scorecardresearch
Premium

‘PM એ જી-હુજૂર કરીને ટ્રમ્પના ઈશારાનું પાલન કર્યું’, રાહુલ ગાંધીએ કહ્યું- BJP-RSS વાળાને સારી રીતે જાણું છું

ભોપાલમાં રાહુલ ગાંધીએ કહ્યું,”… આ બીજેપી-RSS વાળાઓને હું સારી રીતે જાણું છું. તેમના પર થોડું દબાણ નાંખો, ધક્કો મારો, ડરીને ભાગી જાય છે આ લોકો…

Rahul Gandhi on Operation Sindoor, Trump ORder, PM Narendra Modi
રાહુલ ગાંધીએ પાકિસ્તાન સાથે સીઝફાયરના સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. (તસવીર: X)

ઓપરેશન સિંદૂર પર વિપક્ષી દળો ચર્ચા કરવાની માંગ કરી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાકિસ્તાન સાથે સીઝફાયરના સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. ભોપાલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈશારા પર સરેન્ડર કરી દીધુ.

ભોપાલમાં રાહુલ ગાંધીએ કહ્યું,”… આ બીજેપી-RSS વાળાઓને હું સારી રીતે જાણું છું. તેમના પર થોડું દબાણ નાંખો, ધક્કો મારો, ડરીને ભાગી જાય છે આ લોકો… જેમ કે ત્યાંથી ટ્રમ્પે એક ઈશારો કર્યો, ફોન ઉઠાવ્યો… કહ્યું મોદી જી શું કરી રહ્યા છો? નરેંદર, સરેન્ડર અને જી હુજૂર કરીને નરેન્દ્ર મોદી જી એ ટ્રમ્પના ઈશારાનું પાલન કર્યું.”

કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષે વધુમાં કહ્યું, “તમને એ સમય યાદ હશે જ્યારે ફોન કોલ નહોતો, 1971ના યુદ્ધમાં સાતમો કાફલો આવ્યો, શસ્ત્રો આવ્યા, વિમાનવાહક જહાજ આવ્યું, ઇન્દિરા ગાંધીજીએ કહ્યું – હું જે કરવાનું છે તે કરીશ. આ ફરક છે, આ તેમનું પાત્ર છે, તે બધા આવા છે, તેમને સ્વતંત્રતા સમયથી શરણાગતિ પત્ર લખવાની આદત છે. એક સેકન્ડમાં થોડું દબાણ આવતાની સાથે જ…”

રાહુલ ગાંધી ‘મિશન-2028’ માટે મધ્યપ્રદેશ પહોંચ્યા

રાહુલ ગાંધી મંગળવારે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમના આગમનનો હેતુ ‘મિશન-2028’ માટે પાયાના સ્તરે કોંગ્રેસને મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાડવાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં કેરીની ચોરીની શંકામાં આંબાની વાડીમાં કામ કરતા મજૂરની હત્યા, નહેરમાં ફેંકી લાશ

આ અભિયાન શરૂ કરતા પહેલા રાહુલે કોંગ્રેસની રાજકીય બાબતોની સમિતિની બેઠકને સંબોધિત કરી હતી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ બેઠકમાં કોંગ્રેસના પ્રભારી મહાસચિવ હરીશ ચૌધરી, સંગઠન પ્રભારી કેસી વેણુગોપાલ, પાર્ટીના મધ્યપ્રદેશ એકમના પ્રમુખ જીતુ પટવારી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, દિગ્વિજય સિંહ, મધ્યપ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘર અને પાર્ટીના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

Web Title: Rahul gandhi said pm modi followed trump instructions and surrendered rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×