One Nation One Election Bill : વન નેશન વન ઈલેક્શન સંબંધિત બિલ મંગળવારે એટલે કે આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે.. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ તેને ગૃહમાં રજૂ કરશે. આ બંધારણનું 129મું બિલ છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ તેને સંસદમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવનાર છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને વ્હીપ જારી કરીને સંસદમાં હાજર રહેવા જણાવ્યું છે. બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની ભલામણ કરશે.
હવે બિલ વિશે વિગતવાર વાત કરીએ તો, કેન્દ્ર સરકારનું ધ્યાન દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવા પર છે. અર્જુન રામ મેંઘવાલ લોકસભામાં બંધારણ સંશોધન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સંશોધન બિલ રજૂ કરશે. બંધારણ સુધારા બિલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાની જોગવાઈ છે. બીજો દિલ્હી અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓ માટે સમાન સુધારા કરવાનો છે.
કેન્દ્રીય કાયદા પ્રધાન વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કરે તે પછી તેઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવા વિનંતી કરશે.
આગળની પ્રક્રિયા શું છે?
સૌથી પહેલા વન નેશન વન ઈલેક્શન બિલ પર ચર્ચા કરવા માટે જેપીસીની રચના કરવામાં આવશે. સંયુક્ત સંસદીય સમિતિની રચના વિવિધ રાજકીય પક્ષોના સાંસદોની સંખ્યાના આધારે કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે સૌથી મોટી પાર્ટી છે, તેથી માનવામાં આવે છે કે તે સમિતિની અધ્યક્ષતા પણ કરશે. જેપીસી તમામ રાજકીય પક્ષોનો અભિપ્રાય લેશે અને ગહન ચર્ચા પણ કરશે. આ વિધેયક પર બને તેટલા પક્ષકારો વચ્ચે સર્વસંમતિ સાધવાના પ્રયાસો પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ- PM Memorial to Rahul Gandhi: નેહરુ સાથે જોડાયેલા દસ્તાવેજો પાછા આપે રાહુલ ગાંધી, વડાપ્રધાન સંગ્રહાલયે લખ્યો પત્ર
આ પછી સમિતિ પોતાનો રિપોર્ટ લોકસભાના અધ્યક્ષને સોંપશે. એટલું જ નહીં, જો JPC લીલી ઝંડી આપે તો આ બિલ સંસદમાં લાવવામાં આવશે. રાજ્યસભા અને લોકસભામાં પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સહી બાદ વન નેશન વન ઈલેક્શન કાયદો બની જશે.
 
						 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													