયો. આતંકવાદીઓએ આજે સવારે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ઉત્તર પ્રદેશના મજુરોને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા. રવિવારે ગંદેરબલ જિલ્લામાં એક નિર્માણ સ્થળ પર થયેલા આતંકવાદી હુમલામાં છ ગૈર-સ્થાનીય મજૂર અને એક સ્થાનિક ડોક્ટરનું મોત થયુ હતું. જ્યારે 18 ઓક્ટોબરે શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ બિહારના એક મજુરની હત્યા કરી દીધી હતી.