scorecardresearch
Premium

શું પીએમ મોદી ‘કટોકટી’ને ગઠબંધન સરકાર ચલાવવાની તકમાં ફેરવી શકશે? જાણો પડકારો શું છે

PM Modi Challenges NDA Alliance Sarkar : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર સામે એનડીએ ગઠબંધન સરકાર ચલાવવાનો મોટો પડકાર હશે, કારણ કે, અત્યાર સુધી તેમણે માત્ર પૂર્ણ બહુમત સરકાર ચલાવી છે. હવે સાથી પક્ષોને સાથે રાખી સરકાર ચલાવવાનો પડકાર અને મજબૂત વિપક્ષનો સાથે સામનો કરવાનું રહેશે.

PM Modi Challenges NDA Alliance Sarkar
મોદી સરકાર સામે મોટો પડકાર – ગઠબંધન સરકાર ચલાવવી

PM Modi Sarkar, નિરજા ચૌધરી : પૂર્ણ બહુમતની બે વખત સરકાર ચલાવ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એનડીએ ગઠબંધન સરકાર ચલાવવી પડશે. આ સ્થિતિમાં એમની સામે સાથી પક્ષોને સાથે રાખી ચાલવા ઘણા પડકારભર્યું છે. આવો જાણીએ શું છે પડકાર?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમતની બે ટર્મની મોદી સરકાર ચલાવ્યા બાદ પીએમ મોદીએ હવે ત્રીજી ટર્મ માટે એનડીએ ગઠબંધનની સરકારનું સુકાન સંભાળ્યું છે. રવિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન પદ અને ગુપ્તતાના શપથ લઇ એમણે એનડીએ ગઠબંધનની સાથી પક્ષો સાથેની મોદી સરકાર 3.0 શરુ કરી છે. બહુમતની સરકાર ચલાવવાનો અનુભવ ધરાવતા પીએમ મોદી માટે આ કેટલેક અંશે આસાન નથી. શું તેઓ સાથી પક્ષોની માંગ મુજબ સરકાર ચલાવી શકશે? આ સવાલ હાલની સ્થિતિએ યક્ષ સવાલ સમાન છે.

કોન્ટ્રીબ્યુટર એડિટર નીરજા ચૌધરી ઇન્ડિયન એક્સપ્રેસ માટે લખેલા અહેવાલમાં મોદી સરકાર 3.0 વિશે વિગતે સમજાવે છે કે, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લઈ લીધા છે. તેમના કેબિનેટમાં 72 મંત્રીઓ સામેલ થયા છે. હવે લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે, શું પીએમ મોદી ગઠબંધન સરકાર ચલાવી શકશે?

અટલ બિહારી વાજપેયીએ તેમના પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન 1996, 1998 અને 1999 માં ગઠબંધન સરકારોનું નેતૃત્વ કર્યું હતું. બીજી તરફ પીએમ મોદીએ ગુજરાતમાં (2001 થી 2014) અને છેલ્લા 10 વર્ષથી રાષ્ટ્રીય સ્તરે હંમેશા બહુમતી સરકારો જ ચલાવી છે. 4 જૂને પરિણામો વડા પ્રધાનની અપેક્ષાઓ બરાબર ન હતા, પરંતુ આગળની સાંજે તેમણે તેમના કેબિનેટ સાથીદારોને સંબોધ્યા ત્યાં સુધીમાં તેઓ આત્મવિશ્વાસ ધરાવતા હતા. પીએમ મોદીએ તેમને કહ્યું છે કે, તેઓ સફળતાપૂર્વક ગઠબંધન સરકાર ચલાવશે અને ‘ગઠબંધન ધર્મ’નું પાલનપણ કરશે.

મોદી કેબિનેટ સાતત્યનો સંકેત આપે છે

પીએમ મોદીની નવી કેબિનેટ સાતત્ય અને સાવધાનીનો સંકેત આપે છે. પરિસ્થિતિ રાજકીય રીતે સ્થિર છે અને તેના પર તેમનો અંકુશ છે, તે બતાવવા માટે તેમણે તેમના ઘણા જૂના અને અનુભવી સાથીઓને જાળવી રાખ્યા છે. જ્યારે તેઓ સાથી પક્ષો સાથે નવી પરિસ્થિતિને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે તેઓ તેમના પક્ષની અંદર કોઈ ઝઘડાનું જોખમ લેવા માંગતા નથી.

