scorecardresearch
Premium

અમદાવાદ સ્થિત વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે શોધ્યો નવો ગ્રહ, પૃથ્વીથી 5 ઘણો મોટો અને 60 ઘણો ભારે

new planet discovered: એક્સોપ્લૈનેટનો મુખ્ય ભાગ (લગભગ 87 ટકા) લોખંડ જેવી સમૃદ્ધ ધાતુઓને બનેલો બતો અને પહાડી મળ્યો ત્યાં જ બાકીનો ભાગ દ્રવ્યમાનમાં હાઈડ્રોજન અને હીલિયમનો ઓછા ઘનત્વવાળું આવરણ સામેલ છે.

new planet, new planet discovered, science news, earth, solar system,
રાજસ્થાનના માઉન્ટ આબૂમાં PRLના 2.5 મીટર દૂરબીન પર લાગેલ ઉચ્ચસ્તરીય સ્પેક્ટ્રોસ્કોપ (તસવીર: Indian Express)

ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પીઆરએલ) અમદાવાદ સ્થિત વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે આપણા સૌર મંડળની બહાર એક એવો ગ્રહ શોધ્યો છે જે પૃથ્વીથી પાંચ ઘણો મોટો અને 60 ઘણો ભારે છે. TOI-6651b તરીકે ઓળખવામાં આવેલ શનિના ઉપ ગ્રહની શ્રેણીનો આ ગ્રહની શોધ બીજા પીઆરએલ એડવાન્સ રિડેયલ વેલોસિટી અબૂ સ્કાય સર્ચ (PARAS-2)નો ઉપીયોગ કરીને કરવામાં આવી છે. જે રાજસ્થાનના માઉન્ટ આબૂમાં PRLના 2.5 મીટર દૂરબીન પર લાગેલ ઉચ્ચસ્તરીય સ્પેક્ટ્રોસ્કોપ છે.

સૂર્યથી 690 પ્રકાશ વર્ષ દૂર સ્થિત શોધવામાં આવેલ સૌથી નવો ગ્રહ નેપચ્યુરિયન રણમાં સ્થિત અત્યાપ સુધીમાં શોધવામાં આવેલ ચોથો એક્સો ગ્રબ છે. શનિના ઉપ ગ્રહોનો આકાર નેપચ્યુન અને શનિની વચ્ચે છે. નેપચ્યુન રણ એ નેપચ્યુનના આકારના ગ્રહો વિનાનો એવો વિસ્તાર છે જ્યાં આટલો મોટો ગ્રહ મળ્યો નથી.

મુખ્ય લેખક અને પીઆરએલ વૈજ્ઞાનિક અને ટીમ લીડર અભિજીત ચક્રવર્તીની સાથે કામ કરનારા પાંચમા વર્ષના પીએચડીના વિદ્યાર્થી સંજય બાલીવાલે કહ્યું કે, “TOI-6651b નેપ્ચ્યૂનિયન રણના કિનારા પર સ્થિત હતો. રણની સીમાના આકારને આપનાર કારકોને સમજવા માટે આ મહત્ત્વપૂર્ણ છે”.

જર્નલ ઓફ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિજિક્સમાં મંગળવારે પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, TOI-6651bએ પોતાના યજમાન તારા, સૂર્ય જેવા તારાની પરિક્રમા માત્ર 5 દિવસમાં કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે પૃથ્વીને સૂર્યનો એક ચક્કર લગાવવામાં 365 દિવસનો સમય લાગે છે. કારણ કે તે ગ્રહ પોતાના મૂળ તારાથી ખુબ જ ખતરનાક રીતે નજીક ફરી રહ્યો છે. માટે આ ક્ષેત્રને તેના તારાથી જ તેજ વિકિરણ મળે છે. જેનો અર્થ છે કે, નીજીકનો ઉપગ્રહ પોતાના ગેસવાળા વાતાવરણને લાંબા સમય સુધી જાળવી રાખવામાં અસમર્થ હશે કારણ કે તે વાષ્પિત થઈ જશે. જેના કારણે તેની પાછળના બહાડો સપાટ થઈ જશે, જેવું કે આ મામલે થયું.

એક્સોપ્લૈનેટનો મુખ્ય ભાગ (લગભગ 87 ટકા) લોખંડ જેવી સમૃદ્ધ ધાતુઓને બનેલો બતો અને પહાડી મળ્યો ત્યાં જ બાકીનો ભાગ દ્રવ્યમાનમાં હાઈડ્રોજન અને હીલિયમનો ઓછા ઘનત્વવાળું આવરણ સામેલ છે. આ સિવાય એક્સોપ્લૈનેની સપાટીનું તાપમાન 1500 ડિગ્રી કેલ્વિન (લગભગ 1200 ડિગ્રી સેલ્સિયસ) માપવામાં આવ્યું છે. જેના કારણે TOI-6651b રહેવા યોગ્ય હોવાની સંભાવનાને ફગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો: આ મહિલાઓને મળશે ગેસના બાટલાથી મુક્તિ! કેન્દ્ર સરકારની યોજનાથી મળશે મફત સોલાર ગેસ સ્ટવ

શોધકર્તાઓએ જણાવ્યું કે, માઉન્ટ આબૂના ગુરૂશિખરમાં પીઆરએલની વેધશાળામાં 2.5 મીટર દૂરબીન પર તૈનાત પારસ-2એ આ શોધમાં મહત્ત્વપૂર્ણ ભૂમિતા નિભાવી છે. 380-690 નૈનોમીટર બેંડમાં સૌથી શ્રેષ્ઠ સંચાલન કરનારા આ ફાઈબલ- ફેડ સ્પેક્ટ્રોગ્રાફ એશિયામાં સ્પેક્ટ્રોગ્રાફની વચ્ચે વધુ રિઝોલ્યુશન આપે છે. તેને સુપર-અર્થ જેવી દુનિયા શોધવા માટે ડિઝાઈન કરાયો છે.

તેમણે કહ્યું,”આથી ઉચ્ચ રિઝોલ્યૂશન એ આપણને શનિની નીચેના એક્સોપ્લૈનેટને શોધવામાં સક્ષમ બનાવ્યા, જે તેના ગત સંસ્કરણનો ઉપીયોગ કરીને સંભવ ન હતું. અમારી ટીમ આ ઉપકરણને વધુ સારૂ બનાવવાની પ્રક્રિયામાં છે, જેથી ભવિષ્યમાં નાના ગ્રહોની પણ શોધ કરી શકાય.”

નેપચ્યુનના રણવાળા વિસ્તારમાં શોધવામાં આવેલા અન્ય ત્રણ એક્સોપ્લૈનેટ પૃથ્વીથી 12-13 ઘણા મોટા છે અને કોઈ પણ ધાતુની સંરચના વિના વિશાળ ગેસના દિગ્ગજ ગોળા થઈ ગયા છે. અને વિશેષ રીતે TOI-6651b પણ એક સમયે ગેસનો મોટો ગોળો હતો.પરંતુ કેટલીક જ્વરીય પ્રક્રિયાઓના કારણે ગત કેટલાક વર્ષોમાં પોતાની વર્તમાન સ્થિતિમાં આવી ગયો છે અધ્યયનમાં એવો ઉલ્લેખ કરાયો છે.

Web Title: Scientists discover new planet with rich metal core 60 times heavier than earth rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×