scorecardresearch
Premium

નોટબંધીની આઠમી વર્ષગાંઠ પર રાહુલ ગાંધીએ સરકારને ઘેરી, અખિલેશે કહ્યું- ‘રૂપૈયા કહે આજ કા, નહીં ચાહિયે ભાજપા’

Operation Gangajal Gujarat Govt: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં એક ખાસ મિશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એક્શન લઈ અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરભેગા કરી રહ્યાં છે.

Rahul Gandhi, demonetisation
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (તસવીર – સ્ક્રીનગ્રેબ)

Rahul Gandhi on Demonetisation Anniversary: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નોટબંધીના આઠ વર્ષ પૂર્ણ થવા પર મોદી સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ નોટબંધી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, નોટબંધીના આઠ વર્ષ બાદ ભારતમાં રોકડનો ઉપીયોગ હાલમાં પણ વધુ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું,’એક્સપર્ટનું માનવું છે કે નોટબંધીથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (MSME) અને અનૌપચારિક ક્ષેત્ર પર ઉંડી અસર થઈ છે. આના કારણે બજારમાં ઘણા મોટા વેપારો અને એકાધિકારની સ્થિતિ ઉદ્ભવી છે, જેણે નાના ઉદ્યોગોને નુક્સાન પહોંચાડ્યું છે.’

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આગળ લખ્યું, ‘દેશમાં ખોટી નીતિઓને કારણે વેપાર જગતમાં ભયનું વાતાવરણ છે. એક નવા સોદાની જરૂર છે જે સમગ્ર દેશમાં વાજબી વેપારની ઊર્જાને અનલૉક કરવા માટે નિષ્પક્ષતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે.’

આ પણ વાંચો: ગુજરાત સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’, જેણે ભ્રષ્ટ અને ગેરરીતિ આચરતા અધિકારીઓને કરી દીધા ઘરભેગા

રાહુલ ગાંધીએ ચાર્ટ શેર કર્યો

રાહુલ ગાંધીએ એક ચાર્ટ પણ શેર કર્યો છે. તે દર્શાવે છે કે કેવી રીતે જનતા પાસે રોકડ 2013-14માં GDPના 11 ટકાથી ઘટીને 2016-17માં 8 ટકા થઈ અને હવે તે વધીને 2020-21માં GDPના 14 ટકા થઈ ગઈ છે. ચાર્ટ દર્શાવે છે કે જનતા પાસે રોકડ હવે 2022-23માં જીડીપીના 12 ટકા છે.

અખિલેશ યાદવે પણ પ્રહારો કર્યા

માત્ર રાહુલ ગાંધી જ નહીં પરંતુ અખિલેશ યાદવે પણ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું આજે, ડિમોનેટાઇઝેશનની 8મી વર્ષગાંઠના એક દિવસ પહેલા, ગઈ કાલે ડૉલર સામે રૂપિયો સૌથી વધુ નબળો પડ્યો હતો.

લોકો પૂછી રહ્યા છે કે આવું નોટબંધીની નિષ્ફળતાને કારણે થયું કે પછી ભાજપની નકારાત્મક નીતિઓને કારણે. હવે શું બીજેપીના લોકો ફરી કહેશે કે રૂપિયો દેશના ઈતિહાસમાં ડોલર સામે સૌથી નીચા સ્તરે પહોંચતા રેકોર્ડબ્રેક ગગડ્યો નથી, બલ્કે ડોલર વધ્યો છે. ભાજપે અર્થવ્યવસ્થાને ગડબડમાં ફેરવી દીધી છે. રૂપિયો કહે આજે, ભાજપને નથી જોઈતું.

Web Title: Rahul gandhi stormed the central government on the eighth anniversary of demonetisation rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×