Jagannath Rath Yatra 2024: ઓરિસ્સાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દેશની સાથે દુનિયાભરમાં પ્રખ્યાત છે. જ્યાં દુનિયાભરના લોકો તે અદભૂત નજારો જોવા માટે પહોંચે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ કાઢવામાં આવે છે. આ યાત્રામાં ભગવાન કૃષ્ણની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ બિરાજમાન હોય છે. આ વર્ષે જગન્નાથ યાત્રા પર વર્ષો બાદ એક ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વખતે તિથિઓની વધઘટના કારણે સતત બે દિવસ રથયાત્રા નીકળશે. આ પછી તેઓ ગુંડીચા મંદિર પહોંચશે. આવો જાણીએ પુરી જગન્નાથ રથયાત્રા વિશે બધું જ.
તમને જણાવી દઈએ કે પુરી જગન્નાથ રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજથી શરૂ થાય છે. અષાઢ સુદ અગિયારસના દિવસે જગન્નાથજીની વાપસી સાથે થાય સમાપ્ત થાય છે. આ વર્ષે જગન્નાથ રથયાત્રા 7 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 16 જુલાઈએ પૂરી થશે.
53 વર્ષ પછી દુર્લભ સંયોગ
પુરીમાં આ વર્ષે જગન્નાથ રથયાત્રા બે દિવસ ચાલશે. પંચાગ મુજબ આ વર્ષે અષાઢ માસમાં તિથિઓમાં વધઘટ થઇ છે. આવી સ્થિતિમાં રથયાત્રા પહેલાની તમામ પરંપરાઓ 7 જુલાઈ સુધી ચાલશે. એટલે રથયાત્રા સવારના બદલે સાંજે નીકળશે. સૂર્યાસ્ત પછી હાંકવામાં આવતા નથી. આથી રથને રાત્રે રોકીને દેવામાં આવશે અને 8 જુલાઇના રોજ વહેલી સવારે રથ ફરીથી શરુ થશે. આ પછી તેઓ આ દિવસે ગુંડીચા મંદિર પહોંચશે. તમને જણાવી દઈએ કે તિથિઓનો આવો સંયોગ વર્ષ 1971માં બન્યો હતો.
અલગ-અલગ રથમાં સવાર હોય છે ભગવાન કૃષ્ણ, બલરામ અને સુભદ્રા
ભવ્ય જગન્નાથ રથયાત્રામાં 3 રથ કાઢવામાં આવે છે, જે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને તેમની બહેન સુભદ્રાના હોય છે. દરેક રથ પોતાની રીતે ખાસ હોય છે.
આ પણ વાંચો – ક્યારથી શરુ થશે પવિત્ર શ્રાવણ મહિનો, આ વખતે શું છે ખાસ?
ભગવાન જગન્નાથનો રથ
પહેલો રથ ભગવાન જગન્નાથ જી નો હોય છે, જેને નંદીઘોષ કહેવામાં આવે છે. આ સાથે તેમાં લહેરાતી ત્રૈલોક્ય મોહિની કહેવામાં આવે છે. આ સાથે આ રથમાં કુલ 16 પૈડાં છે. આ રથમાં પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે.
ભગવાન બલરામ બીજા રથ પર બેસશે
ભગવાન બલરામના રથને તાલધ્વજ કહેવામાં આવે છે. આ સાથે રથમાં જે ધજા હોય છે તેને ઉનાની કહેવામાં આવે છે. આ રથમાં કુલ 14 પૈડાં છે. આ સાથે જે રસ્સીથી આ રથને ખેંચવામાં આવે છે તેને વાસુકી કહેવામાં આવે છે.
માતા સુભદ્રાનો ત્રીજો રથ
ભગવાન જગન્નાથના નાની બહેન સુભદ્રાનો રથ પણ કાઢવામાં આવે છે. આ રથને પદ્મ ધ્વજ કહેવામાં આવે છે. આ રથમાં કુલ 12 પૈડાં છે. આ રથમાં લાલ રંગના કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ રથની જે રસ્સીથી ખેંચવામાં આવે છે તેને સ્વર્ણાચુડા કહેવામાં આવે છે.