Spotify : સ્પોટીફાઈ (Spotify) સૌથી લોકપ્રિય મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સમાંથી એક છે. હવે તે તેની લાઇબ્રેરીમાં કેટલાક નવા કોન્ટેન્ટ એડ કરી રહ્યું છે. મ્યુઝિક, ઑડિઓબુક્સ અને પોડકાસ્ટ સાંભળવા ઉપરાંત, યુનાઇટેડ કિંગડમમાં યુઝર્સ દ્વારા જાણવા મળ્યું છે કે, તેઓ વિડિઓ બેઝડ કોર્સ પણ જોઈ રહ્યાં છે.

આ પણ વાંચો: WhatsApp : વોટ્સએપનું નવું ફીચર્સ લોન્ચ, યુઝર્સ હવે એક ચેટમાં મલ્ટીપલ મેસેજ પિન કરી શકે છે
સ્પોટીફાઈનો વિડિયો-આધારિત ઈ-લર્નિંગ કોર્સ UK માં લોન્ચ
એક પ્રેસ રિલીઝ મુજબ, કંપનીએ જાહેરાત કરી હતી કે યુનાઇટેડ કિંગડમમાં રહેતા સબ્સ્ક્રાઇબર્સ સ્કિલશેર, થિંકિફિક, બીબીસી માસ્ટ્રો અને પ્લે વર્ચુસો જેવી એજ્યુકેશન ટેક કંપનીઓ પાસેથી વિડિયો કોર્સ ખરીદી શકશે. સ્વીડિશ કંપની કહે છે કે કોર્સ કોન્ટેન્ટની વિશાળ શ્રેણીને આવરી લે છે જે “ચાર મેઈનથીમ્સમાં વર્ગીકૃત થયેલ છે: મ્યુઝિક બનાવો, ક્રિએટિવિટી, હેલ્થી લાઈફ અને બિઝનેસ શીખો.”
એપ્લિકેશનના મોબાઇલ વરઝ્ન પર, બ્રાઉઝ ટેબ અને સર્ચ બાર દ્વારા, હોમ સ્ક્રીનની ટોપ પર સ્થિત નવી ગોળી આકારના આઇકનને ટેપ કરીને આ કોર્સને ઍક્સેસ કરી શકાય છે. Spotify કહે છે કે આ ઑનલાઇન કોર્સ ફ્રી અને પ્રીમિયમ બંને સબ્સ્ક્રાઇબર્સ માટે અવેલેબલ હશે, જેઓ પરચેસ કરતા પહેલા કોર્સ દીઠ ઓછામાં ઓછા બે કોર્સ અજમાવી શકશે.
આ પણ વાંચો: Apple Watch : એપલ પર તેના ડિવાઇસ પર મોનોપોલી રાખવાનો આરોપ
Spotify ખાતે પ્રોડક્ટ ડેવલોપમેન્ટના VP બાબર ઝફરે જણાવ્યું કે, ઓનલાઈન વિડિયો કોર્સ વેચતા મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનો વિચાર વિચિત્ર લાગે છે, કંપની કહે છે કે તેના લગભગ અડધા પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ સેલ્ફ હેલ્પ થીમ આધારિત પોડકાસ્ટના શિક્ષણમાં રોકાયેલા છે. ”અમારા ઘણા યુઝર્સ તેમની શીખવાની જરૂરિયાતો માટે ડેઈલી પોડકાસ્ટ અને ઑડિયોબુક્સ સાથે જોડાય છે, અને અમે માનીએ છીએ કે આ અત્યંત સંલગ્ન કમ્યુનિટી વિડિઓ કોર્સ ક્રિએટર્સ પાસેથી ક્લોલિટી કોન્ટેન્ટને ઍક્સેસ કરવામાં અને ખરીદવામાં રસ ધરાવશે.”
ઓનલાઈન વિડિયો કોર્સ ખરીદવા માટે, યુઝર્સે ડેડીકેટેડ વેબ પેજ પર નેવિગેટ કરવું પડશે. જ્યારે તેઓ કોર્સ ખરીદે છે, ત્યારે તે મોબાઇલ અને ડેસ્કટોપ બંને પર જોવા માટે એવેબલ હશે. જો કે, તે હજુ અસ્પષ્ટ છે કે શું આ પ્રયોગ યુનાઇટેડ કિંગડમમાં રહેતા લોકો પૂરતો લિમિટેડ રહેશે અથવા વૈશ્વિક રોલઆઉટ જોવા મળશે.