scorecardresearch
Premium

પીએમ મોદીએ કચ્છમાં જવાનો સાથે દિવાળી ઉજવી, કહ્યું – માતૃભુમિની સેવાની તક મળવી સૌભાગ્ય

Diwali 2024 : છેલ્લા 10 વર્ષથી પીએમ મોદી સૈનિકો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે દેશમાં એક એવી સરકાર છે જે દેશની સરહદની એક ઇંચ સાથે પણ સમાધાન કરી શકતી નથી

pm Modi celebrates Diwali, pm Modi, Diwali 2024
પીએમ મોદીએ કચ્છમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી (તસવીર – પીએમ મોદી ટ્વિટર)

pm narendra Modi celebrates Diwali : પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દિવાળીની ઉજવણી સૈનિકોની વચ્ચે કરી હતી. છેલ્લા 10 વર્ષથી પીએમ સૈનિકો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આ વખતે પીએમ મોદીએ ગુજરાતના કચ્છમાં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. અહીં તેમના તરફથી દેશના દુશ્મનોને મોટો સંદેશ પણ આપ્યો હતો.

એક ઇંચ સરહદ સાથે સમજુતી નહીં : પીએમ મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે દેશમાં એક એવી સરકાર છે જે દેશની સરહદની એક ઇંચ સાથે પણ સમાધાન કરી શકતી નથી. એટલા માટે આજે જ્યારે અમને આ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આપણી નીતિઓ આપણી સેનાના સંકલ્પો પ્રમાણે બને છે. અમે દુશ્મનની વાતો પર નહીં પણ આપણી સેનાના સંકલ્પ પર વિશ્વાસ કરીએ છીએ. પીએમ મોદીએ આખા દેશ વતી સૈનિકોને દિવાળી પર અભિનંદન આપ્યા હતા.

દેશની સેવા કરવી સરળ નથી, આ એક સાધના છે: પીએમ મોદી

પીએમ મોદીએ કહયું રે દરેકને દેશની સેવા કરવાની તક મળતી નથી, આ તક તપથી મળે છે. આ વિશે વિગતે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે મારી આ શુભકામનાઓમાં તમારી પ્રત્યે 140 કરોડ દેશવાસીઓનો કૃતજ્ઞ ભાવ પણ સામેલ છે અને તેમનો આભાર પણ સામેલ છે. માતૃભૂમિની સેવા કરવાની આ તક ઘણા સૌભાગ્યથી મળે છે. આ સેવા સરળ નથી. માતૃભૂમિને સર્વસ્વ માનતા લોકોની આ આધ્યાત્મિક સાધના છે. આ મા ભારતીના લાડલા અને લાડલીઓની તપ અને તપસ્યા છે.

આ પણ વાંચો – ભારત-ચીન બોર્ડર પર પાછળ હટી સેનાઓ, હવે પેટ્રોલિંગ થશે શરુ, દિવાળી પર એકબીજાના મોં મીઠા કરાવ્યા

સૈનિકો સાથે તહેવાર મનાવવો ખુશીની વાત છે: મોદી

પીએમ મોદીએ ઘણા પ્રસંગોએ ઉલ્લેખ કર્યો હતો કે સેના તેમનો પરિવાર છે અને તેઓ દર દિવાળીએ અહીં આવવાનું પસંદ કરે છે. તેમણે કહ્યું કે સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવવાની તક મળવી એ સૌથી મોટો આનંદ છે. હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું.

Web Title: Pm narendra modi celebrates diwali with army jawan in kutch ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×