scorecardresearch
Premium

રાહુલ ગાંધી રાયબરેલી સીટ જાળવી રાખશે, પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડશે

Rahul Gandhi Raebareli Seat : રાહુલ ગાંધીએ કહ્યું – પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે અને મને વિશ્વાસ છે કે તે ચૂંટણી જીતશે. વાયનાડના લોકો હવે માની શકે છે કે તેમની પાસે હવે બે સાંસદ છે. એક મારી બહેન છે અને બીજો હું. વાયનાડના લોકો માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે

Rahul Gandhi, Priyanka Gandhi
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા (Express photo/File)

Rahul Gandhi : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી છે કે રાહુલ ગાંધી રાયબરેલીની સીટ જાળવી રાખશે અને પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડશે. મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બે કલાકથી વધુ સમય સુધી બેઠક થઇ હતી. જેમાં નક્કી થયું હતું કે રાહુલ ગાંધીને રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેશે અને પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ચૂંટણી લડશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રાહુલ ગાંધી 2 સીટો પર લોકસભા ચૂંટણી જીત્યા છે. જેના કારણે તેમને એક બેઠક છોડવી પડશે. પાર્ટીએ નક્કી કર્યું છે કે રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક જાળવી રાખવી જોઈએ. પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડથી ખાલી પડેલી બેઠક પરથી ચૂંટણી લડશે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું – હું વાયનાડને રાહુલ ગાંધીની ખોટ પડવા દઈશ નહીં

પ્રિયંકા ગાંધીએ પણ આ મોટા નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે હું વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહી છું. હું વાયનાડને તેમની (રાહુલ ગાંધીની) ખોટ પડવા દઈશ નહીં. અમે બંને રાયબરેલીમાં અને વાયનાડમાં પણ હાજર રહીશું.

વાયનાડના લોકો માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પણ મોટી વાત કહી છે . રાહુલે ભાર આપીને કહ્યું કે પ્રિયંકા ગાંધી શાનદાર કામ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે અને મને વિશ્વાસ છે કે તે ચૂંટણી જીતશે. વાયનાડના લોકો હવે માની શકે છે કે તેમની પાસે હવે બે સાંસદ છે. એક મારી બહેન છે અને બીજો હું. વાયનાડના લોકો માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે. હું વાયનાડના દરેક માણસને પ્રેમ કરું છું.

આ પણ વાંચો – રાહુલ ગાંધીએ ઇવીએમ પર સવાલો ઉઠાવ્યા, કહ્યું – ભારતમાં ઇવીએમ એક બ્લેક બોક્સ છે

હવે આ જાહેરાતને મોટો મતલબ નીકળી રહ્યો છે. એક તરફ આ એક નિર્ણયથી પ્રિયંકા ગાંધીનું ચૂંટણીમાં ડેબ્યૂ થશે અને બીજી તરફ રાહુલ ગાંધીની રાયબરેલી બેઠક જાળવી રાખશે. જો એક બેઠક સોનિયા ગાંધી સાથે જોડાયેલી હોય તો બીજી બેઠક પરથી રાહુલે લોકપ્રિયતાની ટોચને સ્પર્શી લીધી છે.

હવે બંને બેઠકો પર ગાંધી પરિવારથી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. એ પણ સમજવા જેવું છે કે જો પ્રિયંકા ગાંધી જીતશે તો બંને ભાઈ-બહેન લોકસભામાં ભાજપનો મુકાબલો કરશે. આ સ્થિતિથી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે.

Web Title: Rahul gandhi keeps raebareli seat priyanka gandhi contest from wayanad ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×