scorecardresearch
Premium

Narendra Modi Interview | નરેન્દ્ર મોદી ઈન્ટરવ્યું : રામ મંદિરથી લઈ ચૂંટણી બોન્ડ, પીએમ મોદીએ કરેલી મોટી વાતો

Narendra Modi Interview | નરેન્દ્ર મોદી ઈન્ટરવ્યું : પીએમ નરેન્દ્ર મોદીએ એએનઆઈ સાથેના સાક્ષાત્કારમાં રામ મંદિર, વન નેશન વન ઈલેક્શન, ચૂંટણી બોન્ડ, કોંગ્રેસ પર પ્રહાર, 400 બેઠકો જીતવા પર બંધારણમાં ફેરફાર સહિતના અનેક મુદ્દે ખુલીને વાત કરી.

Narendra Modi Interview ANI
ANI માં નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ

Narendra Modi Interview | નરેન્દ્ર મોદી ઈન્ટરવ્યું : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યુમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશની રાજનીતિ સાથે જોડાયેલા તમામ વિષયો પર વાત કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, “મારી પાસે મોટી યોજનાઓ છે, જેમાં કોઈને ડરવા જેવું કશું જ નથી.” તેમણે કહ્યું, મારા નિર્ણયો કોઈને ડરાવવા અથવા દબાવવા માટે નથી, તે માત્ર દેશના સર્વાંગી વિકાસ માટે છે. “

‘વન નેશન, વન ઇલેક્શન’ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “… વન નેશન, વન ઇલેક્શન અમારી પ્રતિબદ્ધતા છે. ઘણા લોકોએ સમિતિને તેમના સૂચનો આપ્યા છે. ખૂબ જ સકારાત્મક અને નવીન સૂચનો આવ્યા છે. જો આપણે આ અહેવાલને અમલમાં મૂકી શકીએ તો, દેશને મોટો ફાયદો થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “એક રાષ્ટ્ર, એક ચૂંટણી અમારી પ્રતિબદ્ધતા છે. ઘણા લોકોએ સમિતિને તેમના સૂચનો આપ્યા છે. ખૂબ જ સકારાત્મક અને નવીન સૂચનો આવ્યા છે. જો આપણે આ અહેવાલને અમલમાં મૂકી શકીએ તો દેશને મોટો ફાયદો થશે. “

શું કોંગ્રેસે રામ મંદિર પર કર્યું રાજકારણ?

વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ રામ મંદિરના મુદ્દાનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે અમારો જન્મ પણ નહોતો થયો, જ્યારે અમારી પાર્ટીનો જન્મ પણ નહોતો થયો. ત્યારે આ મામલે કોર્ટમાં સમાધાન થઈ શક્યું હોત. સમસ્યાનો કોઈ ઉકેલ આવી શક્યો હોત. જ્યારે ભારતનું વિભાજન થયું ત્યારે ભાગલા સમયે તેઓ નક્કી કરી શક્યા હોત, પરંતુ આ ન કરવામાં આવ્યું, કેમ? કારણ કે, તે તેમના હાથમાં હથિયાર જેવું હતુ, વોટબેંકની રાજનીતિનું હથિયાર.

સનાતન ધર્મ મામલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

ડીએમકે નેતા દ્વારા થોડા દિવસો પહેલા કરવામાં આવેલી ‘સનાતન વિરોધી’ ટિપ્પણી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કોંગ્રેસને પૂછવું જોઈએ કે, સનાતન વિરુદ્ધ આટલું ઝેર ફેલાવનારાઓ સાથે બેસવાની તેમની શુ મજબૂરી છે?… કોંગ્રેસની માનસિકતામાં આ કેવી વિકૃતિ છે?”

ચૂંટણી બોન્ડ પર પીએમ મોદીએ શું કહ્યું?

ચૂંટણી બોન્ડની વાત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ આ યોજના પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે. તેમણે કહ્યું કે, દરેકને તેનો અફસોસ થશે. આ યોજના ચૂંટણીમાં કાળા નાણાંને રોકવા માટે હતી અને વિપક્ષ આક્ષેપો કરીને ભાગવા માંગે છે.

