વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે રશિયાના પ્રવાસે જવાના છે. 8 મી જુલાઈના રોજ મોસ્કોમાં હાજર રહેશે. તેમની મુલાકાત પહેલા, મોસ્કોમાં હિન્દુ મંદિરના નિર્માણની માંગ વેગ પકડી રહી છે. નેપાળ અને ભારત જેવા દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં સામાન્ય રીતે પ્રચલિત હિંદુ ધર્મે 1900 ના દાયકાની આસપાસ રશિયામાં હાજરી સ્થાપિત કરવાનું શરૂ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, રશિયામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓ છે.
કોણે કરી માંગ?
મોસ્કોમાં હિંદુ મંદિરની માંગ ઇન્ડિયન બિઝનેસ એલાયન્સ અને ઇન્ડિયન નેશનલ કલ્ચરલ સેન્ટર દ્વારા કરવામાં આવી છે. ઈન્ડિયન બિઝનેસ એલાયન્સના અધ્યક્ષ સ્વામી કોટવાનીએ માંગ કરી છે કે, મોસ્કોમાં ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ કરવું જોઈએ.
રશિયામાં ઈસ્કોન મંદિર અસ્તિત્વમાં
તમને જણાવી દઈએ કે, મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં આમ તો ઘણા ઈસ્કોન મંદિરો પહેલાથી જ અસ્તિત્વમાં છે. સ્વામી કોટવાણીનું કહેવું છે કે, મોસ્કોમાં ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ કરવાથી તે ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનશે. એટલું જ નહીં, તે મોસ્કોમાં ભારતીયો માટે એકતા અને આકર્ષણનું કેન્દ્ર બનશે.
પીએમ મોદીએ અબુધાબીમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું
તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ આ વર્ષે સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) એ ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ કર્યું છે. મંદિરના 7 મિનારા યુએઈના 7 અમીરાતનું પ્રતીક છે. આ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, અબુ ધાબીનું આ વિશાળ મંદિર માત્ર પૂજા સ્થળ નથી, તે માનવતાની સહિયારી વિરાસતનું પ્રતિક છે.
આ પણ વાંચો – યુપી, મહારાષ્ટ્રથી લઈને મણિપુર સુધી ભાજપ પર પ્રેશર, સાથી તો બોલ્યા જ, સાથે ભાજપમાં પણ અવાજ ઉઠવા લાગ્યો
પુતિન સાથે પીએમ મોદીના ખાસ સંબંધો
તમને જણાવી દઈએ કે, પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ખાસ સંબંધ છે. જ્યારે પીએમ મોદી ચૂંટણી જીત્યા ત્યારે પુતિને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. શપથ લીધા બાદ પીએમ મોદી જી-7 બેઠકમાં ભાગ લેવા ઈટાલી ગયા હતા. આ પછી આ તેમનો પહેલો વિદેશ પ્રવાસ છે. બંને નેતાઓ આ વર્ષના અંતમાં રશિયાના કાઝાનમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં પણ ભાગ લેશે.