scorecardresearch
Premium

આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું – ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, વિશ્વમાં ભારતની વિશ્વસનીયતા વધી

Mohan Bhagwat Dussehra speech : આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું – હિન્દુઓએ વિચારવું પડશે કે આપણે નબળા અને અસંગઠિત છીએ તો ખોટું છે. તમે જ્યાં પણ હોવ ત્યાં સંગઠિત રહો, હિંસક ન બનો, પણ નબળા ન રહો.

mohan bhagwat, Mohan Bhagwat Dussehra speech
આરએસએસના વડા મોહન ભાગવત (Pics : @RSSorg)

Mohan Bhagwat Dussehra speech : દેશભરમાં દશેરા એટલે કે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિજયા દશમીના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) નાગપુરના રેશમ બાગમાં ‘શસ્ત્ર પૂજન’ કર્યું હતું. આ પ્રસંગે આરએસએસના વડા મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે દશેરાના અવસર પર આરએસએસના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે. મોહન ભાગવતે આરએસએસના સ્વયંસેવકોને સંબોધિત પણ કર્યા હતા. સંઘના વડાએ કહ્યું કે દેશ દરેક ક્ષેત્રમાં ધ્વજ લહેરાવી રહ્યો છે.

આરએસએસ 100 વર્ષનું થવા જઈ રહ્યું છે

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આરએસએસ 100 વર્ષનું થવા જઈ રહ્યું છે. વિશ્વમાં સ્વાર્થ અને અહંકારને લઇને ઘણા સંઘર્ષો થઇ રહ્યા છે. પરંતુ ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં દેશનો ઝંડો લહેરાઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાઇ અને વિશ્વમાં ભારતની વિશ્વસનીયતા વધી છે. વસુધૈવ કુટુંબકમને વિશ્વ સ્વીકારી રહ્યું છે.

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર હુમલો થયો

આરએસએસ ચીફે વધુમાં કહ્યું કે એવી શક્તિઓ છે જે ઈચ્છે છે કે ભારત પ્રગતિ ન કરે. તેઓ તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરશે. બાંગ્લાદેશમાં શું થયું? હિંસાને કારણે ત્યાંના હિંદુ સમુદાય પર હુમલો થયો હતો. હિંદુઓ પર અત્યાચાર હતા. હિંદુઓ પોતાનો બચાવ કરવા રસ્તા પર આવી ગયા. જ્યાં સુધી કટ્ટરપંથીઓ છે ત્યાં સુધી લઘુમતીઓ પર અત્યાચાર થશે. હિન્દુઓએ વિચારવું પડશે કે આપણે નબળા અને અસંગઠિત છીએ તો ખોટું છે. તમે જ્યાં પણ હોવ ત્યાં સંગઠિત રહો, હિંસક ન બનો, પણ નબળા ન રહો.

આ પણ વાંચો – આઝાદ મેદાન – શિંદેની રેલી, શિવાજી પાર્ક – ઉદ્ધવ ગર્જના કરશે, ચૂંટણી પહેલા દશેરા પર શક્તિ પ્રદર્શન

મોહન ભાગવતે કહ્યું કે દરેકને લાગે છે કે ભારત વિશ્વમાં વધુ મજબૂત અને વધુ આદરણીય બન્યું છે. આપણી પરંપરામાં જણાવેલા વિચારો પ્રત્યે આદર વધ્યો છે. વિશ્વ બંધુત્વ ,પર્યાવરણ, યોગ વગેરેના આપણા વિચારોને દુનિયા સ્વીકારી રહી છે.

સામાજિક સમરસતા તથા સમાજના વિવિધ વર્ગોમાં પરસ્પર સદ્ભાવ હોવો જોઈએ

મોહન ભાગવતે કહ્યું કે સમાજની તંદુરસ્ત અને મજબૂત સ્થિતિની પ્રથમ શરત એ છે કે સામાજિક સમરસતા તથા સમાજના વિવિધ વર્ગોમાં પરસ્પર સદ્ભાવ. સમાજના તમામ વર્ગો અને સ્તરોમાં વ્યક્તિની અને કુંટુંબની મિત્રતા હોવી જોઈએ. આ પહેલ આપણે બધાએ વ્યક્તિગત અને કૌટુંબિક સ્તરેથી કરવી પડશે. સાર્વજનિક ઉપયોગ અને શ્રદ્ધાના સ્થળો મંદિર, પાણી, સ્મશાન ભૂમિ વગેરેમાં સમાજના બધા વર્ગોને સહભાગી થવાનું વાતાવરણ હોવું જોઈએ.

પ્રખ્યાત વૈજ્ઞાનિક અને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત ઇસરોના પૂર્વ વડા ડો.કે.રાધાકૃષ્ણન આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Web Title: Rss chief mohan bhagwat dussehra speech violence in bangladesh lesson for hindus ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×