scorecardresearch
Premium

SCO Summit : પીએમ મોદી અને ચીનના શી જિનપિંગ વચ્ચે મુલાકાત, જાણો શું વાતચીત થઇ

PM Modi And Xi Jinping Meet In China : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક થઇ હતી. બંને નેતાઓએ ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.

PM Modi And Xi Jinping Meet | PM Narendra Modi With Xi Jinping | PM Modi Meets Xi Jinping | China xi jinping | SCO Summit
PM Modi And Xi Jinping Meet In China : પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ. (Photo: Social Media)

PM Modi And Xi Jinping Meet In China : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિયાનજિનમાં લગભગ એક કલાક સુધી વાતચીત કરી હતી. બંને નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરી, પરસ્પર સહયોગ પર ભાર મૂક્યો અને ભવિષ્યમાં પણ સાથે રહેવાની વાત કરી.

પીએમ મોદીનું નિવેદન

આ બેઠકની શરૂઆતમાં જ પીએમ મોદીએ શી જિનપિંગને કહ્યું કે, સરહદ પર શાંતિ, સ્થિરતા અને પરસ્પર સહયોગ કોઈપણ સંબંધનો આધાર બની શકે છે.

પીએમ મોદીએ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે છેલ્લે જ્યારે બંને નેતાઓ રશિયાના કઝાનમાં મળ્યા હતા ત્યારે તેણે ભારત અને ચીનના સંબંધોને સકારાત્મક દિશા આપી હતી.

પીએમ મોદીએ પોતાની વાતચીત દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રા અને સીધી ફ્લાઇટ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 2.8 અબજ લોકો તેની સાથે જોડાયેલાં છે અને તેમને તેનો સીધો લાભ પણ મળે છે. આ પછી પીએમ મોદીએ ચીનના વખાણ કરતા કહ્યું કે, જે રીતે આ એસએસસી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે ચીન અભિનંદનને પાત્ર છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શું કહ્યું?

આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતને સારી ગણાવી હતી. તેમણે કહ્યું, “તમને ફરીથી મળીને મને ખૂબ આનંદ થયો, ચીન આ એસસીઓ સમિટમાં તમારું સ્વાગત કરે છે.” ગયા વર્ષે કઝાનમાં પણ અમારી એક ખૂબ જ સફળ મીટિંગ થઈ હતી.

ત્યારે શી જિનપિંગે ભારત અને ચીનની મિત્રતા પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ સમયે દુનિયા પરિવર્તન તરફ આગળ વધી રહી હોય તેવું લાગે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે ચીન અને ભારત સૌથી જૂની સંસ્કૃતિઓ છે, આપણે બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છીએ અને વૈશ્વિક દક્ષિણનો એક મહત્વપૂર્ણ ભાગ છીએ. આવી સ્થિતિમાં, આપણા મિત્ર રહેવું, એક સારા પાડોશી રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

ભારત ચીન મિત્રતા શા માટે મહત્વપૂર્ણ છે?

હવે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભારત અને ચીનની આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે ભારત સામે ઘણા આર્થિક પડકારો ઉભા થયા છે. ટેરિફ વિવાદ વધી રહ્યો છે, વેપાર સોદો તેના નિષ્કર્ષ પર પહોંચ્યો નથી અને પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યક્તિગત કેમિસ્ટ્રી પણ તણાવપૂર્ણ માનવામાં આવે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ટ્રમ્પ પીએમ મોદીથી નારાજ છે. આનું કારણ એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર માટે પોતાને નોમિનેટ કરવા માંગતા હતા. પરંતુ પીએમ મોદીએ આવું કરવાની ના પાડી દીધી. પીએમ મોદી એ વાતથી નારાજ હતા કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લઈ રહ્યા છે, જ્યારે તેમણે ઘણા પ્રસંગોએ સ્પષ્ટ કરી દીધું હતું કે કોઈ ત્રીજા દેશ કે નેતાની દખલગીરી નથી.

Web Title: Sco summit pm modi xi jinping meet key points india china relations as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×