scorecardresearch

સપા ધારાસભ્ય પૂજા પાલે સીએમ યોગી આદિત્યનાથની પ્રશંસા કરી, અખિલેશ યાદવે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી

SP MLA Pooja Pal : સપા ધારાસભ્ય પૂજા પાલે કહ્યું – મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝીરો ટોલરન્સ જેવી નીતિઓ લાવીને મારા જેવી ઘણી મહિલાઓને ન્યાય અપાવ્યો, જેના કારણે અતીક અહમદ જેવા અપરાધી માર્યા ગયા

SP MLA Pooja Pal, ધારાસભ્ય પૂજા પાલ
સપા ધારાસભ્ય પૂજા પાલ (ફેસબુક ફોટો/પૂજા પાલ એમએલએ)

SP MLA Pooja Pal : સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવે પોતાની પાર્ટીના ધારાસભ્ય પૂજા પાલને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. પૂજા પાલે ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિઝન ડોક્યુમેન્ટ 2047 પર 24 કલાક ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન પૂજા પાલે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝીરો ટોલરન્સ જેવી નીતિઓ લાવીને મારા જેવી ઘણી મહિલાઓને ન્યાય અપાવ્યો, જેના કારણે અતીક અહમદ જેવા અપરાધી માર્યા ગયા.

હું તે માતા-બહેનોનો અવાજ છું, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે: પૂજા પાલ

સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ પૂજા પાલે કહ્યું હતું કે કદાચ તમે પ્રયાગરાજની એ મહિલાઓની વાત ન સાંભળી શક્યા જે મારાથી પણ વધુ પરેશાન હતી. પરંતુ હું તેમનો અવાજ છું, મને ધારાસભ્ય તરીકે ચૂંટીને વિધાનસભામાં મોકલવામાં આવી છે. હું તે માતાઓ અને બહેનોનો અવાજ છું જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. પ્રયાગરાજમાં અતિક અહેમદના કારણે પરેશાન તમામ લોકોને સીએમે ન્યાય અપાવ્યો છે, માત્ર પૂજા પાલ જ નહીં. હું આ વાત પહેલા દિવસથી જ કહી રહી છું, જ્યારે હું પાર્ટીમાં હતી. મને આજે જ નિષ્કાસિત કરવામાં આવી છે.

પૂજા પાલે કહ્યું કે હું હજુ પણ મારા નિવેદન પર અડગ છું. તેમણે કહ્યું કે હું ધારાસભ્ય પછી બની, પરંતુ હું પહેલા એક પીડિ મહિલાત છું, એક પત્ની છું. અમારી સાથે જે થયું તે અમે સહન કરી શક્યા નહીં. તેઓ (અખિલેશ યાદવ) પીડીએ વિશે વાત કરે છે. હું પણ પછાત સમાજમાંથી આવું છું, હું પરેશાન હતી, હું ઘરની બહાર નીકળી હતી કારણ કે મારા પતિની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. હું એક નવી પરણેલી દુલ્હન હતી અને મારા ઘરે કોઈ ન હતું. તેમણે સાબિત કરી દીધું છે કે તે પીડીએની સંપૂર્ણ વિરુદ્ધ છે.

પૂજા પાલે વિધાનસભામાં શું કહ્યું હતું?

વિધાનસભામાં બોલતા પૂજા પાલે કહ્યું હતું કે મારા પતિની હત્યા કોણે કરી તે બધા જાણે છે. હું મુખ્યમંત્રીનો આભાર માનું છું કે તેમણે મને ન્યાય અપાવ્યો અને જ્યારે કોઈએ સાંભળ્યું ન હતું ત્યારે મારી વાત સાંભળી હતી, તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ પ્રયાગરાજમાં ઝીરો ટોલરન્સ જેવી નીતિઓ લાવી અને મારા જેવી અનેક મહિલાઓને ન્યાય અપાવ્યો, જેના કારણે અતીક અહમદ જેવા ગુનેગારો માર્યા ગયા. આજે સમગ્ર રાજ્ય મુખ્યમંત્રીને વિશ્વાસની નજરે જુએ છે. મારા પતિના હત્યારા અતીક અહેમદને મુખ્યમંત્રીએ માટીમાં મિલાવી દેવાનું કામ કર્યું. જ્યારે મેં જોયું કે કોઈ પણ અતીક અહેમદ જેવા ગુનેગારો સામે લડવા માંગતા નથી ત્યારે મેં મારો અવાજ ઉઠાવ્યો. જ્યારે હું આ લડાઈથી થાકવા લાગી ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મને ન્યાય અપાવ્યો.

આ પણ વાંચો – સ્વતંત્રતા દિવસ 2025 : ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવામાં શું હોય છે અંતર? ઘણા લોકો હશે અજાણ

સમાજવાદી પાર્ટીએ શું કહ્યું?

સમાજવાદી પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના નામે એક પત્ર લખ્યો છે. જેમાં પાર્ટીએ કહ્યુ કે પૂજા પાલની પાર્ટી વિરોધી ગતિવિધિઓના કારણે ઘણુ નુકશાન થયું છે. પૂજા પાલ દ્વારા કરવામાં આવેલું કાર્યો પક્ષ વિરોધી અને ગંભીર અનુશાસનહીનતા છે, આ કિસ્સામાં તમને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પૂજા પાલ સપાના કોઈ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં કે તેમને આમંત્રણ પણ આપવામાં આવશે નહીં.

Web Title: Sp expels mla pooja pal hours after she praised cm adityanath for action against atiq ahmad ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×