scorecardresearch
Premium

મેચ દરમિયાન બોલ શોધતા-શોધતા હાડપિંજર મળ્યું, 10 વર્ષ પહેલા થયેલા મૃત્યુનું રહસ્ય ઉકેલાયું

પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે આ હાડપિંજર 10 વર્ષ પહેલા મૃત્યુ પામેલા અમીર ખાન નામના વ્યક્તિનું લાગે છે. સોમવારે બોલ શોધવા ગયેલા એક વ્યક્તિને ખાલી ઘરમાંથી હાડપિંજર દેખાયુ હતું.

Hyderabad Skeleton, Hyderabad
નામપલ્લીમાં એક ખાલી ઘરમાંથી મળેલું હાડપિંજર આમીર ખાનનું હોવાનું તેના ભાઈએ દાવો કર્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં ખાલી ઘરમાંથી મળેલા હાડપિંજરની ઓળખ થઈ ગઈ છે. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે આ હાડપિંજર 10 વર્ષ પહેલા મૃત્યુ પામેલા અમીર ખાન નામના વ્યક્તિનું લાગે છે. સોમવારે બોલ શોધવા ગયેલા એક વ્યક્તિને ખાલી ઘરમાંથી હાડપિંજર દેખાયુ હતું. ત્યારબાદ લોકોએ તેનો વીડિયો બનાવ્યો. હાડપિંજર જમીન પર ઊંધા માથે પડેલું જોવા મળ્યું. જે જગ્યાએ હાડપિંજર મળ્યું તે જગ્યા રસોડા જેવી દેખાતી હતી કારણ કે તેની આસપાસ કેટલાક વાસણો પણ દેખાતા હતા.

પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે નામપલ્લીમાં એક ખાલી ઘરમાંથી મળેલું હાડપિંજર અમીર ખાનનું લાગે છે. આ ઘર મુનીર ખાનનું હતું, જેના 10 બાળકો હતા. તેનો ત્રીજો પુત્ર આમિર આ ઘરમાં એકલો રહેતો હતો જ્યારે બાકીના બાળકો બીજે ક્યાંક ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાંથી એક નોકિયા મોબાઇલ ફોન અને કેટલીક ફાટેલી જૂની નોટો પણ મળી આવી છે.

ફોનમાં 84 મિસ કોલ હતા

આસિસ્ટન્ટ કમિશનર પોલીસ (એસીપી) કિશન કુમારે જણાવ્યું હતું કે ફોનની બેટરી ખતમ થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે ફોન રિપેર કર્યા પછી જાણવા મળ્યું હતું કે હાડપિંજર આમિરનું હતું. ફોન લોગમાં છેલ્લો કોલ 2015નો છે. તેમાં 84 મિસ કોલ મળી આવ્યા હતા. એસીપીએ કહ્યું હતું કે, “તે વ્યક્તિ લગભગ 50 વર્ષનો હતો, અપરિણીત હતો અને સંભવતઃ માનસિક રીતે અસ્વસ્થ હતો. તેનું મૃત્યુ 10 વર્ષ પહેલાં થયું હોય તેવું લાગે છે. હવે હાડપિંજરના હાડકાં પણ તૂટવા લાગ્યા હતા.”

આ પણ વાંચો: ‘પંચાયત’ના જમાઈ આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઓશીકા નીચે જૂની નોટો પણ મળી આવી

કુમારે કહ્યું હતું કે ઘટનાસ્થળેથી લડાઈ કે લોહીના કોઈ નિશાન મળ્યા નથી અને તે કુદરતી મૃત્યુ હોવાનું જણાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે એવું લાગે છે કે તેના કોઈ ભાઈ-બહેન કે સાથીએ તેની તપાસ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. એસીપીના જણાવ્યા મુજબ, મોબાઇલ ફોન સિવાય, ઓશીકા નીચે જૂની નોટો પણ મળી આવી હતી જે ચલણમાંથી બહાર હતી. આના પરથી એવું અનુમાન કરી શકાય છે કે મૃત્યુ નોટબંધી પહેલા એટલે કે 2016 પહેલા થયું હોવાની પુષ્ટિ થઈ હતી.

એસીપીએ જણાવ્યું હતું કે આમિર ખાનના નાના ભાઈ શાદાબે, જે નજીકની દુકાનોમાંથી ભાડું વસૂલ કરે છે, તેણે હાડપિંજરના અવશેષો પર મળેલી એક વીંટી અને શોર્ટ્સ ઓળખી કાઢ્યા છે. જોકે, મૃતકની ઓળખ સુનિશ્ચિત કરવા માટે પોલીસે તેના અવશેષોને ફોરેન્સિક લેબમાં મોકલી દીધા છે.

Web Title: Skeleton found in hyderabad mystery of death 10 years ago solved rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×