રાહુલ ગાંધીના નિવેદનો પર ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધી પર બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “દુર્ભાગ્યવશ, આજકાલ આપણે જોઈએ છીએ કે, એક શબ્દ પ્રત્યે કોઈ પ્રતિબદ્ધતા અને જવાબદારી નથી. તમે એક નેતાના જૂના વીડિયો ફરતા જોયા હશે, જેમાં તેનો દરેક વિચાર વિરોધાભાસી હોય છે. જ્યારે લોકો આ જુએ છે, ત્યારે તેમને લાગે છે કે, આ નેતા જનતાને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં, મેં એક રાજકારણીને એવું કહેતા સાંભળ્યા, “હું એક જ ઝાટકે ગરીબી દૂર કરી દઈશ”. જેમને 5-6 દાયકા સુધી સત્તામાં રહેવાની તક મળી, જ્યારે તેઓ આવું કહે છે, ત્યારે દેશ વિચારે છે કે આ માણસ કઈ રીતે આવુ બોલી રહ્યો છે.”

ઉત્તર-દક્ષિણ વિભાજન પર પીએમ મોદીએ શું કહ્યું?

કહેવાતા ‘નોર્થ-સાઉથ ડિવાઈડ’ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “ભારતને ટુકડામાં જોવું એ ભારત પ્રત્યેની અજ્ઞાનતાનું પરિણામ છે. ભારતમાં ભગવાન રામના નામ સાથે જોડાયેલા ગામો પર નજર કરવામાં આવે તો સૌથી વધુ ગામ ક્યાં છે? તો, તે તમિલનાડુમાં છે. હવે, તમે તેને કેવી રીતે અલગ કરી શકો છો? વિવિધતા આપણી તાકાત છે, આપણે તેની ઉજવણી કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદીનું પુરૂ ઈન્ટરવ્યુ – વીડિયો

જો તમે 400 બેઠકો જીતશો તો શું તમે બંધારણ બદલશો?

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિપક્ષની સમસ્યા એ છે કે, તેઓ દેશને એક માળખામાં ઢાળવા માંગે છે. આપણે વિવિધતાની પૂજા કરીએ છીએ, આપણે તેની ઉજવણી કરીએ છીએ. તેમણે કહ્યું કે, “મને એ સમજાતું નથી કે તમે (કોંગ્રેસ) એવા વ્યક્તિ પર કયા આધારે આવા આક્ષેપો કરી રહ્યા છો, જેણે યુએનમાં તમિલ ભાષા – સૌથી જૂની ભાષા – ની ઉજવણી કરી હતી? જ્યારે હું જુદા જુદા રાજ્યોના પોશાક પહેરું છું ત્યારે તેમને સમસ્યા થાય છે. સમસ્યા એ છે કે તેઓ – દેશને એક જ ઘાટમાં ઢાળવા માગે છે. આપણે વિવિધતાની પૂજા કરીએ છીએ. અમે તેની ઉજવણી કરીએ છીએ. અમે કહ્યું છે કે, શા માટે કોઈ વ્યક્તિ તેની માતૃભાષા (સ્થાનિક ભાષાઓના અભ્યાસક્રમો) નો ઉપયોગ કરીને ડોક્ટર અથવા એન્જિનિયર ન બની શકે?

તેમમે કહ્યું કે, હું માતૃભાષા વિશે બોલું છું, તેનો અર્થ એ છે કે હું તેની ઉજવણી કરું છું, હું તેની મહાનતાને વધારી રહ્યો છું. હું તાજેતરમાં જ યુવા ખેલાડીઓને મળ્યો હતો. તેમાંના એકે મને પૂછ્યું કે, શું મારી પાસે તેમના માટે કોઈ સંદેશા છે. તમારી સહી કરો – તે તમારી માતૃભાષામાં કરો. હું વિવિધતા લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, જો તેઓએ આરોપ મૂકવો હોય, તો હું શું કરી શકું?”

ભારતીય બજારમાં એલોન મસ્કની એન્ટ્રી વિશે તમે શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું – એલોન મસ્ક મોદીના સમર્થક હોવાની વાત એક વાત છે, મૂળે તેઓ ભારતના સમર્થક છે. હું ભારતમાં રોકાણ માંગુ છુ. પૈસા કિસી કોઈના પણ લાગે, પરસેવો મારા દેશનો લાગવો જોઈએ, તે વસ્તુમાં સુગંધ મારા દેશની માટીની આવવી જોઈએ, તો મારા દેશના જવાનને રોજગાર મળે (જેને પણ રોકાણ કરવું હોય તે કરી શકે છે, પરંતુ તે ભારતીયોએ જ બનાવવી જોઈએ જેથી મારા દેશના યુવાનોને રોજગાર મળે)

Web Title: Pm narendra modi interview ani from ram mandir to election bond big talks km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×