scorecardresearch
Premium

Space Walk Record: સુનિતા વિલિયમ્સે અવકાશમાં રચ્યો નવો ઇતિહાસ, જાણો ક્યારે પૃથ્વી પર પરત આવશે?

Sunita Williams Space Walk Record: નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટસનના અવકાશમાં 60 કલાક 21 મિનિટ ચાલવાનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે તે નાસાની યાદીમાં ચોથા સ્થાને આવી ગઇ છે.

sunita williams and Butch Wilmore in space | sunita williams | Butch Wilmore | NASA Astronautsspace | sunita Williams space walk

Sunita Williams Space Walk Record: નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે અવકાશમાં ઇતિહાસ રહ્યો છે. ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોરે ગુરુવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર 5.5 કલાક સુધી વોક કર્યું હતું. આ મિશન દરમિયાન બંનેએ પોતાની મહત્વની જવાબદારીઓ સારી રીતે નિભાવી અને એક નવો રેકોર્ડ પણ બનાવ્યો. નાસાએ આ ઉપલબ્ધિની વિશે જાણકારી આપતા કહ્યું કે, આ સુનિતાનો નવમો સ્પેસવોક અને બુચનો પાંચમો સ્પેસવોક છે. આમ, બંનેએ પોતાના સ્પેસ મિશનમાં સફળતાનો વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.

સુનિતા વિલિયમ્સનું અત્યાર સુધીનું સૌથી લાંબું સ્પેસ વોક

આ મિશન દરમિયાન સુનિતા વિલિયમ્સે અત્યાર સુધીમાં કુલ 62 કલાક અને 6 મિનિટનો સ્પેસ વોક ટાઇમ પૂરો કર્યો છે. આ સાથે તે નાસાની યાદીમાં ચોથા સ્થાને આવી ગઇ છે. સુનિતા વિલિયમ્સ આ એક મોટી સિદ્ધિ છે કારણ કે તેમણે ઊંડા અવકાશમાં રહીને અત્યાર સુધીના તેના તમામ મિશનમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કર્યા છે. તેમણે અંતરિક્ષમાં આટલો લાંબો સમય વિતાવીને માત્ર પોતાને જ નહીં, પરંતુ પોતાના દેશ અને અંતરિક્ષ વિજ્ઞાનને પણ ગૌરવ અપાવ્યું છે તે તેમના અને નાસા માટે ગર્વની વાત છે.

સ્પેસ વોક દરમિયાન મહત્વપૂર્ણ કામ

આ સ્પેસ વોક દરમિયાન સુનિતા વિલિયમ્સ અને બૂચે ઘણા મહત્વના કામ પૂરા કર્યા હતા. આ કાર્યોનો મુખ્ય ભાગ એ સ્પેસ સ્ટેશનના ટ્રસ માંથી રેડિયો ફ્રીક્વન્સી સમૂહ એન્ટેના એસેમ્બલીને દૂર કરવાનો હતો. આ સાથે જ તેમણે ડેસ્ટિની લેબોરેટરી અને ક્વેસ્ટ એરલોકમાંથી સપાટી પરના મટિરિયલના નમૂના પણ એકત્રિત કર્યા હતા. આ કામગીરી મારફતે બંનેએ અવકાશમાં માનવ જીવન માટે જરૂરી વૈજ્ઞાનિક માહિતી એકત્રિત કરવામાં મદદ કરી. આ કામોનો હેતુ ઈન્ટેશનલ સ્પેસ સ્ટેશનના ઉપકરણોની કાર્યક્ષમતા જાળવવા અને સુધારવાનો હતો.

સનિતા વિલિયમ્સને અંતરિક્ષ માંથી પરત લાવવા નાસા અને સ્પેસએક્સ કાર્યરત

નાસાએ તાજેતરમાં જ અહેવાલ આપ્યો હતો કે તે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) માંથી સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવા માટે સ્પેસએક્સ સાથે કામ કરી રહ્યું છે. આ બંને અવકાશયાત્રીઓ જૂન 2024 માં બોઇંગના સ્ટારલાઇનરમાં સવાર થઈને આઈએસએસ પહોંચ્યા હતા, અને તેમનું મિશન આઠ દિવસનું હતું. જો કે કેટલીક ટેક્નિકલ સમસ્યાઓના કારણે તેઓ અંતરિક્ષ માંથી પરત આવી શક્યા નથી. હવે, નાસા અને સ્પેસએક્સ આ બંનેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા માટે એક નવી યોજના પર સાથે મળીને કામ કરી રહ્યા છે.

Sunita Williams When Return To Earth: સુનિતા વિલિયમ્સ ક્યારે પરત આવશે? 237 દિવસની અવકાશમાં

ઓગસ્ટ 2024માં, નાસાએ જાહેરાત કરી હતી કે સ્પેસએક્સ ફેબ્રુઆરી 2025 માં સુનિતા વિલિયમ્સ અને બૂચને પૃથ્વી પર પાછા લાવશે. જોકે સ્પેસએક્સના નવા અવકાશયાનની તૈયારીમાં વિલંબ થયો છે, જેના કારણે આ બંનેની વાપસી સ્થગિત કરી દેવામાં આવી છે. નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 8 દિવસ માટે અવકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયા હતા. પરંતુ અવકાશયાનમાં ટેકનિકલ ખામી સર્જાતા 237 દિવસથી ત્યાં ફસાયેલા છે.

હવે સ્પેસએક્સ અને નાસા બંને સાથે મળીને આ અવકાશયાત્રીઓને વહેલી તકે પૃથ્વી પર પાછા લાવવા માટે કામ કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે સ્પેસએક્સ ટૂંક સમયમાં જ બે અમેરિકન અવકાશયાત્રીઓને ધરતી પર પાછા લાવવાનું મિશન શરૂ કરશે, જે સ્પેસ એજન્સી વતી એક મોટું પગલું હશે.

આ મિશન દરમિયાન સુનિતા વિલિયમ્સ અને બુચે માત્ર અંતરિક્ષ વિજ્ઞાનમાં પોતાનું યોગદાન જ સાબિત નથી કર્યું, પરંતુ એ પણ બતાવ્યું કે કેવી રીતે અવકાશયાત્રીઓનું કામ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. આ સફળતા સાથે જ નાસા અને સ્પેસએક્સની ભાગીદારીએ ભવિષ્યમાં વધુ મોટા અંતરિક્ષ મિશનનો માર્ગ ખોલ્યો છે.

Web Title: Sunita williams record space walk on iss with butch wilmore nasa astronauts as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×