scorecardresearch
Premium

2 મહિનાથી સ્પેસમાં ફસાયેલી સુનીતા વિલિયન્સની વાપસીમાં 3 મોટો ખતરા કયા છે? Ex સ્પેસ કમાન્ડરે કર્યો ખુલાસો

Sunita Williams : નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર બે મહિનાથી વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ફસાયેલા છે. સ્પેસક્રાફ્ટમાં ખામીના કારણે હવે આ બંનેની વાપસી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે

Sunita Williams, Barry Wilmore, Nasa
નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર બે મહિનાથી વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ફસાયેલા છે (Express Image: Nasa)

Sunita Williams and Barry Wilmore return : નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર બે મહિનાથી વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ફસાયેલા છે. બંને અવકાશયાત્રીઓને બોઇંગના સ્ટારલાઇનર મિશન પર 8 દિવસ માટે મોકલવામાં આવ્યા હતા અને 14 જૂન સુધીમાં પૃથ્વી પર પાછા ફરવાના હતા. પરંતુ સ્પેસક્રાફ્ટમાં ખામીના કારણે હવે આ બંનેની વાપસી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ સ્પેસક્રાફ્ટને 5 જૂનના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને થ્રસ્ટર્સમાં ખામી અને હિલિયમ લીક થવાના કારણે હવે તે ISS પર ફસાઈ ગયું છે. થોડા અઠવાડિયા પહેલા સમાચાર આવ્યા હતા કે નાસા સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને પરત લાવવા માટે સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આ ફેબ્રુઆરી 2025 માં જ શક્ય બનશે એટલે કે બંનેને લગભગ 6 મહિના સુધી આઇએસએસ પર રહેવું પડી શકે છે.

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા અંતરિક્ષમાં ફસાયેલા આ યાત્રીઓને ધરતી પર પાછા લાવવા માટે બીજા ઘણા વિકલ્પો પર વિચાર કરી રહી છે. આ બંને વિશે ઘણા પ્રકારના સમાચારો પણ ફેલાઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરના હાડકાની ઘનતામાં ઘટાડો, આંખોની રોશની પર અસર પડવી અને સ્પેસસુટ યોગ્ય ન હોવા જેવા અહેવાલો છે.

અત્યારે નાસા એ નક્કી કરી શક્યું નથી કે તેણે ખરાબ સ્ટારલાઇનરથી બંનેને પાછા બોલાવવા જોઈએ કે બોઇંગના હરીફ સ્પેસએક્સ ડ્રેગનને મોકલવું જોઈએ. ડેલી મેલના એક અહેવાલ અનુસાર અમેરિકી સૈન્યમાં સ્પેસ સિસ્ટમના પૂર્વ કમાન્ડર રૂડી રિડોલ્ફીએ નાસા દ્વારા પરત ફરવા માટે સ્ટારલાઇનરની પસંદગી પર ઉભી થનારી ત્રણ ખતરનાક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કર્યો છે.

પ્રથમ : ખૂબ જ ઝડપથી રીએન્ટ્રી

રિપોર્ટના આધારે જો થ્રસ્ટર્સ ફેલ થઇ જાય છે તો સ્પેસક્રાફ્ટમાં માત્ર 96 કલાકનો ઓક્સિજન અને પાવર બચશે. જો સ્ટારલાઇનરના સર્વિસ મોડ્યુલ્સ રીએન્ટ્રી પર વખતે ખૂબ જ તીક્ષ્ણ ખૂણા પર કેપ્સૂલને રાખો છો તો વધેલી ટક્કરથી હીટ શિલ્ડ ફેલ થઇ શકે છે. આ કારણે કેપ્સ્યુલ વાયુમંડળમાં જ સળગી જશે અને તેમાં સવાર અવકાશયાત્રીઓને નુકસાન થશે.

બોઇંગના સ્ટારલાઇનરની મુખ્ય સમસ્યા તેના સર્વિસ મોડ્યુલની છે, જે આ સમગ્ર શીપનું કંટ્રોલ સેન્ટર છે. સર્વિસ મોડ્યુલમાં એક સિસ્ટમ છે જે થ્રસ્ટર્સ, પાણી, અવકાશયાત્રીઓ માટે ઓક્સિજન અને પાવરને નિયંત્રિત કરે છે. નોંધનીય છે કે સર્વિસ મોડ્યુલ પૃથ્વી પર ફરીથી પ્રવેશ માટે એક નિશ્ચિત એંગલ પર છે.

બીજુ : ઘણો ઉથલો એંગલ

રિડોલ્ફીના જણાવ્યા અનુસાર જો રિએન્ટ્રી વખતે એંગલ ઘણો ઉથલો રહે તો કેપ્સ્યુલ જ્યારે પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરે ત્યારે ઝડપથી ઉછળી શકે છે અને ફરી સ્પેસ તરફ થઇ શકે છે. આનો અર્થ એ છે કે બંને અવકાશયાત્રીઓ ભ્રમણકક્ષામાં ક્યાંક ફસાયેલા રહેશે અને પછી નાસાએ તેમને શોધવા અને કેપ્સ્યુલ શોધવા માટે ફરીથી સંઘર્ષ કરવો પડશે.

ત્રણ: રિટર્ન પર થ્રસ્ટર ફેલ્યર

સ્ટારલાઇનરના ઘણા થ્રસ્ટર્સ પહેલેથી જ નિષ્ફળ ગયા છે તેથી પરત ફરતી વખતે વધુ થ્રસ્ટર્સ નિષ્ફળ થવાનું જોખમ રહેલું છે. જો આમ થશે તો બંને અવકાશયાત્રીઓ એટલે કે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને મર્યાદિત ઓક્સિજન અને પાવર સાથે રહી જશે. થ્રસ્ટર્સને ફરીથી સુધારવા અને પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા ફરવા માટે તેમની પાસે લગભગ 96 કલાકનો સમય હશે.

રિપોર્ટમાં રિડોલ્ફીએ સૂચવ્યું હતું કે નાસાએ સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ સાથે બચાવ અભિયાન શરૂ કરવા પર વિચાર કરવો જોઈએ. તેમનું માનવું છે કે સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યુલ ખરાબ સ્ટારલાઇનર કરતા વધુ સારો વિકલ્પ છે. તેમણે નાસાને તમામ સંભવિત જોખમોનું વિશ્લેષણ કરવા અને અવકાશયાત્રીઓના સલામત પરત ફરવાની ખાતરી કરવા માટે અન્ય વિકલ્પોને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું.

Web Title: Sunita williams and barry wilmore return ex us army space commander shares 3 dangerous scenarios ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×