scorecardresearch
Premium

શું Covishield ની જેમ Covaxin ની છે આડઅસરો? રિપોર્ટમાં મોટો ખુલાસો

Covaxin Side Effects : ભારતમાં બનેલી Covaxin રસીની આડઅસરો પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. આમાં, સંશોધકોએ શોધી કાઢ્યું કે, રસીકરણ કરાયેલ મોટાભાગના લોકોમાં એક વર્ષ સુધી તેની આડઅસર જોવા મળી હતી

Covaxin Side Effects
કોવેક્સીનની આડઅસરો

Covaxin Side Effects | કોવેક્સિન સાઇડ ઇફેક્ટ્સ : કોરોના મહામારીથી બચવા માટે, દેશના લોકોને કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી આપવામાં આવી હતી. અગાઉ, એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, તેની રસીની કેટલીક આડઅસર થઈ શકે છે. પરંતુ હવે Covaxin વિશે પણ ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેની પણ આડઅસર એક વર્ષમાં ઠીક-ઠાક સંખ્યામાં લોકોમાં જોવા મળી છે.

ભારતમાં બનેલી Covaxin રસીની આડઅસરો પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. આમાં, સંશોધકોએ શોધી કાઢ્યું કે, કિશોરવયની છોકરીઓ અને જેમને પહેલેથી જ એલર્જીની બીમારી છે. તે બધાને AESI નું જોખમ વધારે છે. રસીકરણ કરાયેલ મોટાભાગના લોકોમાં એક વર્ષ સુધી તેની આડઅસર જોવા મળી હતી.

કોવેક્સિનથી કઈ આડઅસર જોવા મળી?

અભ્યાસમાં 1024 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં 635 કિશોરો અને 391 પુખ્ત વયના લોકો હતા. રસીકરણના એક વર્ષ પછી ફોલો-અપ ચેકઅપ માટે તે તમામનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં, 304 કિશોરોમાં એટલે કે લગભગ 48 ટકામાં વાયરલ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શન જોવા મળ્યું હતું. આવી સ્થિતિ 124 એટલે કે 42.6 યુવાનોમાં પણ જોવા મળી હતી. આ સિવાય 10.5 ટકા કિશોરોમાં નવી-પ્રારંભિક ત્વચા અને સબક્યુટેનીયસ ડિસઓર્ડર જેવી સમસ્યાઓ જોવા મળી હતી.

10.2 ટકા લોકોમાં સામાન્ય વિકૃતિ જોવા મળી હતી. નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર એટલે કે ચેતા સંબંધિત સમસ્યાઓ 4.7 ટકામાં જોવા મળી હતી. તો, સામાન્ય સમસ્યાઓ 8.9 ટકા યુવાનોમાં જોવા મળી હતી, મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર એટલે કે સ્નાયુઓ, ચેતા, સાંધા સંબંધિત સમસ્યાઓ 5.8 ટકામાં અને નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ 5.5 ટકામાં જોવા મળી હતી.

સ્ત્રીઓમાં પણ આડઅસરો જોવા મળે છે

રિપોર્ટ અનુસાર, Covaxin ની આડઅસરો મહિલાઓમાં પણ જોવા મળી હતી. પીરિયડ સંબંધિત સમસ્યાઓ 4.6 ટકા મહિલાઓમાં જોવા મળી હતી. 2.7 ટકા લોકો આંખની સમસ્યાઓ માટે સંપર્ક કર્યો છે. હાઇપોથાઇરોડિઝમ 0.6 ટકામાં જોવા મળ્યું હતું. તો, જો આપણે વધુ ગંભીર આડઅસરો વિશે વાત કરીએ, તો તે ફક્ત એક ટકા લોકોમાં જ જોવા મળે છે.

આ પણ વાંચો – કોવિશિલ્ડ વેક્સીન મામલો: એસ્ટ્રાઝેનેકાએ ગંભીર આડ અસરોના આરોપો વચ્ચે તમામ કોરોના રસી પરત મંગાવી

0.3 ટકા એટલે કે 300માંથી એક વ્યક્તિને સ્ટ્રોક અને 0.1 ટકાને ગુઇલેન-બેરે સિન્ડ્રોમ હોવાનું જણાયું હતું. એટલું જ નહીં, અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ રસી લીધા પછી, સ્ત્રીઓમાં થાઇરોઇડ રોગની અસર વધુ વધી છે.

Web Title: Study on covaxin side effects some revelations in the report after the corona epidemic km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×