scorecardresearch
Premium

જાણવું જરૂરી: એક આધાર કાર્ડ પર તમે કેટલા સિમ કાર્ડ મેળવી શકો છો, જાણો શું છે નિયમો

sim card rules india: મોબાઇલ સિમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડની માંગ કરવામાં આવે છે. ત્યાં જ શું તમે જાણો છો કે તમે ફક્ત નિશ્ચિત મર્યાદામાં જ આધાર કાર્ડ પર સિમ કાર્ડ ખરીદી શકો છો.

mobile sim card limit
એક આધાર પર કેટલા સિમ કાર્ડ ખરીદી શકાય. (તસવીર: સોશિયલમ મીડિયા)

આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. વિવિધ કામ કરવા માટે તેને એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે માંગવામાં આવે છે. આજે ઘણી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. UIDAI દ્વારા આધાર કાર્ડ જારી કરવામાં આવે છે. તે વ્યક્તિની ઓળખને પ્રમાણિત કરવાનું કામ કરે છે. તેમાં દરેક વ્યક્તિ માટે 12-અંકનો એક વિશિષ્ટ નંબર હોય છે.

મોબાઇલ સિમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડની માંગ કરવામાં આવે છે. ત્યાં જ શું તમે જાણો છો કે તમે ફક્ત નિશ્ચિત મર્યાદામાં જ આધાર કાર્ડ પર સિમ કાર્ડ ખરીદી શકો છો. આ માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સંદર્ભમાં આજે આ સમાચાર દ્વારા અમે તમને એક આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ ખરીદી શકો છો તે અંગે જણાવવા જઈ રહ્યા છીએ? ચાલો જાણીએ.

telecom user identity rule
મોબાઈલ સિમ કાર્ડ ખરીદવાની મર્યાદા.

ભારત સરકારે એક આધાર કાર્ડ પર તમે કેટલા સિમ કાર્ડ ખરીદી શકો છો તે અંગે માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા અનુસાર તમે એક આધાર કાર્ડ પર વધુમાં વધુ 9 સિમ કાર્ડ ખરીદી શકો છો. ટેલિકોમ વિભાગ ઘણીવાર સિમ કાર્ડનો ઉપયોગ કરતા લોકોની તપાસ કરે છે. જો તમારી પાસે આ મર્યાદા કરતાં વધુ સિમ કાર્ડ હોવાનું જાણવા મળે તો તમને નોટિસ મોકલવામાં આવી શકે છે.

આ પણ વાંચો: એક રહસ્ય જે ક્યારેય કોઈએ કહ્યું નથી… ફૂલ જેવી ઇડલી બનાવવા માટે ખાસ રેસીપી!

તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ નોંધાયેલા છે? તમે TAFCOP વેબસાઇટની મુલાકાત લઈને આ વિશે જાણી શકો છો. અહીં તમારે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે અને પછી OTP વેરિફિકેશન કરવું પડશે. આ પછી તમારા નામે નોંધાયેલા સિમ કાર્ડની યાદી દેખાશે.

Web Title: Sim card rules india how many sim cards can get on one aadhaar card rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×