scorecardresearch
Premium

Spam Call: સ્પામ કોલ થી મોબાઇલ યુઝર્સને મળશે છુટકારો, ટ્રાઇએ બનાવ્યા આકરા નિયમો

TRAI Bans 10 Digit Numbers For Telemarketing Spam Call: સ્પામ કોલ થી મોબાઇલ યુઝર્સને રાહત આપવા ટ્રાઇએ નવા નિયમ બનાવ્યા છે. જે મુજબ ટેલિમાર્કેટિંગ માટે 10 આંકડાનો નંબર વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Spam Call ઑ Spam Call trai | Spam Call stop | TRAI Spam Call Rules | TRAI | Mobile user
TRAI Spam Call Rules: ટ્રાઇએ સ્પામ કોલ રોકવા નવા નિયમ બનાવ્યા છે. (Photo: Freepik)

TRAI Bans 10 Digit Numbers For Telemarketing Spam Call: ભારતમાં સ્પામ કોલની સમસ્યા સતત વધી રહી છે અને દેશભરમાં મોબાઈલ ફોન યુઝર્સ તેનાથી પરેશાન છે. ટેલિકોમ કંપનીઓ ઘણીવાર આ વ્યાપક સમસ્યાને તેમના પોતાના સ્તરે પહોંચી વળવાનો પ્રયાસ કરતી હોય છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ પણ ઘણી વખત સ્પામ કોલ અને મેસેજની સમસ્યાના ઉકેલ માટે કડક પગલાં ભર્યા છે. હવે ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા અને ગ્રાહક સુરક્ષા વધારવા માટે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) એ સંશોધિત ટેલિકોમ કમર્શિયલ કમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સ (ટીસીસીસીપીઆર), 2018 હેઠળ કડક નિયમો રજૂ કર્યા છે.

આ સુધારાઓને 12 ફેબ્રુઆરી, 2025ના રોજ નોટિફાય કરવામાં આવ્યા હતા અને તેનો ઉદ્દેશ કાયદેસર માર્કેટિંગ પ્રવૃત્તિઓ સુનિશ્ચિત કરવાનો અને પારદર્શક માળખા સાથે વણમાગી વાણિજ્યિક સંચાર સાથે કામ પાર પાડવાનો છે.

સુધારેલા નિયમો ટેલિકોમ ચેનલમાં ઘુષણખોરી કરી ફેલાયેલી ટેલિમાર્કેટિંગને રોકવાનો પ્રયાસ છે. 28 ઓગસ્ટ, 2024 ના રોજ શરૂ થયેલી પરામર્શ પ્રક્રિયા પછી આ પગલું લેવામાં આવ્યું છે, જ્યારે ટ્રાઇએ Key Regulatory Gaps પર ઉદ્યોગો પાસેથી પ્રતિક્રિયાઓ માંગી હતી. નવા સુધારામાં ટેલિમાર્કેટર્સ (યુટીએમ) સામે કડક નિયમો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેઓ નોંધાયેલા નથી. માર્કેટિંગ માટે 10 આંકડાના મોબાઇલ નંબરના દુરુપયોગને રોકવા, ગ્રાહક ફરિયાદ પ્રણાલીમાં વધારો કરવા અને મોકલનાર અને સેવા પ્રદાતા પ્રત્યે જવાબદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ટેલિમાર્કેટિંગ માટે 10 આંકડાના મોબાઇલ નંબરો પર પ્રતિબંધ

પારદર્શકતા વધારવા માટે ટ્રાઈએ 10 આંકડાના મોબાઈલ નંબર દ્વારા કોમર્શિયલ કોમ્યુનિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેના બદલે, ચોક્કસ નંબર સીરિઝનો ઉપયોગ કરવામાં આવશે. નવી 140 સીરિઝનો ઉપયોગ પ્રમોશનલ કોલ માટે કરવામાં આવશે જ્યારે નવી પૂરી પાડવામાં આવેલી 1600 સીરિઝનો ઉપયોગ ટ્રાન્ઝેક્શનલ અને સર્વિસ કોલ માટે કરવામાં આવશે.

ફરિયાદ સામે સરળ અને ઝડપી કાર્યવાહી

ગ્રાહકો હવે નોંધાયેલી ન હોય તેવી કંપનીઓ તરફથી આવતા સ્પામ મેસેજ અને કોલની ફરિયાદ તેમના કોમ્યુનિકેશન્સ પ્રેફરન્સ વગર નોંધાવી શકશે. ટ્રાઇ એ ફરિયાદ પ્રક્રિયાને પણ સરળ બનાવી છે – જેમા તમામ જરૂરી વિગતો હશે તે ફરિયાદ માન્ય ગણવામાં આવશે.

Web Title: Spam call rules trai bans 10 digit numbers for telemarketing relief to mobile user as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×