scorecardresearch
Premium

પીએમ મોદીએ કહ્યું- 370થી ફક્ત કેટલાક રાજનીતિક પરિવારને ફાયદો હતો, જાણો પીએમના ભાષણની 10 મોટી વાતો

PM Narendra Modi visit Srinagar : શ્રીનગરમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – જમ્મુ કાશ્મીર માત્ર એક પ્રદેશ નથી. જમ્મુ કાશ્મીર ભારતનું મસ્તક છે અને ઊંચુ માથું એ વિકાસ અને સન્માનનું પ્રતીક હોય છે. તેથી વિકસિત જમ્મુ કાશ્મીર વિકસિત ભારતની પ્રાથમિકતા છે

pm modi visit kashmir, pm modi
પીએમ મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા (તસવીર – બીજેપી એક્સ)

PM Modi Srinagar Rally: લોકસભા ચૂંટણી 2024ને લઇને પીએમ નરેન્દ્ર મોદી રાજ્યોના પ્રવાસ કરી રહ્યા છે. આ શ્રેણીમાં પીએમ મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા. વડાપ્રધાને રાજ્યને 6400 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કલમ 370ના નામે કેટલાક રાજકીય પરિવારો હંમેશા ફાયદો ઉઠાવતા રહ્યા અને કોંગ્રેસ ગેરમાર્ગે દોરતી રહી. વડાપ્રધાને કહ્યું કે ધરતી પરના સ્વર્ગ આવવાની અનુભૂતિ અનોખી છે. અમે દાયકાઓથી આ નવા જમ્મુ-કાશ્મીરની રાહ જોઈ રહ્યા હતા. ચાલો જાણીએ વડાપ્રધાનના ભાષણના 10 મોટા મુદ્દા.

પીએમ મોદીના ભાષણના 10 મોટી વાતો

  • ધરતી પરના સ્વર્ગમાં આવવાનો આ અનુભવ, આ અનુભવ શબ્દોથી પરે છે. કુદરતનું આ અનોખું રૂપ, આ હવા, આ ખીણો, આ વાતાવરણ અને તેની સાથે તમારા કાશ્મીરી ભાઈઓ અને બહેનોના આટવા બધા પ્રેમ માટે હું તમને બધાને અભિનંદન આપું છું. આ તે નવું જમ્મુ કાશ્મીર છે, જેની આપણે બધા ઘણા દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા. આ એ જ નવું જમ્મુ અને કાશ્મીર છે જેના માટે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આ નવા જમ્મુ-કાશ્મીરની આંખોમાં ભવિષ્યની ચમક છે, આ નવા જમ્મુ-કાશ્મીરના ઈરાદામાં પડકારોને પાર કરવાની હિંમત છે
  • હું તમારા પ્રેમથી જેટલો ખુશ છું, તેટલો જ આભારી છું. પ્રેમનું આ ઋણ ચૂકવવામાં મોદી કોઈ કસર છોડશે નહીં. 2014 પછી જ્યારે પણ હું આવ્યો ત્યારે મેં કહ્યું કે હું તમારું દિલ જીતવા માટે સખત મહેનત કરી રહ્યો છું. દિવસે દિવસે હું જોઈ રહ્યો છું કે હું તમારું દિલ જીતવા માટે સાચી દિશામાં આગળ વધી રહ્યો છું. વિકાસની શક્તિ, પર્યટનની સંભાવનાઓ, ખેડૂતોનું સામર્થ્ય અને જમ્મુ અને કાશ્મીરના યુવાનોનું નેતૃત્વ વિકસિત જમ્મુ કાશ્મીરના નિર્માણનો રસ્તો અહીંથી જ નીકળશે.
  • જમ્મુ અને કાશ્મીર માત્ર એક પ્રદેશ નથી. જમ્મુ કાશ્મીર ભારતનું મસ્તક છે અને ઊંચુ માથું એ વિકાસ અને સન્માનનું પ્રતીક હોય છે. તેથી વિકસિત જમ્મુ કાશ્મીર વિકસિત ભારતની પ્રાથમિકતા છે. હું તમારું દિલ જીતી શક્યો છું અને વધુ જીતવાના મારા પ્રયત્નો ચાલુ રહેશે!
  • આજે સ્વદેશ દર્શન યોજના હેઠળ 6 પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્વદેશ દર્શન યોજનાનો આગળનો તબક્કો પણ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય સ્થળો માટે લગભગ 30 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.
  • જ્યારે ઈરાદા સારા હોય અને સંકલ્પ પૂરો કરવાનો જુસ્સો હોય તો પરિણામ પણ પ્રાપ્ત થાય છે. જમ્મુ કાશ્મીરમાં G20નું શાનદાર આયોજન કેવી રીતે થયું તે આખી દુનિયાએ જોયું છે. આજે અહીં જમ્મુ-કાશ્મીરમાં પર્યટનના તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે. એકલા 2023માં જ અહીં 2 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન સાથે કૃષિ અને કૃષિ ઉત્પાદોની તાકાત પણ છે. જમ્મુ કાશ્મીરનું કેસર, સફરજન, સુકા મેવા, જમ્મુ કાશ્મીર ચેરી પોતાની જ રીતે મોટી બ્રાન્ડ છે.

આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – મેં ઘણી નાની ઉંમરમાં ઘર છોડી દીધું હતું, મારા ખિસ્સામાં એક પૈસો પણ ન હતો

  • અહીંના તળાવોમાં દરેક જગ્યાએ કમળ જોવા મળે છે. 50 વર્ષ પહેલા બનેલા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના લોગોમાં પણ કમળ છે. આ સુખદ સંયોગ છે કે કુદરતનો કોઇ ઇશારો છે કે ભાજપનું પ્રતીક પણ કમળ છે અને જમ્મુ-કાશ્મીરનું કમળ સાથે ઊંડું જોડાણ છે.
  • આજે જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે, કારણ કે જમ્મુ-કાશ્મીર આજે ખુલીને શ્વાસ લઈ રહ્યું છે. પ્રતિબંધોમાંથી આ આઝાદી આર્ટિકલ 370 હટાવ્યા પછી આવી છે. દાયકાઓ સુધી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ રાજકીય લાભ માટે કલમ 370નો ઉપયોગ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના લોકો અને દેશને ગુમરાહ કર્યો.
  • 370થી ફાયદો જમ્મુ કાશ્મીરને હતો કે પછી માત્ર અમુક રાજકીય પરિવારો જ તેનો લાભ લઈ રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરની જનતા હવે સચ્ચાઇ જાણી ચુકી છે કે તેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. કેટલાક પરિવારોના લાભાર્થે જમ્મુ-કાશ્મીરને સાંકળોથી જકડી રાખવામાં આવ્યું હતું.
  • આજે 370 નથી તેથી જમ્મુ-કાશ્મીરના યુવાનોની પ્રતિભાનું સંપૂર્ણ સન્માન થઇ રહ્યું છે અને તેમને નવી તકો મળી રહી છે. આજે અહીં દરેક માટે સમાન અધિકારો અને સમાન તકો છે.
  • આજે જમ્મુ-કાશ્મીર પ્રવાસનના તમામ રેકોર્ડ તોડી રહ્યું છે. ફક્ત 2023માં જ 2 કરોડથી વધુ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. અમરનાથ હોય કે વૈષ્ણો દેવી હવે આ ધાર્મિક સ્થળો પર રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. સાથે વિદેશી પર્યટકોનું આગમન પણ 2.5 ગણું વધી ગયું છે.

Web Title: Pm narendra modi visit srinagar jammu kashmir said congress misled nation on article 370 ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×