scorecardresearch
Premium

Rekha Gupta : રેખા ગુપ્તાની સફર આસાન નહીં હોય, નવી સરકારની સામે આ 4 મોટા પડકારો હશે

Delhi New Government Big Challenges : દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રેખા ગુપ્તા બુધવારે ભાજપ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા હતા. તે ગુરુવારે રામલીલા મેદાનમાં એક ભવ્ય સમારોહમાં પદના શપથ લેશે. આ સાથે જ પાર્ટી સામે અનેક પડકારો આવશે. આવો જાણીએ કે દિલ્હીમાં બનનારી નવી સરકારની સામે કેવા મોટા પડકારો હશે

rekha gupta, Delhi Govt
Rekha Gupta: દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રેખા ગુપ્તા બુધવારે ભાજપ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા (Express Photo by Gajendra Yadav)

Delhi New Government Big Challenges: દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રેખા ગુપ્તા બુધવારે ભાજપ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા હતા. રેખા ગુપ્તા પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને દિલ્હીના સીએમ બનશે. તે ગુરુવારે રામલીલા મેદાનમાં એક ભવ્ય સમારોહમાં પદના શપથ લેશે. મુખ્યમંત્રીના નામની જાહેરાત કેન્દ્રીય નિરીક્ષક રવિશંકર પ્રસાદ અને પક્ષના રાષ્ટ્રીય સચિવ ઓમ પ્રકાશ ધનખરે કરી હતી. આ સાથે જ પાર્ટી સામે અનેક પડકારો આવશે. આવો જાણીએ કે દિલ્હીમાં બનનારી નવી સરકારની સામે કેવા મોટા પડકારો હશે.

મહિલાઓને 2500 રૂપિયા આપવા

ભાજપનું સૌથી મોટું ચૂંટણી વચન એ હતું કે તેની સરકાર 8 માર્ચ સુધીમાં મહિલાઓને 2,500 રૂપિયા આપશે. પોતાના ભાષણ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમે અમારી બહેનોને 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ ગેરંટી પૂરી થશે કારણ કે તે મોદીની ગેરંટી છે. પીએમે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓના ખાતામાં પૈસા આવવા લાગશે. આગામી સપ્તાહમાં આ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી આવનારી સરકાર માટે મોટો પડકાર બની રહેશે. નવા વહીવટીતંત્રે થોડા દિવસોમાં નવા નાણાકીય વર્ષ માટે બજેટ પણ તૈયાર કરવું પડશે. આયુષ્યમાન ભારત યોજનાનો તાત્કાલિક અમલ પણ ભાજપ સરકારના એજન્ડામાં છે. આપ સરકારે આ યોજના અપનાવી ન હતી.

યમુનાની સફાઇ

ભાજપના ઢંઢેરામાં યમુનાની સફાઇ એ એક મુખ્ય વચન હતું. 2015માં આપ પાર્ટીએ વચન આપ્યું હતું કે બે વર્ષની અંદર નદી એટલી સ્વચ્છ થઈ જશે કે તેને ડૂબકી લગાવી શકાય. જોકે તે 10 વર્ષ પછી શક્ય બન્યું નથી. નદીઓના પ્રદૂષણનો મુદ્દો ચૂંટણીમાં પણ ગુંજ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીએ વચન આપ્યું હતું કે તે યમુના નદીને સાફ કરશે. જોકે આ પડકાર ઘણો મોટો છે. અહેવાલોમાં બહાર આવ્યું છે કે મોટાભાગનો ઔદ્યોગિક કચરો યમુનામાં જોવા મળે છે. એટલું જ નહીં તેમાં ગટરનું પાણી પણ જોવા મળે છે.

ત્રીજો પડકાર શું છે?

આમ આદમી પાર્ટી સત્તામાં હતી ત્યારે નાણાં વિભાગે રાજ્યના આર્થિક સ્વાસ્થ્ય અંગે અનેક આશંકાઓ વ્યક્ત કરી હતી. ચૂંટણી પહેલા આપ સરકારે નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડમાંથી 10 હજાર કરોડ રૂપિયાની લોન માંગી હતી. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે છેલ્લા ઘણા વર્ષોથી સબસિડી પર સરકારી ખર્ચને લીલી ઝંડી આપી છે. ભાજપે વચન આપ્યું છે કે આપ સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી ચાલુ રહેશે. તેણે પોતાના ઘણા વચનો પણ આપ્યા છે.

આ પણ વાંચો – રેખા ગુપ્તા કોણ છે, દિલ્હીના મુખ્યમંત્રી સુધીની સફર, કેવી રીતે બન્યા ભાજપના ખાસ નેતા

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ

અગાઉની આપ સરકારે અમલદારો અને ઉપરાજ્યપાલની ઓફિસ પર યોગ્ય વલણ ન અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. આ કારણે શહેરમાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અટકી પડ્યા હતા. રોડ ડેવલપમેન્ટ અને ગાર્બેજ કલેક્શન આમાં ખાસ હતા. પાર્ટીએ ટૂંક સમયમાં જ નક્કર પરિણામો લાવવા પડશે. શહેરી વિકાસ માટે મોટી ફાળવણી પણ અલગ રાખવી પડશે. જેમાં રોડ રિપેરિંગ અને મેઇન્ટેનન્સ, ફ્લાયઓવર અને લેન્ડફીલ સાઈટ પર કચરાના પહાડને હટાવવાનો સમાવેશ થાય છે.

સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે સરકારે હજી સુધી શપથ લેવાના બાકી હોવા છતાં કેબિનેટ નોંધ અને કામ શરૂ કરવાની દરખાસ્તો તૈયાર કરવામાં આવી રહી છે જેથી તેને વહેલી તકે લાગુ કરી શકાય. વડાપ્રધાન મોદીના ચૂંટણી પ્રચારને દોહરાવતા ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આવનારી સરકાર દિલ્હીને વિકસિત ભારતની વિકસિત રાજધાની બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Web Title: Rekha gupta delhi next chief minister four big challenges ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×