scorecardresearch
Premium

ભાગલપુરમાં પીએમ મોદીનો લાલુ યાદવ પર પ્રહાર, કહ્યું – જંગલરાજ વાળા મહાકુંભને ગાળો આપી રહ્યા છે

PM Narendra Modi : પીએમ મોદીએ કહ્યું – એકતાના આ મહાકુંભમાં સમગ્ર યુરોપની વસ્તી કરતાં પણ વધુ લોકોએ સ્નાન કર્યું છે, પરંતુ આ જંગલરાજ વાળ મહાકુંભને ગાળો આપી રહ્યા છે

pm narendra modi, pm modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારના ભાગલપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી (તસવીર – બીજેપી ટ્વિટર)

Narendra Modi Bihar Election 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારના ભાગલપુરમાં આયોજિત એક રેલીમાં આરજેડી પર જોરદાર પ્રહાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કિસાન સન્માન નિધિના 19મા હપ્તો રિલીઝ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે એક ક્લિક પર દેશભરનાં ખેડૂતોનાં ખાતામાં આશરે 22,000 કરોડ રૂપિયા પહોંચી ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા આરજેડી પર પ્રહાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ સમયે પ્રયાગરાજમાં એકતાનો મહાકુંભ ચાલી રહ્યો છે. આ ભારતની આસ્થા, ભારતની એકતા અને સદભાવનો સૌથી મોટો ઉત્સવ છે. એકતાના આ મહાકુંભમાં સમગ્ર યુરોપની વસ્તી કરતાં પણ વધુ લોકોએ સ્નાન કર્યું છે, પરંતુ આ જંગલરાજ વાળ મહાકુંભને ગાળો આપી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે જે લોકો રામ મંદિરથી ચિડાઈ ગયા છે તેઓ મહાકુંભની ટિકા કરવાની કોઈ તક છોડતા નથી. હું જાણું મહાકુંભને ગાળો આપનાર લોકોને બિહાર ક્યારેય માફ નહીં કરે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આરજેડીના વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે મહાકુંભને નકામો ગણાવ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું – હું પણ મખાના ખાઉં છું

પીએમ મોદીએ કહ્યું કે પાછલા વર્ષોમાં સરકારના પ્રયત્નોને કારણે, ભારતની કૃષિ નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. તેના કારણે ખેડૂતોને તેમની ઉપજના ઊંચા ભાવ મળવા લાગ્યા છે. એવા ઘણા કૃષિ ઉત્પાદનો છે કે જેમની નિકાસ પ્રથમ વખત શરૂ થઈ હતી. હવે વારો બિહારના મખાનાનો છે. તે એક સુપરફૂડ છે જેણે હવે વિશ્વના બજારો સુધી પહોંચાડવાનું છે. આથી આ વખતના બજેટમાં મખાનાનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. હું પણ મખાના ખાઉં છું.

બજેટમાં ‘પીએમ ધન ધન્યા યોજના’ની જાહેરાત કરવામાં આવી

પીએમ મોદીએ કહ્યું કે મારું સપનું છે કે વિશ્વના દરેક રસોડામાં ભારતીય ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતી કોઈ ને કોઈ પ્રોડક્ટ હોય. આ વર્ષના બજેટે પણ આ વિચારધારાને આગળ વધારી છે. બજેટમાં ‘પીએમ ધન ધન્યા યોજના’ની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત દેશના એવા 100 જિલ્લાઓની ઓળખ કરવામાં આવશે જ્યાં પાકનું ઉત્પાદન સૌથી ઓછું છે.

આ પણ વાંચો – પીએમ મોદીએ બાગેશ્વર ધામમાં કેન્સર હોસ્પિટલનું શિલાન્યાસ કર્યું

પીએમે કહ્યું કે અમારી સરકારે દેશમાં 10,000 એફપીઓ (ખેડૂત-ઉત્પાદક સંગઠનો) રચવાનું મોટું લક્ષ્ય રાખ્યું હતું. આજે મને તમને એ જણાવતા આનંદ થાય છે કે દેશે આ લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું છે. આજે બિહારની ધરતી પર 10 હજારમાં એફપીઓની રચના થતી જોવા મળી રહી છે. મકાઈ, કેળા અને ડાંગર પર કામ કરતી આ એફપીઓ ખગડિયા જિલ્લામાં નોંધાયેલી છે. ’

ખેડૂતોને 1.75 લાખ કરોડનો ક્લેમ મળ્યો

પીએમ મોદીએ કહ્યું કે પહેલા જ્યારે પૂર આવતું હતું, દુષ્કાળ પડતો હતો, કરા પડતા હતા, ત્યારે પહેલાની સરકારો ખેડૂતોને તેમના હાલ પર છોડી દેતી હતી. વર્ષ 2014માં જ્યારે તમે એનડીએને આશીર્વાદ આપ્યા હતા, ત્યારે અમે ‘પીએમ ફસલ વીમા યોજના’ શરૂ કરી હતી, જે અંતર્ગત આપત્તિના સમયે ખેડૂતોને 1.75 લાખ કરોડ રૂપિયાના ક્લેમ મળી ચુક્યા છે.

એનડીએ સરકારે આ સ્થિતિને બદલી

પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોને સારા બિયારણ, પર્યાપ્ત અને સસ્તા ખાતરો, સિંચાઈની સુવિધાઓ, પ્રાણીઓને રોગોથી બચાવવા અને આપત્તિ દરમિયાન થતા નુકસાનથી રક્ષણની જરૂર હોય છે. અગાઉ ખેડૂતોને આ તમામ બાબતો પર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જે પશુઓનો ઘાસચારો ખાઈ શકે છે તેઓ ક્યારેય આ પરિસ્થિતિઓને બદલી શકતા નથી. એનડીએ સરકારે આ સ્થિતિને બદલી છે.

Web Title: Pm narendra modi attacked lalu yadav says jungle raj people troubled with maha kumbh ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×