scorecardresearch
Premium

કોણ છે રામપાલ કશ્યપ, જેમને પીએમ મોદીએ પહેરાવ્યા શુઝ, એક પ્રતિજ્ઞાના કારણે 14 વર્ષથી ઉઘાડા પગે હતા

PM Modi : પીએમ મોદીએ સોમવારે હિસારના મહારાજા અગ્રસેન એરપોર્ટ પર એક નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો અને અયોધ્યા માટે એક કોર્મશિયલ ફ્લાઇટની શરૂઆત કરી હતી. આ સમયે હરિયાણાના કૈથલના રામપાલ કશ્યપ સાથે મુલાકાત કરીને તેમને શૂઝ પહેરાવ્યા હતા

PM Modi, Rampal Kashyap
પીએમ મોદીએ કૈથલના રામપાલ કશ્યપ સાથે મુલાકાત કરીને તેમને શૂઝ પહેરાવ્યા હતા (તસવીર – સોશિયલ મીડિયા)

PM Modi Met Rampal Kashyap: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે હિસારના મહારાજા અગ્રસેન એરપોર્ટ પર એક નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો અને અયોધ્યા માટે એક કોર્મશિયલ ફ્લાઇટની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે હિસારમાં જનસભાને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કૈથલના રામપાલ કશ્યપ સાથે મુલાકાત કરીને તેમને શૂઝ પહેરાવ્યા હતા.

રામપાલ કશ્યપે 14 વર્ષ પહેલા પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને અને તેમને મળશે નહીં ત્યાં સુધી તેઓ શૂઝ નહીં પહેરે અને આજે તે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. પીએમે તેમને શૂઝ પહેરાવ્યા હતા.

કોણ છે રામપાલ કશ્યપ?

રામપાલ કશ્યપ મૂળ હરિયાણાના કૈથલ જિલ્લાના છે. તેમણે 2011માં પ્રતિજ્ઞા લીધી હતી. તેમનું માનવું હતું કે નરેન્દ્ર મોદી જેવા નેતાઓ જ દેશનું ભાગ્ય બદલી શકે છે, તેથી તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને અને તેઓ જ્યાં સુધી તેમને મળશે નહીં કરે તે ઉઘાડા પગે ચાલશે. તે ચંપલ કે શૂઝ પહેરશે નહીં.

આ પણ વાંચો – વકફ કાયદા સામે બંગાળમાં વિરોધ પ્રદર્શન: મુર્શિદાબાદ હિંસાનો દર્દનાક ચિતાર, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

પીએમ મોદીએ રામપાલ કશ્યપને શું કહ્યું?

જ્યારે પીએમ મોદી તેમને મળ્યા તો તેમણે રામપાલને પૂછ્યું કે અરે ભાઈ તમે આવું કેમ કર્યું? આ પછી પીએમ મોદીએ રામપાલને પોતાના હાથે શૂઝ પહેરાવ્યા હતા. જ્યારે પીએમ મોદીએ રામપાલને જૂતા પહેરાવ્યા હતા ત્યારે તેમને કહ્યું હતું કે ભવિષ્યમાં ક્યારેય પણ આવી પ્રતિજ્ઞા ન લેવી જોઇએ.

https://twitter.com/narendramodi/status/1911756643777618032

વક્ફ કાયદામાં ફેરફારને લઈને પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

હિસારના મહારાજા અગ્રસેન એરપોર્ટ પર એક નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ અને અયોધ્યા માટે કોમર્શિયલ ફ્લાઇટ શરૂ કર્યા બાદ એક જનસભાને સંબોધિત કરતા મોદીએ 2013માં વક્ફ એક્ટમાં કરવામાં આવેલા ફેરફારોને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે ધર્મના આધારે અનામત ન હોવી જોઈએ અને બંધારણ પણ તેના પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ કર્ણાટકમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના અધિકારો છીનવી લીધા અને ધર્મના આધારે ટેન્ડરમાં અનામત આપી.

પીએમ મોદીએ કહ્યું કે આઝાદીથી લઈને 2013 સુધી વકફનો કાયદો હતો પરંતુ ચૂંટણી જીતવા અને તુષ્ટિકરણ, વોટબેંકની રાજનીતિ માટે કોંગ્રેસે 2013ના અંતમાં ઉતાવળમાં વક્ફ એક્ટમાં સુધારો કર્યો હતો. જેથી તેમને ચૂંટણીમાં (થોડા મહિના બાદ 2014માં) મત મળી શકે

પીએમ મોદીએ સોમવારે કહ્યું કે કોંગ્રેસને જો મુસ્લિમો પ્રત્યે હમદર્દી છે તો કોઇ મુસલમાનને પોતાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવા જોઈએ અને ચૂંટણીમાં સમુદાયને 50 ટકા ટિકિટ આપવી જોઈએ. તેમણે વિરોધી પક્ષ પર તુષ્ટિકરણની નીતિ અપનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

Web Title: Pm modi meets rampal kashyap who took a vow 14 years ago helps him put on shoes ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×