scorecardresearch
Premium

લોકસભામાં રાહુલ ગાંધીનો ભાજપ, આરએસએસ પર પ્રહાર, કહ્યું – સાવરકરે કહ્યું હતું કે મનુ સ્મૃતિ કાયદો છે

Rahul Gandhi Speech Lok Sabha : ભારતના બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર જોરદાર પ્રહાર કર્યો

rahul Gandhi, Rahul Gandhi Speech Lok Sabha
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (તસવીર – સ્ક્રિનગ્રેબ)

Rahul Gandhi Speech Lok Sabha : ભારતના બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ-આરએસએસ અને વીડી સાવરકરને નિશાને લીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે વીડી સાવરકરે કહ્યું હતું કે બંધારણમાં કંઈ નથી, મનુ સ્મૃતિ કાનૂન છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આપણું બંધારણ નવા ભારતનું બંધારણ છે. બંધારણમાં આપણા નવા ભારતનો વિચાર સમાયેલો છે. ભારતમાં બે વિચારોની લડાઈ ચાલી રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું મારા ભાષણની શરૂઆત ભાજપના નહીં પણ આરએસએસના વિચારોની આધુનિક વ્યાખ્યા કરનાર સર્વોચ્ચ નેતાને ટાંકીને કરવા માંગુ છું, જે ભારતના બંધારણ વિશે અને તેમના વિચારથી ભારતને કેવી રીતે ચલાવવું જોઈએ તેના વિશે કહે છે કે ભારતના બંધારણની સૌથી ખરાબ બાબત એ છે કે તેમાં કશું જ ભારતીય નથી. મનુસ્મૃતિ તે ધર્મગ્રંથ છે આપણા હિન્દુ રાષ્ટ્ર માટે વેદો પછી સૌથી વધુ પૂજનીય છે અને જેણે આપણી પ્રાચીન સંસ્કૃતિ, રીત રિવાજો, વિચાર અને આચરણનો આધાર બન્યો છે. આ પુસ્તકે સદીઓથી આપણા રાષ્ટ્રની આધ્યાત્મિક અને દૈવીય યાત્રાને સંહિતાબદ્ધ કરી છે. આજે મનુસ્મૃતિ જ કાનૂન છે. આ છે સાવરકરના શબ્દો.

આ પણ વાંચો – તમે બોલો તો દિલ ચીરીને દેખાડી દઉં, ચિરાગ પાસવાનની મોદીના હનુમાન બનવાની કહાની

રાહુલ ગાંધીએ કહ્યું કે સાવરકરે પોતાના લખાણોમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આપણા બંધારણમાં કશું જ ભારતીય નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત જે પુસ્તકથી ચાલે છે તેને આ પુસ્તકમાંથી હટાવી દેવું જોઈએ. આ વાતને લઇને લડાઈ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મારા પ્રથમ ભાષણમાં મેં યુદ્ધના વિચારનું વર્ણન કર્યું, મેં મહાભારતનું વર્ણન કર્યું, મેં કુરુક્ષેત્રનું વર્ણન કર્યું. આજે ભારતમાં યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ (વિપક્ષ) બંધારણના વિચારના રક્ષકો છે. દરેક રાજ્ય પાસેથી અમારી પાસે એક છે. જો તમે અમને તામિલનાડુ વિશે પૂછશો, તો અમે તમને પેરિયાર કહીશું, જો તમે અમને કર્ણાટક વિશે પૂછશો, તો અમે બસવન્ના કહીશું, જો તમે અમને મહારાષ્ટ્ર વિશે પૂછશો, તો અમે ફૂલેજી, આંબેડકરજી કહીશું, જો તમે અમને ગુજરાત વિશે પૂછશો તો અમે મહાત્મા ગાંધી કહીશું. તમે ખચકાટ સાથે આ લોકોની પ્રશંસા કરો છો કારણ કે તમારે કરવું પડશે. પરંતુ હકીકત એ છે કે તમે ઇચ્છો છો કે ભારતને તેવી જ રીતે ચલાવવામાં આવે જેમ પહેલા ચલાવવામાં આવતું હતું.

Web Title: Rahul gandhi speech in lok sabha attacks bjp rss and vd savarkar ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×