scorecardresearch
Premium

ઓપરેશન સિંદૂર : પીએમ મોદીએ વિદેશથી પરત ફરેલા ડેલિગેશન સાથે મુલાકાત કરી

Operation Sindoor : પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને વિદેશથી પરત ફરેલા ડેલિગેશન સાથે મુલાકાત કરી હતી. પીએમ તરફથી આ ડેલિગેશન માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું

pm narendra modi meet delegations, pm narendra modi, delegations
પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને વિદેશથી પરત ફરેલા ડેલિગેશન સાથે મુલાકાત કરી હતી (તસવીર સોર્સ – @narendramodi)

Operation Sindoor : પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને વિદેશથી પરત ફરેલા ડેલિગેશન સાથે મુલાકાત કરી હતી. ઓપરેશન સિંદૂર બાદ આ બેઠકને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. શશિ થરૂરથી લઈને સલમાન ખુર્શીદ સુધી વિપક્ષના ઘણા મોટા ચહેરા પીએમ મોદી સાથે જોવા મળ્યા હતા. તેમના સિવાય રવિશંકર પ્રસાદ, પ્રિયંકા ચતુર્વેદી, આનંદ શર્મા જેવા નેતાઓ પણ પીએમ આવાસ પર પહોંચ્યા હતા.

પીએમ તરફથી આ ડેલિગેશન માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રતિનિધિમંડળે પીએમ મોદીને દરેક બેઠક વિશે બ્રીફિંગ આપી હતી. આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર પ્રતિનિધિમંડળને મળી ચૂક્યા છે, તેમના તરફથી બધાના ખૂબ વખાણ થયા હતા.

આતંકી હુમલા પછી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું

22 એપ્રિલના રોજ પહેલગામમાં મોટો આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું હતું, ધર્મ પૂછીને માર્યા હતા. તે હુમલામાં 26 પ્રવાસીઓના કરૂણ મોત થયા હતા. તે આતંકી હુમલા બાદ જ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, જે અંતર્ગત પાકિસ્તાનમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા.

ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાને પણ ડ્રોન હુમલાનો વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે તે બધા નિષ્ફળ બનાવ્યા હતા. ફરી એકવાર પાડોશી દેશને હારનો સામનો કરવો પડ્યો હતો. યુદ્ધભૂમિથી માંડીને રાજદ્વારી મંચ સુધી ભારતે દરેક મોરચે ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

આ પણ વાંચો – રાજા રઘુવંશી હત્યા કેસ: એક નાનું જુઠ્ઠાણું અને સોનમનો પ્લાન ઉંધો પડ્યો

મોટી વાત એ છે કે ભારતે પોતાનું ડેલિગેશન દુનિયાના અલગ અલગ દેશોમાં મોકલ્યું તો પાકિસ્તાને પણ તેની નકલ કરીને કેટલાક દેશોમાં પોતાનું ડેલિગેશન મોકલ્યું હતું. તે અલગ વાત છે કે પાક અધિકારીઓએ ત્યાંના પત્રકારોને જવાબ આપવામાં પરસેવો છૂટી ગયો હતો. બિલાવલ ભુટ્ટોને તો સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા.

Web Title: Pm narendra modi meet all party global outreach delegations on operation sindoor ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×