scorecardresearch
Premium

Mohan Bhagwat Security: મોદી સરકારે RSS વડા મોહન ભાગવતની સુરક્ષા કેમ વધારી?

Mohan Bhagwat Security : મોહન ભાગવતની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મોદી સરકારે કેમ એએસએલ સુરક્ષા આપી તે અંગે જોઈએ તો, આરએસએસ ચીફ પર હુમલાના ખતરાને જોતા આ સુરક્ષા આપવામાં આવી છે.

Mohan Bhagwat Security
મોહન ભાગવત ની સુરક્ષા વધારવામાં આવી

Mohan Bhagwat Security: તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમની સુરક્ષા માટે એડવાન્સ સિક્યોરિટી લાયઝન (ASL)નું વર્તુળ વધારવામાં આવ્યું છે. ભાગવત પાસે પહેલેથી જ Z પ્લસ કેટેગરીની સુરક્ષા છે. અત્યાર સુધી ASLની સુરક્ષા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે જ હતી.

ASL સુરક્ષા વિશે જાણીએ

ASL સુરક્ષા જે વ્યક્તિને મળે છે, તે તેમની સુરક્ષાની તૈયારીઓ અને પ્રબંધન સાથે જોડાયેલી હોય છે. આ સિક્યોરિટી જે વ્યક્તિ પાસે હોય છે, તેને જે સ્થળ પર જવાનું હોય તે પહેલાએક ખાસ ટીમ ત્યાં પહોંચી જાય છે અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરે છે.

ટીમ સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને પણ ઓળખે છે અને સ્થાનિક પોલીસ સાથે સંકલનમાં રહીને કામ કરે છે.

જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય વિભાગ અને અન્ય સ્થાનિક એજન્સીઓ પણ એએસએલ પ્રોટોકોલ હેઠળ સુરક્ષિત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. જે વ્યક્તિ આ સુરક્ષા પ્રાપ્ત કરે છે તે સુરક્ષાના ઘણા સ્તરો વચ્ચે રહે છે.

10 લોકોને Z પ્લસ સુરક્ષા છે

ભારતમાં અત્યાર સુધીમાં 10 લોકોને Z Plus સુરક્ષા મળી છે. આ સૌથી મોટું સુરક્ષા કવચ છે, જેમાં CISF ના જવાનો સામેલ છે. આ સિવાય Z+ સુરક્ષા મેળવનાર કેટલાક લોકો પાસે વધારાની ASL સુરક્ષા હોય છે, અને આ તેમની સામેના ખતરાના આધારે આપવામાં આવે છે.

નાગપુરમાં RSS મુખ્યાલય અને દિલ્હીમાં RSSના કેશવ કુંજ કાર્યાલયમાં પણ CISF સુરક્ષા છે. CISF દેશભરમાં લગભગ 200 લોકોને વિવિધ સ્તરની સુરક્ષા પૂરી પાડે છે.

હુમલા માટે ઇનપુટ પ્રાપ્ત થયા હતા

સુરક્ષા એજન્સીઓને તાજેતરમાં ઈનપુટ મળ્યા હતા કે, કેટલાક પ્રતિબંધિત સંગઠનો આરએસએસના વડા મોહન ભાગવત પર હુમલો કરી શકે છે. અત્યાર સુધી મોહન ભાગવતને અમુક જગ્યાએ જ ASL સુરક્ષા મળતી હતી, પરંતુ જ્યારે કેન્દ્રીય એજન્સીઓને તેમાં કેટલીક ખામીઓ જોવા મળી તો ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષાની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો.

આ પણ વાંચો – શું પીએમ મોદી ચીન અને પાકિસ્તાન એક સાથે સંભાળી શકશે? બદલાયેલી કૂટનીતિ અને રણનીતિ સમજો

સુરક્ષા સમીક્ષા પૂર્ણ થયા બાદ અને મોહન ભાગવત સામેના ખતરાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, આ સંબંધમાં નવી માર્ગદર્શિકા 16 ઓગસ્ટે જાહેર કરવામાં આવી હતી. મોહન ભાગવતની સુરક્ષા વધારવા અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરવામાં આવી છે.

Web Title: Rss chief mohan bhagwat security increased what is asl security threat of attack km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×