PM Modi visit China for SCO summit : પીએમ નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં જાપાન અને ચીનની મુલાકાત લેશે. જાપાનની આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે, જ્યારે પીએમ મોદી ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે.
પીએમ મોદી 30 ઓગસ્ટે જાપાન જવા રવાના થશે, જ્યાં તેઓ જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સાથે ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને તકનીકી સહયોગને આગળ વધારવા પર ચર્ચા થવાની શક્યતા છે.
ગલવાન અથડામણ પછી પીએમ મોદીની પહેલી બેઇજિંગ મુલાકાત હશે
પીએમ નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી SCO સમિટ માટે ચીનની મુલાકાત લે તેવી શક્યતા છે. 2019 અને 2010માં ગલવાન અથડામણ પછી મોદીની આ પહેલી બેઇજિંગ મુલાકાત હશે. તે ઓક્ટોબર 2024માં રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા.
બંને નેતાઓની કાઝાનમાં થયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ ભારત અને ચીને લદ્દાખના બે મુખ્ય સ્થળો, ડેપસાંગ અને ડેમચોકમાંથી સૈનિકોને પાછા ખેંચવાની યોજના જાહેર કરી હતી, જ્યાં 2020 થી ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે અથડામણ થઈ રહી છે.
હાલમાં જ વિદેશ મંત્રી અને રક્ષા મંત્રીએ ચીનની મુલાકાતે ગયા હતા
2020 માં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે લશ્કરી ગતિરોધ શરૂ થયા પછી જુલાઈની શરૂઆતમાં ચીનની પ્રથમ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે બેઇજિંગમાં રાષ્ટ્રપતિ જિનપિંગને મળ્યા હતા. તેમણે દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરના વિકાસ વિશે માહિતગાર કર્યા હતા. બંને દેશોએ સંબંધોને સુધારવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. જયશંકરની મુલાકાત પછી રક્ષા મંત્રી રાજનાથ સિંહ જૂનમાં ચીનની મુલાકાત ગયા હતા, જે આ વર્ષે SCO પ્રમુખપદ ધરાવે છે.
આ પણ વાંચો – મેં મારી આંખો સામે ઘણી હોટલો તણાતા જોઇ, પ્રત્યક્ષદર્શીએ ધરાલી ગામની દર્દનાક કહાની જણાવી
પીએમ મોદીની આ મુલાકાત વ્યૂહાત્મક મહત્વપૂર્ણ
SCO બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ, વેપાર સહયોગ અને બહુપક્ષીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે BRICS દેશોને નિશાન બનાવ્યા છે અને યુએસ રાષ્ટ્રપતિ દાવો કરે છે કે BRICS દેશો ડોલરના વર્ચસ્વને પડકાર આપી રહ્યા છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની આ મુલાકાત વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.