scorecardresearch
Premium

સેમસંગ ગેલેક્સી S25 પ્લસ સ્માર્ટફોન લેવાય કે નહિં? જાણો એક્સપર્ટ શું કહે છે! વાંચો Review

Samsung Galaxy S25 Plus Review : સેમસંગ ગેલેક્સી S25 પ્લસ સ્માર્ટફોન વિશે વિગતવાર સમીક્ષા વાંચો, જેમાં તેની એઆઇ (AI) સુવિધાઓ, પ્રીમિયમ ડિઝાઇન, ટ્રિપલ કેમેરા સેટઅપ અને ઉચ્ચ ગુણવત્તાવાળી ડિસ્પ્લે વિશે માહિતી આપવામાં આવી છે. શું આ ફોન 2025 નું શ્રેષ્ઠ ફ્લેગશિપ છે?

Samsung Galaxy S25 Plus Review AI Powered Flagship | સેમસંગ ગેલેક્સી S25 પ્લસ સમીક્ષા: AI ટેક્નોલોજી સાથેનો શ્રેષ્ઠ ફ્લેગશિપ સ્માર્ટફોન
Samsung Galaxy S25 Plus Review: સેમસંગ ગેલેક્સી S25 પ્લસ સમીક્ષા: AI ટેક્નોલોજી સાથેનો શ્રેષ્ઠ ફ્લેગશિપ સ્માર્ટફોન

સેમસંગ S શ્રેણીના સ્માર્ટફોન હંમેશા તેના ઉત્તમ સોફ્ટવેર અને પ્રીમિયમ હાર્ડવેર અનુભવ માટે જાણીતા રહ્યા છે. 2025 માં લોન્ચ થયેલ સેમસંગ ગેલેક્સી S25+ પણ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એવો ઉલ્લેખ કરતાં ઇન્ડિયન એક્સપ્રેસના ટેકનોલોજી બાબતોના જાણીતા રિવ્યૂઅર વિવેક ઉમાશંકર જણાવે છે કે, ₹ 99,999 ની કિંમત ધરાવતો આ સ્માર્ટફોન છેલ્લા બે અઠવાડિયાથી મારો મુખ્ય ફોન રહ્યો છે અને તેના આધારે હું અહીં મારી અનુભૂતિઓ રજૂ કરી રહ્યો છું.

ડિઝાઇન અને બિલ્ડ ક્વોલિટી

ગેલેક્સી S25 પ્લસની ડિઝાઇન ખૂબ જ સરળ અને પ્રીમિયમ લાગે છે. તેમાં 6.7-ઇંચ 120Hz 2K સ્ક્રીન છે, જે સ્ક્રિન શાર્પ અને કલર-એક્યુરેટ બનાવે છે. આ ઉપકરણ ગ્લાસ સેન્ડવિચ ડિઝાઇન સાથે આર્મર એલ્યુમિનિયમનું બનેલું છે, જે તેને એક મજબૂત અને પ્રીમિયમ ફીલ આપે છે. સ્ક્રીન અને બેક પેનલ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 દ્વારા સુરક્ષિત છે, જે સ્ક્રેચ અને કટથી રક્ષણ આપે છે.

પરફોર્મન્સ અને બેટરી

ગેલેક્સી S25 પ્લસએ સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર સાથે આવે છે, જે તેને ગતિશીલ અને પ્રભાવશાળી બનાવે છે. 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે, ફોન ઝડપથી ચાર્જ થાય છે અને લાંબો બેટરી બેકઅપ આપે છે. અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ઝડપી અને પ્રતિભાવશીલ છે.

કેમેરા પ્રદર્શન

ફોનના ટ્રિપલ કેમેરા સેટઅપમાં 50MP પ્રાથમિક કેમેરા, 10MP 3x ટેલિફોટો લેન્સ અને 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ સામેલ છે. આગળની બાજુ 12MP સેલ્ફી કેમેરા છે, જે 8K 30fps સુધીના વિડિયો રેકોર્ડિંગ માટે સક્ષમ છે. પ્રાથમિક કેમેરા અને સેલ્ફી કેમેરા ઉત્તમ કલર રિપ્રોડક્શન અને શાર્પ ડિટેઇલ આપે છે. ડ્યુઅલ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે વ્લોગર્સ માટે ઉપયોગી છે.

સ્ક્રીન ગુણવત્તા

6.7-ઇંચ 2K ડિસ્પ્લે ચોક્કસપણે ઉપકરણનું હાઇલાઇટ છે. સ્ક્રીન તેજસ્વી છે અને સૂર્યપ્રકાશમાં પણ સ્પષ્ટ દેખાય છે. ઓટો-બ્રાઇટનેસ સુવિધા પણ ખૂબ સારી રીતે કામ કરે છે, જે રાત્રિના સમયે આંખોને આરામ આપે છે.

વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ

આ ઉપકરણ IP68 રેટેડ છે, જે તેને પાણી અને ધૂળ સામે રક્ષણ આપે છે. જોકે, કેટલાક ચાઇનીઝ ફ્લેગશિપ્સ હવે IP69 રેટિંગ આપે છે, તેથી આ થોડું નિરાશાજનક લાગી શકે છે.

ફોનની અન્ય વિશેષતાઓ

સેમસંગ ગેલેક્સી S25 પ્લસએ એક સંપૂર્ણ ફ્લેગશિપ ફોન છે, જે શ્રેષ્ઠ ડિસ્પ્લે, પ્રભાવશાળી કેમેરા અને શક્તિશાળી પ્રોસેસર સાથે આવે છે. જો તમને S-Pen અને વધારાના ઝૂમ લેન્સની જરૂર નથી, તો S25+ ખૂબ જ યોગ્ય વિકલ્પ છે. તેમાં મળતી તમામ સુવિધાઓ તેને 2025 માટેનું શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ફ્લેગશિપ બનાવે છે.

આ ઉપકરણ શ્રેષ્ઠ પોઈન્ટ-એન્ડ-શૂટ કેમેરા અનુભવ આપે છે અને તેની ડિઝાઇન અને સ્ક્રીન ગુણવત્તા પણ અસરકારક છે. પ્રીમિયમ સ્માર્ટફોન અનુભવની શોધમાં છે તેવા વપરાશકર્તાઓ માટે સેમસંગ કંપનીનો ગેલેક્સી એસ25 પ્લસ ફોન પરફેક્ટ છે.

Web Title: Samsung galaxy s25 plus review ai powered flagship tech news in gujarati

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×