scorecardresearch
Premium

રાહુલ ગાંધી બનશે વિપક્ષના નેતા? માંગ ઉગ્ર બની, CWC ની બેઠકમાં પ્રસ્તાવ થયો પસાર

Rahul Gandhi Leader of Opposition CWC : લોકસભા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક દિલ્હીમાં મળી, જેમાં રાહુલ ગાંધીને વિપક્ષ નેતા બનાવવાની માંગ સાથે પ્રસ્તાવ પસાર થયો.

Rahul Gandhi Leader of Opposition | CWC Meet
રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ (ફોટો – કોંગ્રેસ ટ્વીટર)

Rahul Gandhi Leader of Opposition : કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત છે. પરિણામોના ચાર દિવસ બાદ જ દિલ્હીની અશોકા હોટલમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક યોજાઈ હતી. જેની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી. બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માંગ કરવામાં આવી છે. આ માટે દરખાસ્ત પણ પસાર કરવામાં આવી છે.

રાહુલે પ્રસ્તાવ પર વિચાર કરવા માટે સમય માંગ્યો

જો કે રાહુલ ગાંધીએ આ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે સમય માંગ્યો છે. આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, જ્યાં પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ છે ત્યાં પાર્ટીની બેઠકો વધી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓએ હાજરી આપી હતી. જેમાં ચૂંટણી પરિણામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ જ બેઠકમાં રાહુલ ગાંધીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવાની માંગ કરવામાં આવી છે.

CWC ની બેઠક બાદ કોંગ્રેસના નેતા રમેશ ચેન્નીથલાએ કહ્યું, “તમામ સભ્યોએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માંગ કરી છે. જોકે સંપૂર્ણપણે રાહુલ ગાંધીએ નક્કી કરવાનું છે કે તેમણે કઈ સીટ છોડવી, રાયબરેલી કે વાયનાડ. CWC ની બેઠક પછી, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું, “તમામ મુખ્યમંત્રીઓ અને નેતાઓએ LOP માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે અને આખો પક્ષ આ મુદ્દા પર ઊભો છે. કોંગ્રેસ અધ્યક્ષ એલઓપીની જાહેરાત કરશે.

શું કોંગ્રેસના નેતાઓ મોદીના શપથ ગ્રહણમાં હાજરી આપશે?

પીએમ-નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, “શપથગ્રહણ સમારોહ માટે માત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમારા નેતાઓને હજુ સુધી આમંત્રણ મળ્યું નથી. જ્યારે અમારા ગઠબંધન નેતાઓને આમંત્રણ મળશે, ત્યારબાદ અમે તેના વિશે વિચારીશું.

આ પણ વાંચો – PM Narendra Modi Oath Taking Ceremony : પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહ માટે લોખંડી સુરક્ષા, કયા મહેમાનો લેશે ભાગ?

CWC ની બેઠક પછી, હિમાચલ પ્રદેશ કોંગ્રેસના વડા પ્રતિભા સિંહે કહ્યું, “અમે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનો તેમના પ્રયાસો માટે આભાર માન્યો, જેના પરિણામો આજે આપણે જોઈ રહ્યા છીએ. બધાએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતાનું પદ સ્વીકારવા વિનંતી કરી છે.

Web Title: Rahul gandhi leader of opposition cwc meeting proposal passed km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×