scorecardresearch
Premium

રાજા રઘુવંશી મર્ડર કેસમાં હવે સંજય વર્માની એન્ટ્રી, સોનમ સાથે 25 દિવસમાં 112 વખત થઇ હતી વાતચીત

Raja Raghuvanshi Murder Case: રાજા રઘુવંશી હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શિલોંગ પોલીસને સોનમ રઘુવંશીના મોબાઇલ કોલ રેકોર્ડમાંથી ચોંકાવનારા ઇનપુટ મળ્યા છે

raja raghuvanshi, sonam raghuvanshi, રાજા રઘુવંશી, સોનમ રઘુવંશી
રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી (ફાઇલ ફોટો)

Raja Raghuvanshi Murder Case: રાજા રઘુવંશી હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ હત્યા કેસમાં છઠ્ઠા પાત્રની પણ એન્ટ્રી થઇ છે. આ કેસમાં સોનમ સાથે બીજા એક વ્યક્તિનું સંજય વર્માનું નામ સામે આવ્યું છે. શિલોંગ પોલીસને જે માહિતી મળી છે તેનાથી આ કેસ ઉકેલવાને બદલે વધુ જટિલ બન્યો છે.

સોનમ રઘુવંશીના મોબાઇલ કોલ રેકોર્ડમાંથી ચોંકાવનારા ઇનપુટ મળ્યા

શિલોંગ પોલીસને સોનમ રઘુવંશીના મોબાઇલ કોલ રેકોર્ડમાંથી ચોંકાવનારા ઇનપુટ મળ્યા છે. જાણવા મળ્યું છે કે હત્યાની ઘટના પહેલા સોનમ સંજય વર્મા નામના વ્યક્તિ સાથે વાત કરી રહી હતી. તેણે 1 માર્ચથી 25 માર્ચ દરમિયાન સંજય વર્મા નામના યુવકને 112 વખત ફોન કર્યો હતો. એટલે કે તેમની વચ્ચે લગભગ દરરોજ ચારથી પાંચ વખત વાતચીત થતી હતી. પોલીસના મતે આ સામાન્ય સંપર્ક ન હોઈ શકે.

સંજય વર્મા કોણ છે?

હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે સંજય વર્મા કોણ છે? તેના વિશે વધારે માહિતી સામે આવી નથી. શું તે આ હત્યાના કાવતરામાં સામેલ છે કે પછી તે સોનમને મદદ કરી રહ્યો હતો? પોલીસ હવે આ કડીઓને જોડવાનો પ્રયાસ કરી રહી છે.

શિલોંગ પોલીસ ઇન્દોર પહોંચી

મંગળવારે જ શિલોંગ પોલીસ ઇન્દોર પહોંચી અને રાજા રઘુવંશીના ઘરે ગઈ હતી અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. પોલીસે રાજાની માતા અને બે ભાઈઓ સાથે એક કલાક સુધી વાત કરી હતી. વાતચીતનો મુખ્ય વિષય હતો – સોનમનું વર્તન, પરિવાર સાથેનો તેનો સંબંધ અને હનીમૂન ટ્રીપ દરમિયાનની તેની પ્રવૃત્તિઓ. અગાઉ પોલીસે હત્યા પછી સોનમ જ્યાં રોકાઈ હતી તે ફ્લેટની પણ તપાસ કરી હતી.

આ પણ વાંચો – ‘તે નજીક આવી રહ્યો છે, મને સારું લાગતું નથી’, સોનમ અને રાજની સનસનીખેજ ચેટ સામે આવી

બીજું હથિયાર પણ મળી આવ્યું

મંગળવારે પોલીસે ઘટના સ્થળે ગુનાનો ક્રાઇમ સીન રિક્રિએશન કર્યો હતો. આ દરમિયાન હત્યામાં વપરાયેલું બીજું હથિયાર, જે અત્યાર સુધી ગુમ હતું, તે ખીણ નજીકથી મળી આવ્યું હતું. અગાઉ પોલીસે જણાવ્યું હતું કે રાજાની હત્યામાં બે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Web Title: Raja raghuwanshi murder case sonam call records reveal sanjay verma role ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×