ટીડીપી (16 સાંસદો) અને જનતા દળ યુનાઈટેડ (12) મુખ્ય ખેલાડીઓ તરીકે ઉભરી આવ્યા છે અને જો તેઓ કદમ થી કદમ મિલાવી ના ચાલે તો આશ્ચર્ય થશે. આ બંનેને સંયુક્ત મોરચાની સરકારો અને વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં શાસન કરવાનો લાંબો અનુભવ છે.

ચંદ્રબાબુ નાયડુ હંમેશા શાંત ખેલાડી રહ્યા છે અને તેઓ તેમના રાજ્ય અને તેની રાજધાની અમરાવતી માટે નાણાકીય પેકેજ શોધી રહ્યા છે. છતાં વિચિત્ર વાત એ છે કે, તેઓ 16 સાંસદો હોવા છતાં માત્ર એક કેબિનેટ મંત્રી પદ અને એક રાજ્ય મંત્રી (MoS) પદ માટે સંમત થયા છે. આ જ નંબર નીતીશ કુમારની જેડીયુને પણ આપવામાં આવ્યો છે. સવાલ એ છે કે, શું નાયડુ હજુ પણ લોકસભાના અધ્યક્ષ પદ માટે દબાણ કરી રહ્યા છે કે, પછી તેઓ તેમના રાજ્ય માટે આર્થિક લાભોથી સંતુષ્ટ થશે?

ગઠબંધન સરકારમાં સ્પીકર એક મહત્વપૂર્ણ પદ છે. એક વરિષ્ઠ પત્રકારે કહ્યું તેમ, “જિસ્કા સ્પીકર, ઉસ્કી સરકાર (જે પક્ષને સ્પીકરનું પદ મળે છે તે સરકારનું ભાવિ તેના હાથમાં હોય છે).” બહુમતી વિના, બહુમતી મેળવવા માટે શાસક પક્ષ માટે નાના પક્ષોમાં વિભાજન કરવું તે લલચાવનારું હશે. 1991માં 240 બેઠકો જીતનાર પીવી નરસિમ્હા રાવે બે વર્ષ પછી નાના પક્ષોમાં વિભાજન કરીને બહુમતી મેળવી હતી. હાલમાં જેડીયુ પણ દિલ્હી અને બિહારમાં પોતાને મજબૂત કરવા માંગે છે અને આવતા વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આરજેડીનો સામનો કરવા માટે તૈયાર છે.

એવું લાગે છે કે, વડા પ્રધાને છેલ્લા કેટલાક દિવસોમાં ગિયર્સ બદલ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ સરકાર મોદી કે ભાજપ સરકાર નથી પરંતુ એનડીએ સરકાર છે. એનડીએને શરૂઆતથી જ પ્રાથમિકતા આપવામાં આવી હતી. રાજનાથ સિંહે એનડીએ સંસદીય દળ, ભાજપ સંસદીય દળ અને લોકસભાના નેતા તરીકે પીએમ મોદીના નામની દરખાસ્ત કરી હતી અને તેને અમિત શાહ અને નીતિન ગડકરીએ સમર્થન આપ્યું હતું. અગાઉ ભાજપ સંસદીય દળના નેતાની ચૂંટણી એનડીએના નેતાની ચૂંટણી પહેલા થતી હતી.

પીએમ મોદીએ તેમના મંત્રીઓની પસંદગી કરવાનો વડાપ્રધાનનો વિશેષાધિકાર પણ છોડી દીધો હતો. જે ગઠબંધન સરકારમાં પ્રથમ ઘટના છે. પહેલાની જેમ ગઠબંધન ભાગીદારોના નેતાઓએ તેમના પક્ષોમાંથી એવા નામો મોકલ્યા હતા, જેમને મંત્રી તરીકે શપથ લેવાના હતા. વાસ્તવમાં વડા પ્રધાન એક ડગલું આગળ ગયા અને નવી સરકારની રૂપરેખા પર પક્ષના સાથીદારો અમિત શાહ, જેપી નડ્ડા અને બીએલ સંતોષ સાથે મેરેથોન બેઠકો યોજી. NDA-3 માં મંત્રી બનેલા તમામ મંત્રીઓને બોલાવતી વખતે જેપી નડ્ડા સંયોજકની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા.

