scorecardresearch
Premium

રાહુલ ગાંધીએ કહ્યું – નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર પૂર્વ પીએમ મનમોહન સિંહનું અપમાન

Manmohan Singh Memorial Row : પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલીન થયા છે, પરંતુ તેમના સ્મારકને લઈને રાજનીતિ ખતમ થવાનું નામ લેતી નથી. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વર્તમાન સરકાર દ્વારા તેમનું અપમાન કરવામાં આવ્યું છે

Rahul Gandhi, Manmohan Singh memorial Row
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા રાહુલ ગાંધી (તસવીર – @RahulGandhi)

Manmohan Singh Memorial row : પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલીન થયા છે, પરંતુ તેમના સ્મારકને લઈને રાજનીતિ ખતમ થવાનું નામ લેતી નથી. હવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વર્તમાન સરકાર દ્વારા તેમનું અપમાન કરવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીનો મોટો આરોપ

વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત માતાના મહાન સપૂત અને શીખ સમુદાયના પ્રથમ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે નિગમબોધ ઘાટ પર કરાવીને વર્તમાન સરકાર દ્વારા તેમનું અપમાન કરવામાં આવ્યું છે. તેઓ એક દાયકા સુધી ભારતના વડાપ્રધાન રહ્યા, તેમના સમયમાં દેશ આર્થિક મહાસત્તા બન્યો અને તેમની નીતિઓ આજે પણ દેશના ગરીબ અને પછાત વર્ગનો સહારો છે.

રાહુલે વધુમાં કહ્યું કે આજ સુધી તમામ પૂર્વ વડાપ્રધાનોની ગરિમાને માન આપીને તેમના અંતિમ સંસ્કાર અધિકૃત સમાધિ સ્થળો પર કરવામાં આવ્યા. જેથી દરેક વ્યક્તિ કોઈપણ જાતની અગવડતા વિના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી શકે. ડૉ.મનમોહન સિંહ આપણા સર્વોચ્ચ સન્માન અને સમાધિ સ્થળના હકદાર છે. સરકારે દેશના આ મહાન સપૂત અને તેમની ગૌરવશાળી કોમ પ્રત્યે આદર બતાવવો જોઈતો હતો.

સરકારે શું કહ્યું?

આ પહેલા કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ સરકાર પર આવો જ આરોપ લગાવતા કહ્યું હતું કે સરકાર એક શીખ પીએમનું અપમાન કરી રહી છે. આ અલગ વાત છે કે કેન્દ્ર સરકાર આ તમામ આરોપોને પાયાવિહોણા માની રહી છે અને કોંગ્રેસને આ મુદ્દે રાજનીતિ ન કરવાની અપીલ કરી રહી છે.

આ પણ વાંચો – વાત ફક્ત મનમોહન સિંહના મેમોરિયલની, કોંગ્રેસને કેમ યાદ અપાવવામાં આવ્યા નરસિમ્હા રાવના અંતિમ સંસ્કાર?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સરકાર તરફથી પહેલેથી જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે તેમને સ્મારક માટે યોગ્ય જગ્યા શોધવી પડશે, પછી ત્યાં સ્મારક બનાવવામાં આવશે. પરંતુ કોંગ્રેસ અને અન્ય કેટલાક પક્ષો ઇચ્છતા હતા કે જે જગ્યાએ અંતિમ સંસ્કાર થવાના છે ત્યાં સ્મારક બનાવવામાં આવે.

Web Title: Rahul gandhi on manmohan singh funeral crematorium centre insulted ex pm manmohan singh ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×