scorecardresearch
Premium

પાકિસ્તાનની હવામાં જ ઝેર! NASA એ બ્લેક સ્મોગની સેટેલાઈટ તસવીર શેર કરી

Pakistan Pollution: AQI ના ખરાબ થવાના કારણે પાકિસ્તાની સરકારે 17 નવેમ્બર સુધી ઘણા જિલ્લામાં શાળા અને કોલેજો બંધ કરવાના આદેશ આપ્યા છે. જેમાં લાહોર પણ સામેલ છે.

Pakistan Pollution, toxic black smog, Lahore AQI, NASA
સોમવારે લાહોરની એર ક્વોલિટી 'ખતરનાક' કેટેગરીમાં હતી, જેમાં AQI600 થી વધુ હતું. (તસવીર: સોશિયલ મીડિયા)

Pakistan Pollution: નાસાની એક સેટેલાઈટ તસવીર સામે આવી છે. જે પાકિસ્તાનના ખરાબ AQI ને દર્શાવે છે. નાસાના વર્લ્ડ વ્યૂથી મળેલી સેટેલાઈટ ઇમેઝમાં પાકિસ્તાનના આકાશમાં કાળો અને ઝેરીલો ધુમાડો દેખાઈ રહ્યો છે. હવે જાણવા મળ્યું છે કે, આ ધુમાડો અંતરિક્ષથી પણ દેખાઈ રહ્યો છે. આ પાકિસ્તાનમાં વધતા પ્રદુષણના સતરની જાણકારી આપે છે. જેના કારણે લોકોનું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આવો આ વિશે અમે તમને વિસ્તારથી જણાવીએ.

નાસાએ તસવીર શેર કરી

આ તસવીર નાસાએ ત્યારે શેર કરી છે જ્યારે પાકિસ્તાનના કેટલાક શહેરોમાં રેકોર્ડતોડ પ્રદુષણની જાણકારી સામે આવી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના કેટલાક શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 2000નો આંકડો પાર કરી ગયું છે.

(તસવીર: NASA)
નાસા દ્વારા શેર કરવામાં આવેલી તસવીર.

આ અઠવાડિયે પાકિસ્તાનના લાહોર અને મુલ્તાન શહેરોની મળેલી તસવીરમાં રસ્તાઓ પર કાળી ઓશ છવાયેલી રહી અને બિલ્ડીંગો પણ દેખાઈ રહી નથી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતથી આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં દુકાનો, બજારો અને મોલને જલ્દીથી બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.

શાળા-કોલેજો બંધ કરાઈ

AQI ખરાબ થવાના કારણે પાકિસ્તાની સરકારે 17 નવેમ્બર સુધી ઘણા જિલ્લામાં શાળા અને કોલેજો બંધ કરવાના આદેશ આપ્યા છે. જેમાં લાહોર પણ સામેલ છે. તેને સ્વિસ ગ્રુપ IQAir એ દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર ગણાવ્યું છે.

આ સાથે જ પાર્ક અને પ્રાણીસંગ્રહાલય જેવા પબ્લિક પ્લેસની સાથે-સાથે એજ્યુકેશન ઇંસ્ટીટ્યૂશનને પણ બંધ કરી દેવાયા છે. કારણ કે શ્વાસ સંબંધી બીમારીઓમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. લાહોર, મુલ્તાન, ફેસલાબાદ અને ગુજરાવાલાના નિવાસીઓને શ્વાસ સંબંધી બીમારીઓ અને ગળામાં દુખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી, જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરી, બે દર્દીના મોત

e

સોમવારે લાહોરની એર ક્વોલિટી ‘ખતરનાક’ કેટેગરીમાં હતી, જેમાં AQI600 થી વધુ હતું. જોકે મહિનાની શરૂઆતમાં આ આંકડો 1900 સુધી પહોંચી ગયો હતો. IQAir દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુલ્તાનમાં શુક્રવારે સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા વચ્ચે AQI 2135 નોંધાયું હતું.

Web Title: Poison in the air of pakistan nasa shared a satellite image of black smog rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×