scorecardresearch
Premium

Surya Grahan 2025 Date: વર્ષ 2025 માં પ્રથમ સૂર્ય ગ્રહણ ક્યારે છે? અત્યારે જ નોંધી લો તારીખ અને સમય

Solar Eclipse 2025 Date And Time: વર્ષ 2025નું પ્રથમ સૂર્ય ગ્રહણ 29 માર્ચના રોજ લાગશે. આ સૂર્ય ગ્રહણની શરૂઆથ 2 વાગીને 20 મિનિટ પર થશે અને 6 વાગીને 13 મિનિટ પર સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે ભારતમાં વર્ષના આ પ્રથણ સૂર્ય ગ્રહણને જોઈ શકાશે નહીં.

Surya Grahan 2025, first solar eclipse 2025, solar eclipse date,
વર્ષ 2025નું પ્રથમ સૂર્ય ગ્રહણ 29 માર્ચના રોજ લાગશે. (તસવીર: Freepik)

Solar Eclipse 2025 Date And Time: સૂર્ય ગ્રહણ એક એવી ઘટના છે જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્રમા આવી જાય છે અને પૃથ્વી પર સૂર્યની રોશની આવતી બંધ થઈ જાય છે. આ ખગોળીય ઘટનાને સૂર્ય ગ્રહણ (Solar Eclipse) કહેવમાં આવે છે. ભારતમાં વિજ્ઞાનની આ ઘટનાનું માત્ર વિઝ્યુઅલ મહત્ત્વ નથી પરંતુ સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય ગ્રહણ હિંદુ કેલેન્ડર પ્રમાણે અમાવસની તિથિ પર લાગે છે. વર્ષ 2024 માં કૂલ બે સૂર્ય ગ્રહણ (8 એપ્રિલ અને 2 ઓક્ટોબર)ના રોજ હતા. હવે આવનારા વર્ષે એટલે કે 2025 માં લાગનારા Solar Eclipse સાથે જોડાયેલ જાણકારી આવવાનું શરૂ થઈ ગયું છે. અમે તમને જણાવી રહ્યા છીએ વર્ષ 2025 ના પ્રથમ સૂર્ય ગ્રહણની તારીખ અને સમય વિશે…

સૂર્ય ગ્રહણ 2025 સમય અને તારીખ: Surya Grahan 2025 Date and Time

વર્ષ 2025નું પ્રથમ સૂર્ય ગ્રહણ 29 માર્ચના રોજ લાગશે. આ સૂર્ય ગ્રહણની શરૂઆથ 2 વાગીને 20 મિનિટ પર થશે અને 6 વાગીને 13 મિનિટ પર સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે ભારતમાં વર્ષના આ પ્રથણ સૂર્ય ગ્રહણને જોઈ શકાશે નહીં.

તમને જણાવી દઈએ કે એક આંશિક સૂર્ય ગ્રહણ (Partial Solar Eclipse) હશે. ભારતમાં ન દેખાવાના કારણે હિંદુ ધર્મમાં માનવામાં આવતા સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં.

ક્યાં ક્યાં જોવા મળશે વર્ષ 2025નું પ્રથણ સૂર્ય ગ્રહણ

29 માર્ચના રોજ લાગનારૂં પ્રથમ સૂર્ય ગ્રહણ બરમૂડા, કેનેડા, યૂએસએ, મોરક્કો, સ્પેન, ગ્રીનલેન્ડ, આયરલેન્ડ, ફ્રાંસ, યૂનાઈટેડ કિંગડમ, આઈસલેન્ડ, બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની, ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને રશિયા જેવા દેશોમાં જોવા મળશે. આ ગ્રહણ દુનિયાભરમાં યુરોપ, એશિયાના ઉત્તરી વિસ્તારો, આફ્રિકાના ઉત્તરી તથા પશ્ચિમિ વિસ્તારો સહિત નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકાના ઉત્તરી વિસ્તારો, એટલાન્ટિક તથા આર્કટિક ક્ષેત્રોમાં જોવા મળશે. જોકે 2024 ના બંને સૂર્ય ગ્રહણો માફક જ ભારતમાં પણ આ ગ્રહણ જોવા નહીં મળે.

આ પણ વાંચો: ભારતની બહાર કયાં દેશમાં રહે છે સૌથી વધુ ભારતીય? બીજા નંબર પર છે આ ઈસ્લામિક દેશ

આંશિક સૂર્ય ગ્રહણ

આંશિક સૂર્ય ગ્રહણમાં જ્યારે ચંદ્રમા સૂર્ય તથા પૃથ્વીની વચ્ચે એ પ્રકારે આવે છે કે સૂર્યનો થોડોક જ ભાગ પૃથ્વીથી દેખાય છે અર્થાત ચંદ્રમા, સૂર્યના થોડાક જ ભાગને પોતાની છાયામાં લઈ શકે છે. આથી સૂર્યનો થોડો ભાગ ગ્રહણ ગ્રાસમાં તથા થોડો ભાગ ગ્રહણથી પ્રભાવિત રહે છે તો પૃથ્વીના તે ભાગને વિશેષમાં લાગેલ ગ્રહણને આંશિક સૂર્ય ગ્રહણ કહેવાય છે.

ક્યારે લાગે છે સૂર્ય ગ્રહણ

જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવી જાય છે અને સૂર્યને સંપૂર્ણ રીતે અથવા આંશિક રીતે ઢાંકી લે છે, જેના કારણે સૂર્યનું અજવાળું પૃથ્વી પર ઓછુ અથવા આવતું જ નથી તો તેને સૂર્ય ગ્રહણ કહેામાં આવે છે.

Web Title: Surya grahan 2025 date when is the first solar eclipse in the year 2025 date and time rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×