scorecardresearch
Premium

Science : લદ્દાખમાં અચાનક આકાશ ઝગમગી ઉઠ્યું, આ ઉત્તરીય અને દક્ષિણી લાઇટ્સ શું છે? તે શા માટે થાય છે?

Space science : ઓરોરાસ મૂળભૂત રીતે કુદરતી પ્રકાશ છે, જે રાત્રિના આકાશમાં તેજસ્વી, ફરતા પડદા તરીકે દેખાય છે અને વાદળી, લાલ, પીળો, લીલો અને નારંગી સહિતના ઘણા રંગોમાં જોઈ શકાય છે

What are auroras | What are northern and southern lights
અરોરા શું છે, ઉત્તરીય અને દક્ષિણી લાઇટ્સ શું છે?

શનિવારે સવારે લદ્દાખના હેનલે ગામમાં રાત્રિનું આકાશ ઉત્તરીય લાઇટ અથવા ઓરોરા બોરેલિસથી ઝગમગી ઉઠ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ સહિત વિશ્વના અન્ય ભાગોમાં પણ ઉત્તરીય લાઇટ્સ જોવા મળી હતી. આ દરમિયાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં દક્ષિણી લાઇટ્સ અથવા ઓરોરા જોવા મળી હતી.

અરોરા શું છે અને તે શા માટે થાય છે તેના પર અહીં એક નજર છે.

અરોરા શું છે?

ઓરોરાસ મૂળભૂત રીતે કુદરતી પ્રકાશ છે, જે રાત્રિના આકાશમાં તેજસ્વી, ફરતા પડદા તરીકે દેખાય છે અને વાદળી, લાલ, પીળો, લીલો અને નારંગી સહિતના ઘણા રંગોમાં જોઈ શકાય છે. આ લાઇટો મુખ્યત્વે સમગ્ર વર્ષ દરમિયાન ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધમાં બંને ધ્રુવોની નજીક દેખાય છે પરંતુ, કેટલીકવાર નીચલા અક્ષાંશો સુધી વિસ્તરે છે, અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ, ઉત્તરમાં, ડિસ્પ્લેને ઓરોરા બોરેલિસ કહેવામાં આવે છે, દક્ષિણમાં તે ઓરોરા ઓસ્ટ્રેલિસ તરીકે ઓળખાય છે.

ઓરોરા શા માટે થાય છે?

આ સૂર્યની સપાટી પર થતી પ્રવૃત્તિને કારણે થાય છે. તારો સતત ચાર્જ કરેલા કણોનો પ્રવાહ છોડે ઠે, મુખ્યત્વે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ચુંબકીય ક્ષેત્રો છોડે છે, જેને સૌર પવન કહેવાય છે. જેમ જેમ સૌર પવન પૃથ્વીની નજીક આવે છે, તે ગ્રહના ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિચલિત થાય છે, જે રક્ષણાત્મક કવચની જેમ કાર્ય કરે છે.

જો કે, કેટલાક ચાર્જ થયેલા કણો ચુંબકીય ક્ષેત્રમાં ફસાઈ જાય છે અને તેઓ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓથી નીચે પૃથ્વીના ઉપરના વાતાવરણમાં જાય છે. આ કણો પછી ત્યાં હાજર વિવિધ વાયુઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેના પરિણામે રાત્રિના આકાશમાં અજવાળતા નાના ચમકારા થાય છે. જ્યારે સૌર પવનના કણો ઓક્સિજન સાથે અથડાય છે ત્યારે લીલો પ્રકાશ ઉત્પન્ન થાય છે. નાઇટ્રોજન સાથેની ક્રિયાપ્રતિક્રિયા વાદળી અને વાયોલેટ રંગો ઉત્પન્ન કરે છે.

જ્યારે સૌર પવન અત્યંત પ્રબળ હોય છે ત્યારે અરોરા મધ્ય-અક્ષાંશ સુધી વિસ્તરે છે. આ ત્યારે થાય છે, જ્યારે સૂર્યની સપાટી પર પ્રવૃત્તિ વધે છે, જેના કારણે સૌર જ્વાળાઓ અને કોરોનલ માસ ઇજેક્શન (CME) થાય છે, જે આવશ્યકપણે સૌર પવનમાં ઊર્જાના વધારાના વિસ્ફોટ છે. આવા કિસ્સાઓમાં, સૌર પવન એટલો તીવ્ર હોય છે કે, તે ભૂ-ચુંબકીય તોફાનમાં પરિણમી શકે છે, જેને ચુંબકીય તોફાન તરીકે પણ ઓળખવામાં આવે છે – પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં કામચલાઉ વિક્ષેપ. ચુંબકીય તોફાનો દરમિયાન અરોરા મધ્ય-અક્ષાંશોમાં જોઈ શકાય છે.

શુક્રવારના રોજ CME પૃથ્વી સાથે અથડાયા પછી આવું જ એક જીઓમેગ્નેટિક તોફાન શરૂ થયું. તેથી જ વિશ્વના ઘણા ભાગોમાં ઓરોરા દેખાતા હતા. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ તોફાનને “આત્યંતિક” તરીકે વર્ગીકૃત કર્યું છે અને કહ્યું છે કે, આવનારા દિવસોમાં વધુ CMEs પૃથ્વી પર આવી શકે છે.

આ પણ વાંચો – હિમાલય ગ્લેશિયલ લેક જોખમ: હિમનદી સરોવરોનું વિશ્લેષણ કરવા ઈસરોએ ઉપગ્રહ રિમોટ સેન્સિંગનો ઉપયોગ કેવી રીતે કર્યો?

જીઓમેગ્નેટિક વાવાઝોડાઓ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ), રેડિયો અને સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ, ફ્લાઇટ ઓપરેશન્સ, પાવર ગ્રીડ અને અવકાશ સંશોધન કાર્યક્રમો જેવા અવકાશ-આશ્રિત કામગીરીને પણ અસર કરી શકે છે.

Web Title: Space science news what are auroras northern and southern lights km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×