scorecardresearch
Premium

“ભારતમાં ગૃહયુદ્ધ કરાવવા માંગે છે રાહુલ ગાંધી”, વક્ફ બોર્ડ અને બાંગ્લાદેશનો ઉલ્લેખ કરતા ગિરિરાજ સિંહે કોંગ્રેસને આડે હાથ લીધી

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવ્યો છે. વારાણસીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભારતમાં ગૃહયુદ્ધ કરાવવા માંગે છે.

Rahul Gandhi, Giriraj Singh, Bangladesh,
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવ્યો છે. (File Photo: Express)

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવ્યો છે. વારાણસીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભારતમાં ગૃહયુદ્ધ કરાવવા માંગે છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ગૃહયુદ્ધ શરૂ કરવા માટે નવી ટૂલ કીટ બનાવી રહ્યા છે પરંતુ તેમનું સપનું સાકાર નહીં થાય.

રવિવારે વારાણસીમાં મીડિયા સાથે વાત કરતા ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, “જ્યારે બાંગ્લાદેશની ઘટના બની ત્યારે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હતો, તે સમયે કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું, સલમાન ખુર્શીદે કહ્યું હતું, અન્ય ઘણા નેતાઓએ કહ્યું હતું કે ભારતમાં પણ બાંગ્લાદેશની જેવું થશે… મને લાગે છે કે રાહુલ ગાંધી વક્ફ બોર્ડના નામે ભારતમાં ગૃહયુદ્ધ કરાવવા માંગે છે. તેઓ ગૃહયુદ્ધ શરૂ કરવા માટે નવી ટૂલ કીટ બનાવી રહ્યા છે, પરંતુ ધ્યાનમાં રાખો કે રાહુલ ગાંધીનું આ સપનું પૂરું નહીં થાય કારણ કે ભારતના યુવાનો જાગી ગયા છે.

રાહુલ ગાંધીએ કેરળમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા

કેરળના વાયનાડમાં તેમની બહેન અને કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધીના પ્રચાર કાર્યક્રમમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક પરિબળો બંધારણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે ભારતને ધર્મ, ભાષા અને રાજ્યોના આધારે વિભાજીત કરવા માંગે છે. અમે તેમને આવું કરવા નહીં દઈએ.

આ પણ વાંચો: મહાકુંભમાં બિન-હિન્દુઓના પ્રવેશને લઈને બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રીએ

વાયનાડ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે અહીં કેટલીક સમસ્યાઓ છે. આ સમસ્યાઓમાં રાત્રિના સમયે ટ્રાફિક પ્રતિબંધનો મુદ્દો, મેડિકલ કોલેજનો મુદ્દો, માનવ-પ્રાણી સંઘર્ષનો મુદ્દો સામેલ છે. અમે મેડિકલ કોલેજ માટે રાજ્ય સરકાર પર ઘણું દબાણ કર્યું પરંતુ મને એ કહેતા દુઃખ થાય છે કે આપણી પાસે હજુ પણ યોગ્ય મેડિકલ કોલેજ નથી.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, “તમે જોયું કે જ્યારે આપણા ત્યાં દુર્ઘટના થઈ ત્યારે વડા પ્રધાન વાયનાડ આવ્યા હતા, પરંતુ તેમણે વાસ્તવમાં વાયનાડને આર્થિક મદદ કરી ન હતી. આ તમારા સાંસદને પસંદ કરવાની ચૂંટણી છે અને મને ખૂબ જ આનંદ અને ગર્વ છે કે UDF ઉમેદવાર મારી બહેન પ્રિયંકા ગાંધી છે. મને વિશ્વાસ છે કે મેં જે કર્યું તે તમારા માટે તે કરશે…”

Web Title: Referring to the wakf board and bangladesh giriraj singh attacked the congress rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×