NASA Sunita Williams Return Plan: સુનીતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવાના મિશનમાં ફરી વિલંબ થયો છે. નવ મહિના કરતા વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર ફસાયેલા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીમાં ફરી એકવાર વિલંબ થયો છે. નાસાએ અગાઉ જાહેરાત કરી હતી કે બંનેને 13 માર્ચે પાછા લાવવામાં આવશે, પરંતુ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે આ મિશન મુલતવી રાખવામાં આવ્યું હતું. આ વિલંબ બંને અવકાશયાત્રીઓ માટે કઠિન પરીક્ષાનો સમય બની ગયો છે, જેઓ માત્ર દસ દિવસના અવકાશ મિશન માટે અંતરિક્ષમાં ગયા હતા, ત્યાં તેઓ લગભગ 10 મહિનાથી ફસાયેલા છે.
બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેનિકલ અવરોધોને કારણે લાંબો વિલંબ થયો હતો. મિશન શરૂ થવાના થોડા કલાકો પહેલા ગ્રાઉન્ડ સિસ્ટમમાં સમસ્યા સર્જાતા તેને રોકવી પડી હતી. નાસાના પ્રવક્તા ડેરોલ નેલના જણાવ્યા અનુસાર, સમસ્યા હાઇડ્રોલિક સિસ્ટમમાં હતી, જ્યારે રોકેટ અને સ્પેસક્રાફ્ટ સંપૂર્ણ રીતે ઠીક હતા. આ ટેનિકલ અવરોધએ મિશનને ફરીથી અનિશ્ચિતતામાં મૂકી દીધું છે.
હવે તેમની વાપસી નાસા-સ્પેસએક્સ ક્રૂ-10 મિશન પર નિર્ભર કરે છે. ફાલ્કન 9 રોકેટ બુધવારે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થવાનું હતું, પરંતુ વિલંબને કારણે તેને ફરી શિડ્યુલ કરવામાં આવ્યું છે. આઇએસએસ પર ક્રૂ-9 સ્પેસક્રાફ્ટ ત્યારે જ પૃથ્વી પર પરત ફરી શકશે જ્યારે ક્રૂ-10 ત્યાં પહોંચશે. તે સ્પષ્ટ છે કે પૃથ્વી પર પરત આવવા માટે સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરને વધુ રાહ જોવી પડી શકે છે.
સ્પેસએક્સનું આ રોકેટ કેનેડી સ્પેસ સેન્ટર, કેપ કેનેવરલથી સાંજે 7:48 વાગ્યે ઇટી (2348 જીએમટી) પર લોન્ચ થવાનું હતું. આ મિશનમાં ચાર અવકાશયાત્રીઓ સામેલ હતા, જેમાં બે અમેરિકનો, એક જાપાની અને એક રશિયન અવકાશયાત્રી સામેલ હતા. જો કે, ટેક્નિકલ કારણોસર, પ્રક્ષેપણ સમયસર થઈ શક્યું ન હતું, જેના કારણે અવકાશ મિશનમાં વધુ વિલંબ થયો હતો.
નાસાએ પુષ્ટિ કરી છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર સવાર બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સ સુરક્ષિત છે. તેઓ સ્ટેશન પર વિવિધ સંશોધન કાર્યો અને જાળવણીમાં મદદ કરી રહ્યા છે. આ દરમિયાન તેમની વાપસીમાં સતત થઈ રહેલા વિલંબથી તેમના પરિવારની ચિંતા વધી ગઈ છે.
4 માર્ચના રોજ એક કોલ દરમિયાન, સુનીતા વિલિયમ્સે કહ્યું હતું કે તે તેમના વિસ્તૃત મિશન પછી શક્ય તેટલી વહેલી તકે પરિવાર અને તેના પાલતુ કૂતરાઓ સાથે મળવા માંગે છે. તે કબૂલ કરે છે કે તેના પરિવાર માટે આ કોઈ રોમાંચક સફરથી ઓછી નથી રહી, પરંતુ પોતાના માટે આ એક પડકારજનક અનુભવ રહ્યો છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે આઇએસએસ પર તેમનો સમય ખૂબ જ જ્ઞાનવર્ધક અને સંતોષકારક રહ્યો છે.
સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર માટે પૃથ્વી પર પાછા ફર્યા પછી પણ પડકારોનો અંત આવશે નહીં. માઈક્રોગ્રેવિટીમાં લગભગ દસ મહિના વિતાવવાને કારણે તેના શરીરને ફરીથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સાથે અનુકૂલન સાધવામાં સમય લાગશે. પૂર્વ અવકાશયાત્રી લેરોય ચિયાઓના જણાવ્યા અનુસાર, પાછા ફર્યા બાદ, પગ શક્તિ ગુમાવે છે અને ચાલવું મુશ્કેલ બની જાય છે, કારણ કે અવકાશમાં પગના કોલસ સમાપ્ત થઈ જાય છે.
આ વિલંબથી રાજકીય ચર્ચા પણ શરૂ થઈ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે બાઈડેન પ્રશાસનની ઝાટકણી કાઢતા આરોપ લગાવ્યો છે કે નાસા આ સમસ્યાના સમાધાન માટે પૂરતી ઝડપથી આગળ નથી વધી રહ્યું. જોકે નાસાએ સ્પષ્ટ કર્યું છે કે અવકાશયાત્રીઓની સુરક્ષા તેમના માટે ટોચની પ્રાથમિકતા છે અને કોઈ પણ જોખમને ટાળવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.