SpaceX Launches Crew 9 Mission For Sunita Williams Return Form ISS: નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોરને અવકાશ માંથી પૃથ્વી પર પરત લાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી સતત પ્રયાસો ચાલી રહ્યા છે. હવે સ્પેસએક્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર ફસાયેલા આ બંને અવકાશયાત્રીઓને પરત લાવવા માટે રેસ્ક્યૂ મિશન શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે બોઈંગના સ્ટારલાઈનર અવકાશયાનમાં ખામીના કારણે આ બંને અવકાશયાત્રીઓની વાપસીમાં વિલંબ થઈ રહ્યો છે.
સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન મિશન (SpaceX Crew Dragon mission) જેને ક્રૂ 9 (Crew 9) નામ આપવામાં આવ્યું છે, તે એક રૂટિન ફ્લાઇટ છે. સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ અને ડ્રેગન અવકાશયાનને કેપ કેનેવરલ સ્પેસ ફોર્સ સ્ટેશનના લોન્ચ કોમ્પ્લેક્સ 40 માંથી લોન્ચ કરવામાં આવ્યા હતા. તેમાં અવકાશયાત્રીઓ અને મિશન કમાન્ડર નિક હેગ અને એલેકઝાન્ડર ગોરબુનોવ શામેલ છે. લોન્ચ કોમ્પ્લેક્સની આ પ્રકારની પ્રથમ હ્યુમન સ્પેસફ્લાઇટ છે.
સુનીતા વિલિયમ્સ અને વિલમોર જૂન 2024 માં બોઇંગના સ્ટારલિનર અવકાશયાનમાં આઠ દિવસના મિશન પર ગયા હતા. પરંતુ સ્પેસક્રાફ્ટના થ્રસ્ટર્સ અને હિલિયમ લીકમાં ખામી સર્જાતાં અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પૃથ્વી પર તેમનું પુનરાગમન મુલતવી રાખવું પડ્યું હતું, કારણ કે અવકાશયાનની વાપસી જોખમી લાગતી હતી. સ્ટારલાઇનર કેપ્સ્યુલ આ મહિને ક્રૂ વિના પૃથ્વી પર પરત ફરી હતી, અને વિલિયમ્સ અને વિલ્મોર હજી પણ અંતરિક્ષમાં આવેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્પેશન પર ફસાયેલા છે.
સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરને પરત લાવવા માટે ખાસ મિશન
હવે સ્પેસએક્સે સુનીતા વિલિયમ્સ અને બુશ વિલ્મરને પૃથ્વી પર પાછા લાવવા માટે એક ખાસ સ્પેસ મિશન શરૂ કર્યું છે. અને અંતરિક્ષમાં ફસાયેલા બંને અવકાશયાત્રીઓ માટે મોકલવામાં આવેલા સ્પેસક્રાફ્ટમાં બે સીટ ખાલી રાખવામાં આવી છે. નાસાએ આ અવકાશયાનમાં બે અવકાશયાત્રીઓને મોકલવામાં સફળતા મેળવી હતી જે ફેબ્રુઆરીમાં પરત ફર્યા હતા અને ક્રૂ ડ્રેગન મિશનમાં વિલિયમ્સ અને વિલ્મોરની વાપસી સુનિશ્ચિત કરી હતી.
આ પણ વાંચો | સુનીતા વિલિયમ્સે અવકાશમાં ઉજવ્યો 59મો બર્થડે, નાસાના અવકાશયાત્રી પૃથ્વી પર ક્યારે પાછા ફરશે, જાણો
આ દરમિયાન, બોઇંગ તેના સ્ટારલાઇનરમાં રહેલી તકનીકી ખામી પર સતત કામ કરી રહ્યું છે. સ્ટારલાઇનર આ મહિનાની શરૂઆતમાં ન્યુ મેક્સિકોમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને કેનેડી સ્પેસ સેન્ટર પર પાછું ઉતર્યું હતું.