scorecardresearch
Premium

સહકારી યુનિવર્સિટીનું નામ ત્રિભુવન પટેલના નામ પર કેમ રાખવામાં આવ્યું? અમિત શાહે જણાવ્યું કારણ

Sahkari University : લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપના સંબંધિત બિલ પાસ થઇ ગયું છે. લોકસભામાં ચર્ચા અને સહકારિતા મંત્રી અમિત શાહના જવાબ પછી કેટલાક સુધારા સાથે ધ્વનિ મત દ્વારા બિલ પાસ કર્યું હતું

Amit Shah, અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (તસવીર – બીજેપી ટ્વિટર)

Sahkari University Name Tribhuvan Patel : લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપના સંબંધિત બિલ પાસ થઇ ગયું છે. લોકસભામાં ચર્ચા અને સહકારિતા મંત્રી અમિત શાહના જવાબ પછી કેટલાક સુધારા સાથે ધ્વનિ મત દ્વારા બિલ પાસ કર્યું હતું. આ યુનિવર્સિટી ગુજરાતના આણંદમાં ખુલશે. આ બિલ પર ચર્ચા દરમિયાન ઘણા સભ્યોએ નામને લઈને સવાલો ઉઠાવ્યા હતા. મતદાન સમયે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રોયે યુનિવર્સિટીનું નામ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીને બદલે રાષ્ટ્રીય સહકારીતા યુનિવર્સિટી રાખવા માટે એક સુધારા દરખાસ્ત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે સહકારી ચળવળમાં ઘણા ચહેરાઓએ મોટું કામ કાર્ય કર્યું છે.

અમૂલની સ્થાપના ત્રિભુવન ભાઈ પટેલે કરી હતી

અમિત શાહે આ યુનિવર્સિટીનું નામ ત્રિભુવન ભાઈ પટેલના નામ પરથી કેમ રાખવામાં આવી રહ્યું છે તે અંગે વિસ્તારથી ખુલાસો કર્યો હતો. અમિત શાહે કહ્યું કે ઘણા સભ્યોએ કુરિયન સાહેબનું નામ લીધું છે. તેમને કદાચ ખબર પણ નહીં હોય કે કુરિયન સાહેબનું જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે અને ગુજરાત સરકાર તેની ઉજવણી કરી રહી છે. તેમણે કહ્યું કે અમૂલની સ્થાપના ત્રિભુવન ભાઈ પટેલે કરી હતી. કુરિયન સાહેબને અમૂલમાં નોકરી આપવાનું કામ ત્રિભુવન પટેલે કર્યું હતું.

અમે આ યુનિવર્સિટીનું નામ અમારા કોઇ નેતાના નામ પર રાખ્યું નથી – અમિત શાહ

અમિત શાહે વધુમાં કહ્યું કે કુરિયન સાહેબને દૂધ ઉત્પાદનના અભ્યાસ માટે ડેનમાર્ક મોકલવાનું કામ ત્રિભુવન પટેલે કર્યું હતું, તેથી યુનિવર્સિટીનું નામ તેમના નામ પર રાખવામાં આવશે. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે અમે આ યુનિવર્સિટીનું નામ અમારા કોઇ નેતાના નામ પર રાખ્યું નથી. ત્રિભુવન પટેલ પણ કોંગ્રેસના નેતા હતા. તેમના નામનો વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે તેઓ નહેરુ-ગાંધી પરિવારના ન હતા.

આ પણ વાંચો – જસ્ટિસ યશવંત વર્મા સામે તપાસ ઝડપી બની, જ્યાં અડધી સળગેલી નોટો મળી હતી તે વિસ્તાર સીલ કર્યો

અગાઉ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપનાને લગતા બિલ પરની ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે ત્રિભુવન ભાઈ પટેલ એ વ્યક્તિ છે જેમના નેતૃત્વમાં 250 લીટરથી શરૂ થયેલી યાત્રા અમૂલના રૂપમાં આજે આપણી સામે છે. તેમણે જણાવ્યું હતું કે આજે વડાપ્રધાને આ સહકારી યુનિવર્સિટીનું નામ ત્રિભુવન ભાઈ પટેલના નામ પરથી રાખી તેમને ઘણી મોટી શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે.

Web Title: Sahkari university name tribhuvan patel reason amit shah lok sabha ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×