scorecardresearch
Premium

સતીશ કુમાર રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEO નિયુક્ત, આ પદ પર મેળવનાર પહેલા દલિત અધિકારી

Satish Kumar new chairman and CEO of Railway Board : સતીશ કુમારને રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તમને જણાવની દઈએ કે, રેલવે બોર્ડનું ચેરમેન પદ સંભાવનાર પ્રથમ દલિત અધિકારી બનશે. તો જોઈએ કોણ છે સતિશ કુમાર.

Satish Kumar new chairman and CEO of Railway Board
સતીશ કુમારને રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ (IRMS) અધિકારી સતીશ કુમારને રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અધિકારીઓએ મંગળવારે (27 ઓગસ્ટ) આ જાહેરાત કરી હતી. રેલવે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુમાર બોર્ડના ઈતિહાસમાં આ પદ સંભાળનાર અનુસૂચિત જાતિ (દલિત સમાજના) ના પ્રથમ વ્યક્તિ છે.

વર્તમાન ચેરમેન અને સીઈઓ જયા વર્મા સિન્હા 31 ઓગસ્ટે નિવૃત્ત થશે. કુમારની નિમણૂક 1 સપ્ટેમ્બરથી લાગુ થશે.

એક સરકારી આદેશમાં જણાવાયું છે કે, કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ કુમારને તેમની વર્તમાન ભૂમિકામાંથી બઢતીને મંજૂરી આપી છે.

એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ સતીશ કુમાર, ભારતીય રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ (IRMS), સભ્ય (ટ્રેક્શન અને રોલિંગ સ્ટોક), રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. રેલ્વે બોર્ડને મંજૂરી આપવામાં આવી છે. તેમની નિમણૂક સાતમા કેન્દ્રીય પગાર પંચ મુજબ સર્વોચ્ચ પગાર ધોરણ, સ્તર 17 માં હશે.

કોણ છે સતીશ કુમાર?

રેલ્વે બોર્ડ અનુસાર, 1986 બેચના ભારતીય રેલ્વે સર્વિસ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ (IRSME) ના પ્રતિષ્ઠિત અધિકારી કુમારે તેમની 34 વર્ષની પ્રભાવશાળી કારકિર્દીમાં ભારતીય રેલ્વેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

કુમારે માર્ચ 1988માં ભારતીય રેલ્વે સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં, તેમણે વિવિધ ક્ષેત્રો અને વિભાગોમાં મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે, જે રેલ્વે પ્રણાલીમાં નવીનતાઓ, કાર્યક્ષમતા અને સલામતીમાં વધારો કરવામાં યોગદાન આપે છે.

તેમની પ્રારંભિક ભૂમિકાઓમાં અગાઉના મધ્ય રેલવેના ઝાંસી વિભાગ અને વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક્સ (BLW)માં કામ કરવાનો સમાવેશ થાય છે, જ્યાં તેમણે લોકોમોટિવ એન્જિનિયરિંગ અને જાળવણીમાં તેમની કુશળતા વિકસાવી હતી.

કુમારે ફોગ સેફ ડિવાઈસના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જે એક મહત્વપૂર્ણ નવીનતા છે, જે ધુમ્મસની સ્થિતિમાં સુરક્ષિત ટ્રેનની કામગીરી સુનિશ્ચિત કરે છે. રેલવે અધિકારીઓએ આ ટેક્નોલોજીને વધારવામાં તેમના પ્રયાસોની પ્રશંસા કરી છે, જેને વિવિધ સ્ત્રોતો તરફથી માન્યતા અને પ્રશંસા મળી છે.

એપ્રિલ 2017 થી એપ્રિલ 2019 સુધી, કુમારે ઉત્તર રેલવેના લખનૌ વિભાગના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) તરીકે સેવા આપી હતી. તો ઉત્તર મધ્ય રેલ્વેના જનરલ મેનેજર તરીકે તેમની નિમણૂક પહેલા, તેઓ ઉત્તર પશ્ચિમ રેલ્વે, જયપુરમાં વરિષ્ઠ ડેપ્યુટી જનરલ મેનેજર અને ચીફ વિજિલન્સ ઓફિસર હતા.

Web Title: Satish kumar appointed new chairman and ceo railway board first dalit officer to hold the post km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×