પડકારો શું છે?

પીએમ મોદીને ત્રણ મોરચે પડકારોનો સામનો કરવો પડી શકે છે. તેમણે તેમના સાથીઓને સાથે રાખી ચાલવુ પડશે કારણ કે, કેબિનેટમાં સ્થાન મેળવવું એ કહાનીનો માત્ર એક ભાગ છે. સાથી પક્ષોએ અગ્નિપથ યોજનાની સમીક્ષા માટે દબાણ કર્યું છે, જે ઉત્તરીય રાજ્યોમાં ભાવનાત્મક ચૂંટણી મુદ્દા તરીકે ઉભરી આવી છે અને તેમાં ફેરફારોની શક્યતા છે. યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બેક બર્નર પર મૂકવામાં આવે તેવી શક્યતા છે. હવે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો અમલ પણ મુશ્કેલ બની શકે છે. રાષ્ટ્રીય જાતિ ગણતરીની નીતિશ કુમારની માંગ સાથે ભાજપ કેવી રીતે વ્યવહાર કરે છે તે પણ જોવું રહ્યું.

હિંદુ-મુસ્લિમ રેટરિક પણ થોડા સમય માટે સ્થગિત રહી શકે છે. ટીડીપીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમનો આંધ્ર પ્રદેશમાં (ઓબીસી ક્વોટા હેઠળ) મુસ્લિમો માટે વર્તમાન 4% અનામત છોડવાનો કોઈ ઈરાદો નથી. પ્રચાર દરમિયાન ભાજપે મુસ્લિમોને ધાર્મિક આધાર પર અનામત આપવા પર આકરા પ્રહારો કર્યા હતા.

બીજો મોટો પડકાર

પીએમ મોદી સામે બીજો પડકાર લોકસભામાં મજબૂત વિપક્ષનો હશે. ગૃહમાં 232 વિપક્ષ સભ્યો સાથે, તે જોર-શોર, ઘોંઘાટ, અને તોફાની હશે અને સરકારને મુશ્કેલીમાં મૂકશે. ચર્ચા કર્યા વિના કાયદો પસાર કરવો અથવા સભ્યોને ગેરલાયક ઠેરવવા અને સસ્પેન્ડ કરવા તે વધુ મુશ્કેલ હશે, જેમ કે અગાઉના કાર્યકાળ દરમિયાન બન્યું હતું.

આ પણ વાંચોModi Cabinet Minister List 2024: મોદી સરકાર 3.0 : કેબિનેટ મંત્રીઓએ લીધા શપથ, જુઓ કોને કોને મળ્યું સ્થાન, સંપૂર્ણ લીસ્ટ

પરંતુ સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર કે, જેના પર પીએમ મોદીએ કામ કરવું પડશે તે છે તેમની પાર્ટી અને આરએસએસ. છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને આરએસએસના ટોચના અધિકારીઓ વચ્ચે બેઠકો અને ભાજપની 60થી વધુ બેઠકો ઘટી જવાના કારણો અંગે ચર્ચા કરવા માટે આરએસએસ નેતૃત્વની આંતરિક બેઠકો જોવા મળી હતી. પરંતુ બીજેપી અને આરએસએસના વરિષ્ઠ નેતાઓ મૌન સેવી રહ્યા છે અને આ વર્ષના અંતમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં અને કદાચ આવતા વર્ષે દિલ્હી અને બિહારમાં રાજ્યની ચૂંટણીના પરિણામો સુધી રાહ જોઈ શકે છે.

આ તમામ રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધન એનડીએ સામે ગંભીર પડકાર ઉભો કરે તેવી ધારણા છે. પીએમ મોદીને આ રાજ્યોમાં રાજકીય પહેલનું પુનઃમૂલ્યાંકન કરવા અને જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય દિશામાં પગલાં ભરવા માટે કહેવામાં આવશે.

Web Title: Pm modi sarkar nda alliance modi challenges keeping allies happy and facing strong opposition on the other side km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×